BHARUCH : મતદાન કરો અને ફિલ્મ નિહાળો 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે...
BHARUCH : ભરૂચ લોકસભા બેઠક ઉપર 7 મી મેના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે તે માટેની તમામ સુવિધા સાથે તમામ મતદાન મથકો ઉપર મેડકિલ સુવિધા,સીસીટીવી...
BHARUCH : ભરૂચ લોકસભા બેઠક ઉપર 7 મી મેના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે તે માટેની તમામ સુવિધા સાથે તમામ મતદાન મથકો ઉપર મેડકિલ સુવિધા,સીસીટીવી સાથે તમામ સુવિધાઓ સાથે આખરી ઓપ આપ્યો છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર 1893 મતદાન મથકો ઉપર 17 લાખ થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવા પ્રયાસો કર્યા છે.
Advertisement
BHARUCH જિલ્લામાં કુલ 1893 મતદાન મથકો ઉપર મતદાન
ભરૂચ લોકસભા બેઠક ઉપર કુલ હરીફ 13 ઉમેદવારો માટે 7 મી મે ના રોજ 7 વિધાનસભા મતવિસ્તારમાં કુલ 1893 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા યોજાનાર છે. મતદાન મથકો ઉપર ઈવીએમ મશીન અને વીવીપેટ સહિતની સામગ્રી મતદાન મથકના અધિકારીઓને વિતરણ કરવામાં આવી છે. તમામ મતદાન મથકો ઉપર મતદારો શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેમજ મતદાન મથકો ઉપર મતદારોને કોઈપણ જાતની આરોગ્યલક્ષી તફ્લીક ન પડે તે માટેની કાળજી રાખવામાં આવી છે.
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા
જેમાં જીલ્લામાં એક ડીસ્ટ્રીકટ હોસ્પિટલ,જંબુસરમાં ડીસ્ટ્રીકટ એક હોસ્પિટલ,કોમ્યુનિટી હેલ્થ સેન્ટર 9,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 41,અર્બન હેલ્થ સેન્ટર 7,મેડિકલ ઓફિસર 53,મલ્ટીપરપર્સ 212,ફિમેલ હેલ્થ વર્કર 274,હેલ્થ સુપરવાઈઝર 54,એમ્બ્યુલન્સ 52 તથા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ 19 તથા 26 મેડિકલ ટીમો મતદાનના દિવસે ખરેપગે સેવા આપનાર છે. ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને કોઈપણ ફરિયાદ ચૂંટણી લક્ષી મળે તો 100 મિનિટમાં તેનો નિકાલ થાય તેવી તમામ વ્યવસ્થા સાથે મતદાન મથકો ઉપર ફરજ નિભાવનારા અધિકારીઓ અને કર્મચારીઓનું ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોય તેમ ભરૂચ જીલ્લા ચૂંટણી પંચના અધિકારી અને જીલ્લા કલેકટર તુષાર સુમેરાએ કહ્યું હતું.
પોલીસ વિભાગ તરફથી આગોતરી તૈયારી
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જીલ્લા પોલીસ વિભાગ તરફથી આગોતરી તૈયારી કરી સીઝરના કેસ,લિકર ના કેસ,નાર્કોટિક્સ તથા તોફાની તત્ત્વોને પાસા પણ કરવામાં આવ્યા છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદારો કરી શકે તે માટે 1302 પોલીસ જવાનો,240 હોમગાર્ડ જવાનો,1492 જીઆરડી જવાનો,7 કંપની એ.એ.પી.એફ તથા એસઆરપી ની 1 પ્લાટુર્ન નો સમાવેશ કરી તમામને બંદોબસ્તમાં તહેનાત કરાયા હોય તેમ જીલ્લા પોલીસવડા મયુર ચાવડા એ કહ્યું હતું.
ભરૂચ જિલ્લામાં મતદાર મતદાન કર્યું છે તેનું ચિન્હ બતાવી 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે નિહાળી શકશે ફિલ્મ
Advertisement
ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે 7 મી મે ના રોજ મતદાન યોજાનાર છે.આ દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવી છે અને જો કોઈ કર્મચારી અધિકારી કે કંપની દ્વારા રજા નહિ આપવામાં આવે તો એક્શન 135 બી મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવશે. તેમ ચૂંટણી અધિકારી અને કલેકટરે પ્રેસ કોન્ફરસમાં કહ્યું હતું. સાથે ભરૂચ જીલ્લાના કોઈપણ થિયેટરમાં કોઈપણ નાગરિક મતદાન કરેલ હોવાનું આંગળી પરનું ચિન્હ બતાવી 50 ટકા ડિસ્કાઉન્ટમાં ફિલ્મ નિહાળી શકશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.
મતદાન મથકો ઉપર ફરજ ઉપર રહેનાર અધિકારીઓ,કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું
ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા કુલ 11866 કર્મચારી,અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ફોર્મ 12 ની અરજી કરી હતી.જે પૈકી 8755 પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું છે અને ભરૂચના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ કુલ 5651 ઈડીસી દ્વારા મતદાન કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
આલીયાબેટ મતદાન મથક કન્ટેનરમાં
ભરૂચ જીલ્લા 151 વાગરા વિધાનસભા મતવિસ્તાર આલીયાબેટ માં અગાઉ કામ ચલાઉ તંબુમાં મતદાન કરવા માટે સુવિધા આપવામાં આવી હતી જેને અદ્યતન કરી ટેમ્પરવાળી શીપીંગ કન્ટેનરમાં મતદારોની મતદાન કરવાની સુવિધા કરવામાં આવી છે.જેમાં હાલ 136 મહિલા અને 118 પુરુષ મળી કુલ 254 મતદારો મતદાન કરશે અને આ મતદાન મથક થી મતદારોએ 82 કી.મીનું અંતર કાપવું પડતું હતું કે હાલ સ્થાનિકકક્ષાએ સુવિધા કરવામાં આવતા મતદારોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
અહેવાલ : દિનેશ મકવાણા
આ પણ વાંચો : Vapi GIDC Murder Case: મામાએ જ કરી હતી પોતાના ભાણેજની હત્યા, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો