Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Black Magic Bill : કાળા જાદુ બિલ પર ચર્ચા વચ્ચે BJP-કોંગ્રેસનાં નેતાઓની રમૂજી ટીખળથી સૌ ખડખડાટ હસ્યાં

ગુહમાં કાળા જાદુ બિલ પર ચર્ચા થઈ CJ ચાવડા, અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરાયોઃ શૈલેષ પરમાર ભાજપમાં જોડાઈને કોંગ્રેસના કાળા જાદુમાંથી છુટ્યોઃ CJ ચાવડા ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) આજથી ચોમાસું સત્ર શરૂ થયું છે. પ્રથમ દિવસે ગૃહમાં...
black magic bill   કાળા જાદુ બિલ પર ચર્ચા વચ્ચે bjp કોંગ્રેસનાં નેતાઓની રમૂજી ટીખળથી સૌ ખડખડાટ હસ્યાં
  1. ગુહમાં કાળા જાદુ બિલ પર ચર્ચા થઈ
  2. CJ ચાવડા, અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરાયોઃ શૈલેષ પરમાર
  3. ભાજપમાં જોડાઈને કોંગ્રેસના કાળા જાદુમાંથી છુટ્યોઃ CJ ચાવડા

ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) આજથી ચોમાસું સત્ર શરૂ થયું છે. પ્રથમ દિવસે ગૃહમાં અનેક વિષય પર ચર્ચા થઈ હતી. દરમિયાન, ગૃહમાં કાળા જાદુ બિલ (Black Magic Bill) રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર ચર્ચા સમયે ભાજપ અને કોંગ્રેસનાં (Congress) નેતાઓએ એકબીજા પર ટીખળ કરી હતી. કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર (Shailesh Parmar) અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડાએ એકબીજા પર ટિપ્પણી કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Black Magic Bill : કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્ત્વનો ભેદ સ્પષ્ટ કરશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Advertisement

સી.જે.ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરાયો છે : શૈલેષ પરમારે

ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કાળા જાદુ નિર્મુલન બિલ (Black Magic Bill) રજૂ કર્યું હતું. દરમિયાન, કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે રમુજી ટીખળ કરતા કહ્યું કે, સી.જે.ચાવડા અને અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) પર કાળો જાદુ કરાયો છે, જેથી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં (BJP) જોડાયા છે. જ્યારે આ ટિપ્પણીનો જવાબ આપતા સી.જે. ચાવડાએ (C.J. Chavda) કહ્યું કે, ભાજપમાં જોડાઈને કોંગ્રેસનાં કાળા જાદુમાંથી છુટ્યો છું. આ રમૂજ ટીખળથી ગૃહમાં થોડા સમય માટે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ જાદુ અંગેના બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે (Kirit Patel) પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સમયે દીવો કરવો, થાળી વગાડવી જેવી ક્રિયાઓ પણ અંધશ્રદ્ધાનો વિષય છે. કાયદો નહીં કડક કાર્યવાહીની જરૂર છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પણ સ્થિતિ શું છે તે સૌ કોઈ જાણે છે.

આ પણ વાંચો - Ahmedabad : મોંધીદાટ હોટેલનાં સૂપમાં મચ્છર, મધ્યાહન ભોજનની દાળમાં જીવાત, પિત્ઝામાં માખી, ક્યારે અટકશે બેદરકારીનો ખેલ?

Advertisement

કોઈ સન્માનનીય ભુવાજીઓને આમાં સામેલ કરાયા નથી : હર્ષ સંઘવી

ગૃહમાં કાળા જાદુ પર બિલ (Black Magic Bill) રજૂ કરતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું કે, કોઈ માનનીય સન્માનનીય ભુવાજીઓને આમાં સામેલ કરાયા નથી. જે પરંપરાઓ છે એમાં જાઓ તો એ ખોટું નથી. દોરો બાંધવો, દીવો કરાવવો જ્યારે બીજી તરફ વાળ બાંધી લટકાવવા, ગરમ સળિયા લગાવવા બન્નેને કેવી રીતે જોડી શકાય ? ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ભુવજીઓ પ્રત્યે હાથ જોડીને વંદન જ હોય. ખોટા લોકો ખોટી આસ્થાને અલગ દિશામાં ન લઈ જાય એના માટે આ બિલ છે. શોષિત લોકોને બચાવવા માટે આ બિલ છે. આપડા રાજ્યનો એક પણ વ્યકિત ભોગ ના બને એનાં માટે આ બિલ છે. જણાવી દઈએ કે, ગૃહમાં કાળા જાદુ અંગેનું બિલ સર્વાનુમતે પસાર થયું હતું.

આ પણ વાંચો - Gujarat Assembly : ગૃહમાં ઉઠ્યો પાક વળતરનો મુદ્દો, સરકારને ઘેરવાનો વિપક્ષનો પ્રયાસ, અર્જુન મોઢવાડિયાનું નિવેદન

Tags :
Advertisement

.