Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnath Melo : જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

Bhavnath Melo  : જુનાગઢમાં (junagadh) મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે જેમાં ભવનાથ તળેટીમાં સંતો ધૂણી ધખાવી ધ્યાન મગ્ન થયા છે અને વિવિધ મુદ્રામાં બેઠેલા સંતોના લોકો દર્શન કરી રહ્યા છે ત્યારે 5  કિલોથી વધુ  રૂદ્રાક્ષની માળા પહેરેલા ભભૂતધારી સંત લોકોમાં...
bhavnath melo   જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

Bhavnath Melo  : જુનાગઢમાં (junagadh) મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે જેમાં ભવનાથ તળેટીમાં સંતો ધૂણી ધખાવી ધ્યાન મગ્ન થયા છે અને વિવિધ મુદ્રામાં બેઠેલા સંતોના લોકો દર્શન કરી રહ્યા છે ત્યારે 5  કિલોથી વધુ  રૂદ્રાક્ષની માળા પહેરેલા ભભૂતધારી સંત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.

Advertisement

ગેબી ગીરનારમાં અનેક સિદ્ધહસ્ત સાધુઓ ભૂગર્ભમાં ગુફા કરીને તપ કરતા હોય છે. આ સાધુઓ ભવનાથમાં (Bhavnath melo) મહાશિવરાત્રીએ મંદિર પર ધજા ચઢે ત્યારે જ વર્ષમાં માત્ર એકવાર ગુફામાંથી બહાર આવે છે અને શિવરાત્રી પુરી થતા આ સાધુઓ પરત ક્યાં અને ક્યારે ફરે છે તે રહસ્ય આજસુધી અકબંધ રહ્યુ છે. જો કે એક માન્યતા એવી છે કે શિવરાત્રીની મધરાતે રવાડી બાદ ભવનાથ મંદિરના મૃગી કુંડમાં સ્નાન લેતા કેટલાક અદૃશ્ય થઈ જાય છે. ગેબી ગીરનારની ગોદમાં આવા અનેક અકળ રહસ્યો ધરબાયેલા છે.

Advertisement

હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી

ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રિ મેળાનો આરંભ થયો છે, ત્યારે દેશભરમાંથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળ્યા છે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી છે.

Advertisement

મહત્વ મહાશિવરાત્રિના મેળાનું છે
જેટલું મહત્વ કુંભ મેળાનું છે, તેટલું જ મહત્વ મહાશિવરાત્રિના મેળાનું છે. મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે દિગમ્બર સાધુઓનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે. જેમાં સાધુઓ અંગ કસરતના દાવ, તલવાર બાજી જેવી અવનવા કરતબો કરે છે. એક લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરમાં પાસે આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ સાધુ, સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. કહેવાય છેકે આ કુંડમાં ન્હાવા પડેલા અમુક સાધુઓ બહાર નથી આવતા અને ત્યાંથી જ અદ્રશ્ય થઈ જાય છે.આ એક માન્યતા છે. પરંતુ જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી.

આ  પણ  વાંચો - Maha Shivratri 2024 :આવતીકાલે મહાશિવરાત્રિ, જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને શિવરાત્રીનુ મહત્વ

આ  પણ  વાંચો - Mahashivratri : વલસાડમાં 11 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

Tags :
Advertisement

.