Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય જનતા પાર્ટી દ્વારા પોરબંદર - ૧૧ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો

ગુજરાતમાં BJP દ્વારા આગામી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવામા આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP ) દ્વારા આજે 26 લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગોંડલ ખાતે પોરબંદર - ૧૧ લોકસભા સીટની મધસ્થ ચૂંટણી કાર્યલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. BJP...
ભારતીય જનતા પાર્ટી દ્વારા પોરબંદર   ૧૧ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો
Advertisement
ગુજરાતમાં BJP દ્વારા આગામી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવામા આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP ) દ્વારા આજે 26 લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગોંડલ ખાતે પોરબંદર - ૧૧ લોકસભા સીટની મધસ્થ ચૂંટણી કાર્યલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

BJP દ્વારા પોરબંદર - ૧૧ મધ્યસ્થ કાર્યલયનો પ્રારંભ કરાયો

BJP કાર્યક્રમ

BJP કાર્યક્રમ

પોરબંદર લોકસભા સીટના સાંસદ રમેશભાઈ ધડુક છે. ત્યારે ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના વિવિધ નગર પાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના પ્રમુખો તેમજ બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ મહામંત્રીના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું

Advertisement

આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 લોકસભા સીટ પર મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કચ્છના સાંસદ તેમજ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિત ઉપસ્થિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યના હસ્તે દીપ પ્રાગટય કરી ત્યાર ઉપસ્થિત કાર્યકરોને જય શ્રી રામના નારા સાથે સંબોધન કર્યું હતું. ત્યારબાદ રીબીન કાપી અને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લી મુકવામાં આવી હતી. પોરબંદર સીટ પર જે પણ ઉમેદવાર આવે તેમને 5 લાખ થી પણ વધુ જંગી બહુમતી થી ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રીય અધ્યક્ષ વર્ચ્યુઅલી જોડાયા

ગુજરાત લોકસભાની તમામ સીટો પર આજ થી મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર લોકસભા સીટ પર થી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની તમામ મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ચ્યુઅલી સંબોધન કરવામાં આવ્યું હતું અને ગુજરાતની બધી 26 લોકસભા સીટ પર 5 લાખ થી પણ વધુ મતો થી જીતવાનો લક્ષ્યાંક મુક્યો હતો.

બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ગોંડલ ખાતે પોરબંદર - ૧૧ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પોરબંદર લોકસભા સીટના સાંસદ રમેશભાઈ ધડુક, પ્રભારી તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા,જેતપુર ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધોરાજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા,  પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જવાહરભાઈ ચાવડા તેમજ રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઇ ધામલિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જશુમતીબેન કોરાટ, પોરબંદર લોકસભા સીટના સંયોજક પ્રફુલભાઈ ટોળીયા, વિસ્તારક પ્રદ્યુમ્નસિંહ રાણા સહિતના પોરબંદર લોકસભા સીટ માં આવતા વિવિધ શહેર તેમજ તાલુકા ભાજપ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પ્રમુખ - ઉપપ્રમુખ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ પીપળીયા, સ્વાગત પ્રવચન પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા તેમજ  આભાર વિધિ અનુસૂચિત જાતિ ના મોરચા ના જિલ્લા પ્રમુખ લાલજીભાઈ આઠું દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
Advertisement
Tags :
Advertisement

.

×