Bhavnagar: નકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે નકલી પોલીસ! વાહન રોકી પૂછપરછ કરતો વીડિયો વાયરલ
- વાયરલ વીડિયોમાં બે નકલી પોલીસ કર્મી જોવા મળી રહ્યા છે
- આ વાયરલ વીડિયો ગારીયાધાર તાલુકાનો હોવાનું પ્રાથમિક અનુમાન
- ગુજરાત ફર્સ્ટ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી
Bhavnagar: ગુજરાતમાં અત્યારે નકલી નકલીની ભરમાર જામી છે, અનેક જગ્યાએથી આવા કેસો સામે આવી રહ્યાં છે. જો કે, મહત્વની વાત એ છે કે, અત્યારે લોકો જાગૃત થઈ ગયા છે અને નકલીનો પ્રતિકાર કરી રહ્યાં છે. ભાવનગર (Bhavnagar)માં ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અહીં ભાવનગર (Bhavnagar) જિલ્લામાં નકલી પોલીસ (Fale Police)નો પર્દાફાશ થયો છે. કેટલાક લોકો નકલી પોલીસ બનીને ભાવનગરમાં વાહન રોકીને પૂછપરછ કરતા હોય તેવો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થયો છે.
આ પણ વાંચો: ગુજરાત અંગે ખોટો Video વાઇરલ કરનાર સામે Ahmedabad સાઇબર ક્રાઇમની મોટી કાર્યવાહી
વાયરલ વીડિયો ભાવનગરના ગારીયાધાર તાલુકાનો હોવાનું અનુમાન
વીડિયોની વાત કરવામાં આવે તો બે નકલી પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ રાહદારીઓ સાથે પૂછપરછ કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ બાઈક ચાલકો પાસે લાયસન્સ પણ માંગ્યા હોવાનું વીડિયોમાં ચર્ચાઈ રહ્યું છે. આ વાયરલ વીડિયો ભાવનગર (Bhavnagar)ના ગારીયાધાર (Gariyadhar) તાલુકાનો હોવાનું જણાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં લોકો કહીં રહ્યાં છે કે, એક વ્યક્તિ પોતાને પીએસઆઈ ગણાવીને લોકોની પૂછપરછ કરી રહ્યો હતો, એટલું જ નહીં પરંતુ તેની સાથે રહેલા એક વ્યક્તિએ તો લોકોની તપાસ પણ કરી હતી. જોકે, ત્યાં હાજર લોકોએ આ નકલી પોલીસનો વીડિયો બનાવી દીધો હતો, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: બોનસ-મીઠાઇના અસ્વીકાર બાદ પંચાયતના વોટ્સએપ ગ્રુપમાં ફોટો મુકતા માથાકુટ
આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય
મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થો, નકલી કચેરી અને નકલી અધિકારી બાદ હવે નકલી પોલીસ પણ ઝડપાઈ છે. અત્યારે લોકો માંગણી કરી રહ્યાં છે કે, આ નકલી પોલીસ બનીને ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં પરંતુ નકલી પોલીસ બનીને ફરતા આ લોકો પાસે જે ગાડી હતી તેના પર GOVT.OF.GUJARAT (U.T) લખેલું હોય તેવું વીડિયોમાં જોવા મળ્યું છે. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે. અન્યથા આવા વ્યક્તિઓ સામાન્ય લોકોને લૂંટતા રહેશે અને તેના કારણે ગુજરાતના સાચી પોલીસ બદનામ થશે. આ નકલી પોલીસને વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જો કે, આ વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના DGP ને પદ પરથી હટાવ્યા, જાણો કેમ...