BIG NEWS : પંજાબ પોલીસે ગુજરાતમાં દરોડા પાડી આંતરરાજ્ય ડ્રગ કાર્ટેલનો કર્યો પર્દાફાશ
પંજાબ પોલીસે રવિવારે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સ્થિત ફાર્મા ફેક્ટરીઓમાંથી કથિત રીતે ઓપિયોઇડ ઉત્પાદન અને પુરવઠા એકમોના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે, અમૃતસરના પ્રિન્સ કુમાર તરીકે ઓળખાતા સ્થાનિક ડ્રગ સ્મગલરની પાસોથી 14,500 દવાની ગોળીઓ ઝડપાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ભુલ્લરને ટાંકીને એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પૂછપરછ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો કે તે મેજર સિંહની સૂચના પર ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જેમણે પંજાબની ગોઇંદવાલ સાહિબ જેલમાંથી તેનો સંપર્ક કર્યો હતો.પોલીસે જેલની અંદર કેદી મેજર સિંહના કબજામાંથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. ખુલાસાના આધારે, બલજિંદર સિંહ, આકાશ સિંહ, સુરજીત સિંહ અને હરિકેના મોહર સિંહ કે જેઓ તરનતારનના રહેવાસીની ધરપકડ કરવામાં આવી હતી.
ગુરપ્રીત સિંહ અને મેજર સિંહે ખુલાસો કર્યો હતો કે તેઓ મથુરાના કોસી કલાનના સચિન કુમાર પાસેથી ફાર્મા દવાઓનો પુરવઠો મેળવતા હતા. ભુલ્લરે કહ્યું કે સચિન કુમાર ઉત્તર પ્રદેશના હાપુડમાં ફાર્મા યુનિટ ધરાવે છે.સચિન કુમારની ધરપકડ કરવા માટે પંજાબ પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી. કમિશનરે જણાવ્યું હતું કે તેની ધરપકડ પછી, તે બહાર આવ્યું હતું કે તેણે ભટિંડાની માનસા જેલમાં બંધ યોગેશ કુમાર રિંકુ સાથે મળીને ફાર્મા યુનિટના બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને તેઓ પંજાબમાં નશાની ગોળીઓ સપ્લાય કરતા હતા.
તેમણે કહ્યું કે પોલીસે યોગેશ કુમાર પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બે કેદીઓ સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.યોગેશ કુમાર અને સચિન કુમારે ખુલાસો કર્યો હતો કે તેઓ અમદાવાદ, ગુજરાત સ્થિત ફાર્મા યુનિટમાંથી ફાર્મા ઓપિયોઇડ્સનો પુરવઠો મેળવતા હતા.સચિન કુમાર દિલ્હીમાં નિર્માતા મનીષ અને રેખાને મળ્યા હતા. તેઓએ કથિત રીતે હાપુડ થઈને પંજાબમાં ફાર્મા ઓપિયોઈડ્સ ગેરકાયદેસર રીતે મોકલવાની યોજના બનાવી હતી.તેણે ફાર્મા ફર્મના નામે હોલસેલ યુનિટના બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
ઉત્પાદકોએ યોગેશ કુમાર અને સચિન કુમાર સાથે મળીને હાપુડમાં ફાર્મા ઓપિયોઇડ્સ મોકલ્યા હતા. ભુલ્લરે જણાવ્યું હતું કે હાપુડથી માલ આગ્રામાં આકાશને મોકલવામાં આવતો હતો અને તે તેને અમૃતસર મોકલતો હતો.ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) સાથેના સંયુક્ત ઓપરેશનમાં, પંજાબ પોલીસની ટીમે અમદાવાદમાં ડ્રગ યુનિટ પર દરોડા પાડીને 14,72,220 ડ્રગની ગોળીઓ રિકવર કરી છે. તેણે કહ્યું કે બંને નિર્માતાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.પોલીસે આગ્રામાંથી આકાશની પણ ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી 18 હજાર નશાની ગોળીઓ મળી આવી હતી.
આ કેસમાં અત્યાર સુધી પોલીસની ટીમોએ 12 લોકોની ધરપકડ કરી છે. કમિશનરે કહ્યું કે 4 ડિસેમ્બરે અમૃતસર સિટી પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો --- AADHAR CARD SCAM : ગીર સોમનાથના ઉનામાંથી આંતરરાષ્ટ્રીય આધાર કાર્ડ કૌભાંડનો થયો પર્દાફાશ, વાંચો સમગ્ર અહેવાલ