Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHAVNAGAR : અધૂરો ઓવરબ્રિજ બન્યો લોકોની હાલાકીનું કારણ, વાંચો અહેવાલ

BHAVNAGAR : ભાવનગર (BHAVNAGAR) જિલ્લાના પાલીતાણામાં ગુજરાત શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાર વર્ષ પૂર્વે 23 કરોડના ખર્ચે ઓવર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ ત્રણ વર્ષ વીતી જવા છતાં પણ આ ઓવર બ્રિજને અધૂરો છોડી દેવામાં આવતા અહીંથી પસાર થતા...
bhavnagar   અધૂરો ઓવરબ્રિજ બન્યો લોકોની હાલાકીનું કારણ  વાંચો અહેવાલ

BHAVNAGAR : ભાવનગર (BHAVNAGAR) જિલ્લાના પાલીતાણામાં ગુજરાત શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાર વર્ષ પૂર્વે 23 કરોડના ખર્ચે ઓવર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ ત્રણ વર્ષ વીતી જવા છતાં પણ આ ઓવર બ્રિજને અધૂરો છોડી દેવામાં આવતા અહીંથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે તેવામાં ઓવરબ્રિજ કામનું કામ અધુરુ હોવાને કારણે અહીંથી પસાર થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ બ્રીજ કામ શરૂ કરવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે.

Advertisement


તીર્થ નગરી પાલીતાણામાં ચાર વર્ષ પૂર્વે ગુજરાત શહેરી વિકાસ બોર્ડ દ્વારા પાલીતાણાની જનતા માટે વિકાસલક્ષી ઓવરબ્રિજનું નિર્માણ 23 કરોડના ખર્ચે ચાર વર્ષ પૂર્વે થયું હતું. પરંતુ આજ દિન સુધીના કામ માત્ર 40% જેવું થવા પામ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષથી તો આ કામ જેમનું તેમ છોડી દેવામાં આવ્યું છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ વિસ્તારમાં સ્કૂલો કોલેજો અને ઇમરજન્સી હોસ્પિટલોની સેવાઓ પણ હોવાથી પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આ જ રોડ પર અવરજવર કરતા હોય છે. પરંતુ આ ઓવરબ્રિજને અધૂરો છોડી દેવા હતા હાલ ચોમાસાનો પણ સમય છે અગાઉ પણ ત્રણ ચોમાસા વિતવા છતાં આવરિજને જેમનો તેમ છોડી દેવાયો છે. પરંતુ તંત્ર ક્યારે આ બ્રિજનું કામ પૂર્ણ કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Ahmedabad: સાબરમતી જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો વીડિયો વાયરલ

Advertisement

Tags :
Advertisement

.