BHARUCH : એમજી રોડના ઢાળ નજીકની સ્કૂલ ફરી વિવાદમાં, 80 વર્ષના વૃદ્ધ ટ્રસ્ટીએ શિક્ષિકા સાથે કર્યો અભદ્ર વ્યહવાર
અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં ઢાળ નજીક આવેલી એક શૈક્ષણિક શાળામાં ટ્રસ્ટીએ પોતાની દીકરી સમાન શિક્ષિકાને અભદ્ર શબ્દ કહી અપમાનિત કરતા શિક્ષિકાએ ઘરે પહોંચી રડી પડતા કે પહોંચતા શિક્ષિકાએ બદનામીના ડરથી સ્કૂલની નોકરી છોડી અરજી કરતા ટ્રસ્ટીનું...
અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ
ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં ઢાળ નજીક આવેલી એક શૈક્ષણિક શાળામાં ટ્રસ્ટીએ પોતાની દીકરી સમાન શિક્ષિકાને અભદ્ર શબ્દ કહી અપમાનિત કરતા શિક્ષિકાએ ઘરે પહોંચી રડી પડતા કે પહોંચતા શિક્ષિકાએ બદનામીના ડરથી સ્કૂલની નોકરી છોડી અરજી કરતા ટ્રસ્ટીનું રાજીનામું લેવાયું અને અટકાયતી પગલા પણ લેવાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ભરૂચના ઢાળ નજીકની એક શૈક્ષણિક શાળામાં ૬ મહિના પહેલા એક ટ્રસ્ટીએ શિક્ષિકાને ગિફ્ટમાં અન્ડરવેર ગારમેન્ટ આપ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો અને ત્યારબાદ પણ સતત બીજી વખત શનિવારના રોજ વધુ એક 80 વર્ષના ટ્રસ્ટીએ શનિવારે ટ્રસ્ટીની ઓફિસમાં રજીસ્ટર લેવા ગયેલી અનુસૂચિત જાતિની શિક્ષિકાને રોકી અભદ્ર ભાષામાં વાત કરી હતી. આ શબ્દો સાંભળી શિક્ષિકાના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા અને ઘરે પહોંચી તેણીએ પોતાના પરિવારને આ ગેરવર્તન અંગે વાત રજૂ કરી અને પરિવાર પણ તાબડતોબ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા.
શિક્ષિકાની છેડતી સાથે અભદ્ર વાત કરનાર ટ્રસ્ટી સામે કરાયેલી અરજીમાં શિક્ષિકા પણ 19 વર્ષની ઉપરની હોય અને તેની બદનામી ન થાય અને તેના લગ્નમાં વિઘ્ન ન આવે તે માટે તેના પરિવારજનો એ પણ ટ્રસ્ટીના અટકાયતી પગલા લેવા અને અન્ય શિક્ષિકા સાથે આવું કૃત્ય ન કરે તે માટે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. જેના કારણે પોલીસે લંપટ ટ્રસ્ટ સામે અટકાયતી પગલા લઈ સ્કૂલમાંથી તેનું રાજીનામું પણ લેવડાવ્યું હોવાની માહિતી મળી રહી છે અને શિક્ષિકાએ પણ સ્કૂલમાંથી નોકરી છોડી દીધી હતી.
અગાઉ થયેલા વિવાદમાં અનેક વાલીઓએ પોતાની વિદ્યાર્થીનીઓને શાળામાંથી ઉઠાવી લીધી હતી
૬ મહિના બાદ વધુ ૧ કિસ્સો ઢાળ નજીકની શૈક્ષણિક શાળા માંથી સામે આવ્યો છે, જેમાં શનિવારે 80 વર્ષના ટ્રસ્ટીએ પોતાની દીકરી સમાન 19 વર્ષની શિક્ષિકાને એવા શબ્દો કહ્યા કે તે સ્કૂલ છોડવા તૈયાર થઈ ગઈ છે. અને આ સ્કૂલમાં અગાઉ પણ થયેલા વિવાદમાં ઘણા વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને ઉઠાવીને અન્ય શૈક્ષણિક શાળાઓમાં મૂકી દીધા હોવાની પણ માહિતી સાંભળી રહી છે ત્યારે આવા લંપટ ટ્રસ્ટીઓ સામે નક્કર પગલા ભરવામાં આવે તે પણ જરૂરી છે.
આ પણ વાંચો -- વ્રજ ગ્રુપ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓની વહારે આવ્યું, મા ખોડીયારના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્ન થશે
Advertisement