Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: અજાણ્યા લોકોએ યુવકને ચોર સમજીને માર માર્યો, જાણો સમગ્ર ઘટના

સોડગામથી દેસાડ જવાના માર્ગ પર યુવાનને રોકીને માર્યો માર અજાણ્યા લોકોએ યુવકની કાર અટકાવી માર મારી કારમાં તોડફોડ કરી યુવક ગભરાઈ જતા ત્યાથી કાર લઈને નીકળી ગયો હતો કારનું પાસિંગ અન્ય જિલ્લાનું હોવાથી લોકોએ ચોર સમજીને માર્યો Bharuch: ભરૂચના...
bharuch  અજાણ્યા લોકોએ યુવકને ચોર સમજીને માર માર્યો  જાણો સમગ્ર ઘટના
  1. સોડગામથી દેસાડ જવાના માર્ગ પર યુવાનને રોકીને માર્યો માર
  2. અજાણ્યા લોકોએ યુવકની કાર અટકાવી માર મારી કારમાં તોડફોડ કરી
  3. યુવક ગભરાઈ જતા ત્યાથી કાર લઈને નીકળી ગયો હતો
  4. કારનું પાસિંગ અન્ય જિલ્લાનું હોવાથી લોકોએ ચોર સમજીને માર્યો

Bharuch: ભરૂચના વાલિયામાં યુવકને લોકોએ ચોર સમજીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. સોડગામથી દેસાડ જવાના માર્ગ પર યુવાનને રોકીને માર માર્યો હતો. અજાણ્યા લોકોએ યુવકની કાર અટકાવી માર મારી કારમાં તોડફોડ કરી હતી. નોંધનીય છે કે, યુવક ગભરાઈ જતા ત્યાંથી કાર લઈને નીકળી ગયો હતો. કારનું પાસિંગ અન્ય જિલ્લાનું હોવાથી લોકોએ ચોર સમજીને માર્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે યુવકે વાલિયા પોલીસમાં અરજી દાખલ કરી છે. વિવિધ ગામમાં ચોર ફરતા હોવાનો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલો છે. મેસેજ વાયરલ થતા ગામના યુવાનો દરરોજ ઉજાગરા કરી રહ્યા છે. લોકોને સોશિયલ મીડિયાની અફવાથી દૂર રહેવા Bharuch Police દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: ֹ‘સ્વચ્છતાની બુનિયાદી જરૂરિયાતને સમજાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીજી પછી બીજા રાષ્ટ્રીય નેતા’

ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા

વાલિયાના સોડગામથી દેસાડને જોડતા માર્ગ પરથી પસાર થતાં યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર વિવિધ ગામોમાં ચોર ફરી રહ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાલીયાના વિવિધ ગામોમાં પણ યુવાનો રાત્રીરોન કરી રહ્યા છે. આ દરમ્યાન આજે વહેલી સવારે વાલીયાના સોડગામથી દેસાડ જવાના માર્ગ પરથી પસાર થઇ યુવાનને લોકોએ રોકી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સોડગામનો ગામનો રહેવાસી જયવિરસિંહ ડોડીયા આજે વહેલી સવારે નોકરીએ જવા નીકળ્યો હતો. ત્યારે સોડગામ દેસાડ માર્ગ પર કેટલાક અજાણ્યા લોકોએ તેની કાર અટકાવી તેને માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Staff Nurse Recruitment: સ્ટાફ નર્સની ભરતીને લઈ મોટી જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે અરજી પ્રક્રિયા

યુવાન દ્વારા વાલીયા પોલીસમાં અરજી આપવામાં આવી

જો કે ગભરાયેલ યુવાન બાદમાં કાર લઈ ત્યાંથી નીકળી ગયો હતો. યુવાનની કારનું પાર્સિંગ અન્ય જિલ્લાનું હોય લોકોએ તેને ચોર સમજી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે યુવાન દ્વારા વાલીયા પોલીસમાં અરજી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ થઈ રહ્યા છે, ત્યારે લોકોને અફવાઓથી દુર રહી આ પ્રકારે કાયદો હાથમાં ન લેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: જાહેર રસ્તા પર ભાન ભૂલ્યા ABVP નેતાઓ, જીવ જોખમાય એ રીતે વાહન પર બેસીને કરી સવારી

Tags :
Advertisement

.