Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

West Bengal: ગંગાસાગર જતા સાધુઓને નિર્વસ્ત્ર કરીને માર માર્યા, બીજેપીએ કહ્યું, ‘પ.બંગાળમાં હિંદુ હોવું...

West Bengal: પશ્ચિમ બંગાળના પુરુલિયામાં મહારાષ્ટ્રના પાલઘર જેવી હેરાન કરી દેતી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક ટોળાએ કેટલાક સાધુઓને નિર્વસ્ત્ર કરીને રોક્યા અને પછી માર માર્યો હતો. ટોળાએ સાધુઓના કપડા ફાડી નાખ્યા અને નિર્દયતાથી માર માર્યા હતો. આ...
west bengal  ગંગાસાગર જતા સાધુઓને નિર્વસ્ત્ર કરીને માર માર્યા  બીજેપીએ કહ્યું  ‘પ બંગાળમાં હિંદુ હોવું
Advertisement

West Bengal: પશ્ચિમ બંગાળના પુરુલિયામાં મહારાષ્ટ્રના પાલઘર જેવી હેરાન કરી દેતી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક ટોળાએ કેટલાક સાધુઓને નિર્વસ્ત્ર કરીને રોક્યા અને પછી માર માર્યો હતો. ટોળાએ સાધુઓના કપડા ફાડી નાખ્યા અને નિર્દયતાથી માર માર્યા હતો. આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસની આલોચના કરી હતી.ટીએમલીએ આ આરોપ પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, પોલીસ 12 લોકોની ધરપકડ કરી છે.

Advertisement

મમતા બેનર્જીની ખામોશી પર સવાલ

પશ્ચિમ બંગાળમાં ભાજપના સોશિયલ મીડિયામાં શુક્રવારે પાર્ટીના આઈપી સેલના પ્રમુખ અમિત માલવીય દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એખ વીડિયોમાં ટિપ્પણી કરતા લખ્યું કે, ‘મમતા બેનર્જીને પોતાના ખામોશી પર શરમ આવી જોઈએ! શું હિંદુ સાધુઓ તમારી માન્યતાને યોગ્ય નથી? આ અત્યાચાર પર જવાબ આપવાની માંગ કરે છે.’

Advertisement

Advertisement

પ. બંગાળમાં મહારાષ્ટ્રના પાલઘર જેવી ઘટના

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા 30 સેકન્ડના આ વીડિયોમાં સાધુઓને એક ટોળી નિર્વસ્ત્ર કરીને મારતા હોવાની બતાવવામાં આવ્યું છે. આ ઘટનાની તુલના 2020માં મહારાષ્ટ્રમાં થયેલી પાલઘર મોબ લિંચિંગ ઘટના સાથે કરતા અમિત માલવીયને લખ્યું કે, ‘પશ્ચિમ બંગાળ(West Bengal)ના પુરુલિયામાંથી એકદમ આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે... મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા સાધુઓને સત્તાધારી TMC સાથે સંકળાયેલા ગુનેગારોએ નિર્વસ્ત્ર કરીને માર માર્યો હતો.’

આ પણ વાંચો: PM આજે બિહારના પ્રવાસે, ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત

મમતા બેનર્જી સરકારની થઈ આકરી ટીકા

ભાજપ નેતાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં હિંદુ હોવું એ ગુના છે. તેમણે આરોપ આપતા કહ્યું કે, મમતા બેનર્જીના શાસનમાં શાહજહાં શેખ જેવી વ્યક્તિઓ, જેમને તેમણે આતંકવાદીઓનું લેબલ આપ્યું હતું, તેમને રાજ્યનું રક્ષણ મળ્યું હતું, જ્યારે સાધુઓને ટોળા દ્વારા કરવામાં આવેલ હત્યાનો સામનો કરવો પડ્યો. આ સાથે જ ભાજપ બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદારે મમતા બેનર્જી સરકારની ટીકા કરી હતી.

કોણ છે આ શાહજહાં શેખ?

બંગાળના ઉત્તર 24 પરગનામાં દરોડા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલો થયા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અગ્રણી સભ્ય અને સ્થાનિક નેતા શાહજહાં શેખ છુપાયેલા હોવાનું કહેવાય છે. કથિત રાશન કૌભાંડ સંબંધિત હુમલામાં શેખ અને અન્ય TMC નેતા શંકર આધ્યાની મિલકતોને નિશાન બનાવવામાં આવી હતી. અજ્ઞાત લોકોએ અધિકારીઓ પર હુમલો કર્યો, વાહનોમાં તોડફોડ કરી અને EDના ત્રણ સભ્યોને ઘાયલ કર્યા હતા. આ પછી, નાગરિક ભરતીમાં ગેરરીતિઓના સંબંધમાં મંત્રી સુજીત બોઝ અને TMC ધારાસભ્ય તાપસ રોયની મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×