Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચમાં વેપારી પર ફાયરિંગ મામલો: પુત્રએ જ આપી હતી પિતાની સોપારી

(દિનેશ મકવાણા, ભરૂચ) ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મકતમપુર પાટિયા નજીક માટલાના વેપારી પર એક અઠવાડિયા પહેલા લઘુ શંકા કરવા ગયો હતો તે દરમિયાન અજાણ્યા લોકોએ ફાયરિંગ કરી તેઓનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર પ્રકરણમાં ભરૂચ એલસીબી અને જિલ્લાની પોલીસે...
11:06 PM Apr 23, 2023 IST | Viral Joshi

(દિનેશ મકવાણા, ભરૂચ)

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મકતમપુર પાટિયા નજીક માટલાના વેપારી પર એક અઠવાડિયા પહેલા લઘુ શંકા કરવા ગયો હતો તે દરમિયાન અજાણ્યા લોકોએ ફાયરિંગ કરી તેઓનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર પ્રકરણમાં ભરૂચ એલસીબી અને જિલ્લાની પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ નાખી પિતાની જ હત્યા કરવા માટે પુત્ર એ બિહારથી શાપૅ શુટરોને બોલાવી હોટલમાં રોક્યા હોવાનો ભાંડો ફોડી સોપારી આપનાર પુત્ર અને ૩ શાપૅ શુટરોને ભરૂચ પોલીસે દબોચી દીધા છે.

ભરૂચના મકતમપુર પાટિયા નજીક ગત તારીખ 11 મી એપ્રિલના રોજ વહેલી સવારે મકતમપુર નજીક માટલાનો વેપાર અને નર્સરી ચલાવતા વેપારી પોતાના વેપારના સ્થળથી થોડે દૂર અવાવરૂ જગ્યાએ લઘુ શંકા કરવા ગયા હતા તે દરમિયાન તેઓ કંઈ બોલે તે પહેલા જ અજાણ્યા લોકોએ તેમની ઉપર આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં માટલાના વેપારીને માથાના હાથ અને શરીરના અન્ય ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા થઈ હતી અને તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે પણ ઇજાગ્રસ્તના પુત્ર લલન શાહની ફરિયાદના આધારે હત્યારના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને સમગ્ર પ્રકરણમાં ભરૂચ એસઓજી અને એલસીબી પોલીસ થઈ જિલ્લા પોલીસ વડા અને સમગ્ર ભરૂચની પોલીસ ભેદ ઉકેલવા માટે કામે લાગી ગયો હતો.

સમગ્ર પ્રકરણમાં પોલીસે અને તેમાં એલસીબીના પી.આઈ ઉત્સવ બારોટ સહિત તેમની ટીમ એ સતત ભરી તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન ફરિયાદી પોલીસને ગેરમાર્ગે દોડતી હોય અને તેણે જ કાવતરું રચ્યું હોવાની શંકા જતા ભરૂચ પોલીસે ફરિયાદી લલન શાહની પૂછપરછ અને કડકપુછ પરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેને તેના પિતા સાથે છેલ્લા ચાર મહિનાથી પૈસા બાબતે બોલાચાલી થતી હોવાના કારણે પોતાના જ પિતાની હત્યા કરવા માટે બિહારના સાપ સુટરોને સોપારી આપી હોય અને પિતાની હત્યા કરવા માટે જે લોકોએ ફાયરિંગ કર્યો હતો તે લોકો ભરૂચની ક્લાસિક હોટલમાં રોકાયા હોવાની માહિતી સામે આવતા પોલીસને સમગ્ર ભેદ ઉકેલવામાં મહત્વની કળી મળી ગઈ હતી અને સતત પોલીસે વોચમાં રહી ફરિયાદીને જ પિતાની હત્યા કરવા માટે સોપારી આપી હોવાના પ્રકરણમાં આરોપી તરીકે અટકાયત કરી હતી અને સાપ સુટરો બિહારના હોવાનું સામે આવતા સાપ સુટરોનું પગે મેળવવા માટે ભરૂચ ની પોલીસ પણ બિહાર તરફ રવાના થઈ હતી અને એક અઠવાડિયાની જહેમત બાદ સમગ્ર ફાયરિંગની ઘટનાનો ભેદ ઉકેલ નાખી પોલીસે હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ઇજાગ્રસ્તના પુત્રને શાપૅ સુટરોને સોપારી આપવા બાબતે જ્યારે ત્રણ સાપ શુટારોને બિહારમાંથી પોલીસે ઊંચકી લાવી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ નાખ્યો છે.

ફાયરિંગની ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ..

બિહારી વેશ ધારણ કરી નાખ્યા હતા બિહારમાં ધામા
મકતમપુર ખાતે થયેલા ફાયરીંગ પ્રકરણમાં ઇજાગ્રસ્તના પુત્રએ પિતાની હત્યા કરવા માટે કાવતરું રચ્યું હોવાનું પડદાફાસ થતા ભરૂચની એલસીબી પોલીસ બિહાર ખાતે રવાના થઈ હતી અને બિહારમાં પણ બિહારના વસ્ત્ર અને વેસ ધારણ કરી શાપૅ શુટરોને ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે અને એલસીબી પોલીસના કમીઓ બિહારમાં jio ના કર્મચારી તરીકેની ઓળખ આપી રોકાયા હતા જેના કારણે શાપૅ શુટરોને ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે.

શાપૅ શુટરો ભરૂચની ક્લાસિક હોટલમાં રોકાયા
મકતમપુરમાં થયેલા ફાયરિંગ પ્રકરણમાં પોલીસે ફાયરીંગ કરનારાઓનું પગલું મેળવવાના પ્રયાસો કર્યા હતા જેમાં પિતાની હત્યા માટે સોપારી આપનાર પુત્ર એ જ સાપ સુટરોને ભરૂચની હોટલમાં રોકાણ કરાવ્યું હોવાની કબુલાત કરતા ભરૂચની ક્લાસિક હોટલમાંથી રોકાયેલા બિહારના ત્રણેય શાપૅ શુટરોની માહિતી મેળવી હતી અને સંપૂર્ણ માહિતી મળતા ભરૂચ એલસીબી પોલીસે બિહારમાં ધામા નાખી આખરે બિહારના વેશમાં રહીને પણ એલસીબી પોલીસે સાપ સુટરોને ઝડપી પાડ્યા છે.

પુત્ર એ પોલીસને ગેર માર્ગે દોરી
ફરિયાદી જ્યારે આરોપી બને તો આવી જે ઘટના ભરૂચમાં બની છે જેમાં પોતાના પિતા સાથે પૈસાની લેતી દેતી બાબતે પુત્ર જ પિતાની હત્યા માટે બિહારથી સાપ સુટરોને બોલાવ્યા હતા અને ખોટી ફરિયાદ સાથે પોલીસને ઊંધા પાટે ચડાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ભરૂચ lcb પોલીસે જીણવટ ભરી તપાસ કરી આખરે ફરિયાદીને જ આરોપી બનાવી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ નાખ્યો છે અને પિતાની જ હત્યા કરવા માટે પુત્રએ સોપારી આપી હતી અને સમગ્ર ઘટનામાં સાપ સુટરોને પણ મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સરધારના રાજમહેલમાંથી પૌરાણિક વસ્તુઓ ચોરનારો રિઢો ચોર અંતે ઝડપાયો

Tags :
BharuchBharuch PoliceCrimeFiring CaseInvestigation
Next Article