Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : નંબર પ્લેટ વગરની, PRESS લખેલી કાર તપાસતા પિસ્તોલ મળી, એકની ધરપકડ

ભરૂચ (Bharuch) જિલ્લામાં બિલાડીની ટોપની માફક પત્રકારોનો રાફડો ફાટ્યો છે અને હવે તો યૂટ્યુબર્સ પણ પ્રેસકાર્ડ ઈશ્યૂં કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નંબર પ્લેટ વગરની ફોર વ્હીલર ગાડીમાં પ્રેસ લખાણની નેમ પ્લેટવાળી ગાડીને પોલીસે તપાસતા સ્ટેયરિંગ પાસેથી...
bharuch   નંબર પ્લેટ વગરની  press લખેલી કાર તપાસતા પિસ્તોલ મળી  એકની ધરપકડ
Advertisement

ભરૂચ (Bharuch) જિલ્લામાં બિલાડીની ટોપની માફક પત્રકારોનો રાફડો ફાટ્યો છે અને હવે તો યૂટ્યુબર્સ પણ પ્રેસકાર્ડ ઈશ્યૂં કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નંબર પ્લેટ વગરની ફોર વ્હીલર ગાડીમાં પ્રેસ લખાણની નેમ પ્લેટવાળી ગાડીને પોલીસે તપાસતા સ્ટેયરિંગ પાસેથી પિસ્તોલ મળી આવી હતી અને વધુ તપાસ કરતા બુલેટ ચોરી કરી હોવાની કબૂલાત પણ કારચાલકે કરતાં પ્રેસનાં લખાણવાળી ગાડીઓમાં જ ગોરખ ધંધા થતાં હોવાનો ભાંડો પોલીસે ફોડી નાંખ્યો છે.

આ પણ વાંચો - Daman માં કોઈ VIP ડૂબ્યું કે શું ? અચાનક કોસ્ટ ગાર્ડની બોટ અને હેલિકોપ્ટર ધસી આવ્યા અને....

Advertisement

ભરૂચ એ ડિવિઝન પોલીસે (Bharuch A division Police) પાંચબત્તી વિસ્તારમાં તપાસ કરી હતી. દરમિયાન બુલેટ ચોરીનો આરોપી ફોર વ્હીલર ગાડીમાં પસાર થવાનો હોવાની બાતમીનાં આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન, એક ફોર વ્હીલર ગાડી નંબર વગરની અને ગાડીમાં પ્રેસનું પાટિયું લગાડેલું હોય તે ગાડી રોકી તેના ચાલકનું નામ પૂછતાં જલાલદીન અલીભાઈ સૈયદ (રહે. મૂળ કરજણ તાલુકાના માકણ ગામ) અને હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અસ્મા પાર્ક સોસાયટીનો હોવાનું તેમ જ પોલીસે તપાસ કરતા આ જ કારચાલકે ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં બુલેટ ચોરી કરી હોવાનું ફલિત થતા તેનો મોબાઈલ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે ઓનલાઇન ટાસ્ક પૂરો કરવાનાં બહાને રૂ. 9.61 લાખનું સાઇબર ફ્રોડ

પોલીસે આરોપી જલાલદીન અલીભાઈ સૈયદની કડક પૂછપરછ કરતા કારમાં સ્ટિયરિંગ નીચે ડેક્સ બોર્ડનાં ભાગે પિસ્તોલ સંતાડેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર અને પિસ્તોલ મળી કુલ 3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપી દેશી બનાવટની પિસ્તોલ મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) રતલામનાં અકબર ઘોસી પાસેથી લાવ્યો હતો. સાથે ગાડીમાં રહેલા પ્રેસના પાટિયા અંગે ક્યાં પ્રેસમાં છે તે અંગે તપાસ કરતા કોઈ યૂટ્યુબ ચેનલનું પ્રેસ કાર્ડ હોવાનું પણ ફલિત થયું હતું . સાથે જ બુલેટ ચોરીની પણ આરોપીએ કબુલાત કરી હતી. આ મામલે પોલીસે આરોપીને ટ્રાન્સફર વોરંટ થી તાલુકા પોલીસને સોંપ્યો હતો. તાલુકા પોલીસ પાસેથી આરોપી જલાલદીન અલીભાઈ સૈયદનો (Jalaldin Alibhai Syed) કબ્જો મેળવી પિસ્તોલ તથા પત્રકારત્વ અંગે તથા પ્રેસ કાર્ડ પણ સાચું છે કે ખોટું તે દિશામાં તપાસ કરવામાં આવનાર હોવાની માહિતી પોલીસ તરફથી મળી રહી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Surat : લાંચિયા અધિકારી નરેશ જાનીના કેસમાં ACB ના આરોપીનાં ઘરે ધામા, 6 કલાક સુધી સર્ચ ઓપરેશન

Tags :
Advertisement

.

×