Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar GSRTC નો મહત્વનો નિર્ણય, દિવાળીના તહેવારમાં 100 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે

Bhavnagar GSRTC: દિવાળીના તહેવારમાં લોકો મોટા પ્રમાણમાં મુસાફરી કરતા હોય છે. જેના માટે એસટી વિભાગ દ્વારા સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
bhavnagar gsrtc નો મહત્વનો નિર્ણય  દિવાળીના તહેવારમાં 100 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે
Advertisement
  1. ભાવનગર GSRTC દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે
  2. દિવાળીના તહેવારમાં મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરાશે
  3. કુલ 8 ડેપો પરથી 100 થી વધુ એક્સ્ટ્રા બસો મુકવામાં આવશે

Bhavnagar GSRTC: દિવાળીના તહેવારમાં લોકો મોટા પ્રમાણમાં મુસાફરી કરતા હોય છે. જેના માટે એસટી વિભાગ દ્વારા સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિવાળી તહેવારને લઈ ભાવનગર GSRTC દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. દિવાળી તહેવારો દરમિયાન પોતાના વતન તરફ પ્રવાસ કરતા લોકો માટે ભાવનગર ડિવિઝનની એસટી વિભાગની એક્સ્ટ્રા બસો મુકવામાં આવશે.

Advertisement

8 ડેપો પરથી 100 થી વધુ એક્સ્ટ્રા બસો મુકવામાં આવશે

મળતી જાણકારી પ્રમાણે દિવાળી તહેવારનેં લઈ ભાવનગર (Bhavnagar) ડિવિઝનના કુલ 8 ડેપો પરથી 100 થી વધુ એક્સ્ટ્રા બસો મુકવામાં આવશે. ભાવનગર, ગારીયાધાર, તળાજા, મહુવા, પાલીતાણા, બોટાદ, ગઢડા અને બરવાળા મળી કુલ 8 એસટી ડેપો પરથી એસટીની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. તારીખ 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી એસટી વિભાગની એક્સ્ટ્રા બસો મુકવામાં આવશે.

Advertisement

 આ પણ વાંચો: કેનેડાની Toronto City માં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત

Advertisement

24 એક્સ્ટ્રા બસો અમદાવાદ, વડોદરા અને રાજકોટ માટે મુકાશે

તારીખ 26 ના રોજ 24 બસો એક્સ્ટ્રા પંચમહાલ જિલ્લા માટે ફાળવવામાં આવી તારીખ 27 ના રોજ કુલ સુરત માટે 50 એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે અને 24 એક્સ્ટ્રા બસો અમદાવાદ (Bhavnagar), વડોદરા અને રાજકોટ માટે મુકવામાં આવશે. આ સાથે તારીખ 27 ના રોજ પંચમહાલ ડિસ્ટ્રીકટ 24 બસો મુકવામાં આવશે. તો તારીખ 28ની વાત કરવામાં આવે તો 28 તારીખે રોજ સુરત માટે 60 બસો અને અમદાવાદ, વડોદરા અને રાજકોટ માટે 30 બસો મુકવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરની હવા બની પ્રદૂષિત, અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 218 સુધી પહોંચ્યો

તારીખ 29 ના રોજ સુરત માટે 25 બસો મુકાવામાં આવશે

આ સાથે સાથે તારીખ 28 ના રોજ પંચમહાલ જિલ્લા 18 બસો મુકવામાં આવશે. તારીખ 29 ના રોજ સુરત માટે 25 બસો અને અમદાવાદ (Bhavnagar), વડોદરા અને રોજકોટ માટે 18 બસો મુકવામાં આવશે. 50 પેસેન્જર એક જ જગ્યા પર ભેગા થશે અને એસટી વિભાગને જાણ કરશે તો તંત્ર દ્વારા બસ સ્થળ પર પેસેન્જરોને લેવા માટે જશે. તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Banaskantha: શાળાના આચાર્યની કરતૂત, શિક્ષણ નિયામકનો નકલી પત્ર બનાવી શિક્ષકની બદલી

Tags :
Advertisement

.

×