ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: પાનોલીમાં ચીમનીના બાંધકામમાં ફસાયા શ્રમજીવીનું દિલ ધડક રેસ્ક્યું!

પાનોલીમાં કંપનીનાં ચીમનીના કામ દરમિયાન સર્જાઈ ઘટના 30 મીટર ઉંચાઈ પર કામ કરી રહ્યા હતા શ્રમજીવીઓ અચાનક સ્ટ્રક્ચર નીચે પડતા શ્રમજીવીઓ ફસાયા ક્રેઈનની મદદથી કામદારોનું કર્યું રેસ્ક્યુ Bharuch:ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પાનોલી (Panoli)જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીમાં ચીમની (Chimney)ઉપર કામ કરી...
08:56 PM Sep 24, 2024 IST | Hiren Dave

Bharuch:ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પાનોલી (Panoli)જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીમાં ચીમની (Chimney)ઉપર કામ કરી રહેલા 4 કામદારો (workers)અચાનક બાબુનો સપોર્ટ તૂટી જતા સીમની ઉપર ફસાયા હતા તે જ ફૂટ ઊંચાઈ ઉપર ફસાયેલા કામદારોને 4 કલાકની મહેનત અને ક્રેનની મદદથી 4 કામદારોનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવતા આખરે ઉદ્યોગોમાં કામદારોના સેફટી સામે પણ સવાલો ભાગ થઈ ગયા છે

શું ઉદ્યોગોમાં કામદારોની સેફટી રાખવામાં આવે છે

એવું કહેવાય છે કે એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો સ્થપાયેલા હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે અને 9 તાલુકા પૈકી 8 તાલુકા તો ઔદ્યોગિક વસાહતોથી ધમધમે છે પરંતુ શું ઉદ્યોગોમાં કામદારોની સેફટી રાખવામાં આવે છે ખરી તેવા સવાલો વચ્ચે હાલમાં જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની પાનોલી જીઆઇડીસી ની એક કંપનીમાં 30 ફૂટ ઊંચાઈ ઉપર એક કંપનીમાં ચીમની પર કામ કરી રહેલ 4 કામદારો અચાનક બામ્બુનો સપોર્ટ ટુટી જતા ચીમની પર ફસાયા જતા કામદારોને બચાવવા માટે 4 કલાકની ભારે જેહમદ બાદ 4 કામદારોને ક્રેન વડે નીચે ઉતારવામાં આવ્યા હોવાના ચોકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે જોકે જેને રામ રાખે તેને કોણ ચાખે આ પંક્તિ અહીંયા સાર્થક થાય છે જીવના જોખમે ફસાયેલા 4 કામદારોને દિલ ધડક રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવતા કંપની સત્તાધીશો અને કામદારોમાં પણ જીવમાં જીવ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો

આ પણ  વાંચો -Bharuch:રાજપીપલા ચોકડી પાસે નહેરમાં મોટું ગાબડું પડતાં જળબંબાકાર

કામદારોને ક્રેનની મદદથી  બચાવવામાં આવ્યા

સમગ્ર 30 ફુટની ઊંચાઈ ઉપર ફસાયેલા ચાર કામદારોને ક્રેનની મદદથી બચાવવામાં આવી રહ્યા હોય તેવાના વિડીયો પણ સામે આવ્યા છે અને આવા દિલ ધારક રેસ્ક્યુને લઈ સૌ કોઈમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ઔદ્યોગિક માં ખરેખર કામદારોની કેટલી સેફટી છે તે અંગે પણ સેફ્ટી ઇન્સ્પેક્ટર તેમની ટીમ સાથે ઓચિંતી સ્થળ મુલાકાત કરી કામદારોની સાચા અર્થમાં સેફટી અંગે સુરક્ષા રાખવામાં આવે છે કે કેમ તેની પણ ઝીણવટ ભરી તપાસ કરી કાર્યવાહી કરે તે પણ જરૂરી છે

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ 

Tags :
30 meters highBharuchChimneyConstructionPanoliTrapped Heart poundedWorkers
Next Article
Home Shorts Stories Videos