Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : હલદરવા ડિવિઝનનાં કર્મચારીનાં મોત મામલે તપાસ કરવા ઊર્જા મંત્રીને રજૂઆત

ભરૂચ (Bharuch) જિલ્લાનાં આમોદ તાલુકામાં જતી હલદરવા ડિવિઝનની લાઈનમાં ફરજ બજાવતા એમ.એ. ગોહિલ લાઈનમેનનું મોત તથા અન્ય કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોય તે મામલે કોણી ફરજમાં બેદરકારી છે તે બદલ તપાસ કરવા સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સરકારનાં...
bharuch   હલદરવા ડિવિઝનનાં કર્મચારીનાં મોત મામલે તપાસ કરવા ઊર્જા મંત્રીને રજૂઆત

ભરૂચ (Bharuch) જિલ્લાનાં આમોદ તાલુકામાં જતી હલદરવા ડિવિઝનની લાઈનમાં ફરજ બજાવતા એમ.એ. ગોહિલ લાઈનમેનનું મોત તથા અન્ય કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોય તે મામલે કોણી ફરજમાં બેદરકારી છે તે બદલ તપાસ કરવા સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સરકારનાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુ દેસાઈને (Kanu Desai) આવેદન કરી સાચી દિશામાં તપાસ કરાવવાની માગ કરી છે.

Advertisement

ટાવર પાડવામાં કોણી બેદરકારી છે તે દિશામાં તપાસ કરવા માંગ

ભરૂચ (Bharuch) જિલ્લાનાં જેટકો કંપનીનાં (JETCO) સર્કલનાં તાંબા હેઠળનાં હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા એમ.એ. ગોહિલ લાઈનમેનને ફરજ દરમિયાન તેઓ સાથે અન્ય ત્રણ કર્મચારીઓને પ્રાણઘાટી અકસ્માત થયો છે, જેમાં ટાવર પરની ટોંચની સાઈટનો કટાઈ જવાનાં કારણે કેટલોક ભાગ ધસી પડતાં એમ.એ. ગોહિલનું ઈજાનાં પગલે મોત થયું હતું, જેમાં અન્ય 3 કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ટાવર ધસી પાડવામાં કોણી ફરજમાં બેદરકારી છે તે દિશામાં તપાસ કરવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમના મોતનો મલાજો જળવ્યા તેવા પ્રસાયો ન થયા હોય તેવા આક્ષેપ સાથે તપાસ કરવા માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ (Akhil Gujarat Vidyut Kamdar Sangh) દ્વારા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈને (Kanu Desai) આદેવન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબતે પણ છે કે મૃતકનાં પરિવાર સહિત GEB નાં કર્મચારીઓએ પણ ભરૂચની જીઈબી કચેરીએ લેખિતમાં રજૂઆત કરી છે.

ટાવર તૂટી પડતાં કર્મચારીઓ નીચે કાદવ કિચડમાં પટકાયા, એકનું ઘટના સ્થળે મોત

આમોદનાં કોલવણા (Kolvana) ગામના યુવાનો પૈકી એક યુવાને કમર્ચારી મહેશભાઈને CPRઆપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે નિષ્ફળ નિવડયો હતો.જ્યારે મહેશભાઈને આમોદનાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા તેમને ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.જો કે મુખ્ય માર્ગથી અડધો કિ.મી અંદર કાદવ કિચડમાંથી કોલવણાનાં યુવાનોએ મહેશભાઈ સહિતનાં અન્ય ઈજાગ્રસ્ત કર્મીઓને મહામુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતુ. ટાવર તૂટવાની ઘટનામાં વિષ્ણુભાઈ પટેલ અને દીપકભાઈ વસાવા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

આ પણ વાંચો - Jayesh Raddia : સુરતમાં જયેશ રાદડિયાના પ્રહાર, કહ્યું- સમાજને માયકાંગલાઓની જરુર નથી..!

આ પણ વાંચો - Gujarat BJP : સંસદીય દળ એ ગુજરાતનાં આ બે સાંસદોને સોંપી મહત્ત્વની જવાબદારી

આ પણ વાંચો - Ambaji : ગુજરાતમાં મંત્રીનો પરિવાર પણ સલામત નથી! આરોગ્યમંત્રીના ભાઈની દુકાન પર પથરમારો

Tags :
Advertisement

.