ભાજપના આ નેતાએ PM મોદીની તુલના મહાત્મા ગાંધી સાથે કરી
અહેવાલ - ફારૂક કાદરી, અમરેલી
ટ્વીટરના માધ્યમથી સત્તા પર બેસેલા નેતાઓના કામ અમળતા ભાજપના જ સિનિયર નેતા ડૉ. ભરત કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની તુલના મહાત્મા ગાંધીની પ્રાર્થનાસભાઓ સાથે સરખાવી છે.
જણાવી દઈએ કે, અમરેલી જિલ્લામાં મન કી બાતના 100માં એપિસોડને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજકમલ ચોકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેડિયોનું કટ આઉટ ડૉ. ભરત કાનાબારે મુકાવ્યું છે જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજે ભાજપના નેતા ડો.ભરત કાનાબાર દ્વારા મન કી બાત ના 100 એપિસોડને લઈને ટ્વીટ કર્યું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મહાત્મા ગાંધી સાથે કરાઈ સરખામણી કરવામાં આવી છે.
મન કી બાતનો કાલે 100 મો એપિસોડ છે.
કોઈ રાષ્ટ્રના વડાએ પોતાના દેશના લોકો સાથે આટલા બધા વખત ( લગભગ ૫૦કલાક ) રાષ્ટ્રહિતના મુદ્દાઓને લઈને ખુલ્લા મને વાતો કરી હોય તેવી વિશ્વની કદાચ પહેલી ઘટના છે.
આપણે ત્યાં આ પહેલા માત્ર ગાંધીજીની પ્રાર્થનાસભાઓએ લોકોમાં આટલો રસ જગાવેલ.@narendramodi pic.twitter.com/Xu9NjRc7rM— Dr. Bharat Kanabar (@KANABARDr) April 29, 2023
તેમણે જણાવ્યું કે, તેમાં કોઈ રાષ્ટ્રના વડાએ દેશના લોકો સાથે આટલા બધા વખત (લગભગ 50 કલાક) રાષ્ટ્રહિતના મુદ્દાઓને લઈને ખુલ્લા મને વાત કરી હોય તેવી વિશ્વની કદાચ પ્રથમ ઘટના ગણાવી હતી તો આપણે ત્યાં પહેલા માત્ર ગાંધીજીની પ્રાથનાસભાઓએ આટલો રસ દાખવ્યો હોવાનું ટ્વીટ માં જણાવ્યું હતું.
ડો.કાનાબારે જણાવ્યું હતું કે 100 કરોડ લોકોએ આ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો છે ને 23 કરોડ લોકો એવરેજ આ કાર્યકમ જોતા આવ્યા છે જ્યારે આ કાર્યક્રમને લઇને અમરેલી જિલ્લામાં ભારે થનગનાટ જોવા મળતો હોય ત્યારે 1412 કેન્દ્ર અને 250 ઉપરાંતના બુથો પર મન કી બાત કાર્યક્રમનું રસપાન લોકો કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો : CM સ્પીચ આપી રહ્યા હતા, અને ચીફ ઓફિસર નીંદર માણી રહ્યા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - ફારૂક કાદરી, અમરેલી