Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: ભાજપના હોદ્દેદારનું કૌભાંડ ખુલ્લું પાડનારને ડ્ર્ગ્સમાં ફસાવ્યો?

ભરૂચના મહામંત્રીના ભ્રસ્ટાચારનું કૌભાંડ સ્કૂલવાન ચાલકને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા એમડી ડ્ર્ગ્સની તપાસ ચાલી રહી છે Bharuch:ભરૂચ(Bharuch)ના રહાડપોર ગામે સ્કૂલવાનમાં ડ્ર્ગ્સની પડીકી વેચતો હોય તેવી બાતમીના આધારે પોલીસે સ્કૂલવાન ચાલક(school van driver)ને ઝડપી પાડી કાર્યવાહી કરતા સ્કૂલવાન ચાલક...
bharuch  ભાજપના હોદ્દેદારનું કૌભાંડ ખુલ્લું પાડનારને ડ્ર્ગ્સમાં ફસાવ્યો
  1. ભરૂચના મહામંત્રીના ભ્રસ્ટાચારનું કૌભાંડ
  2. સ્કૂલવાન ચાલકને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા
  3. એમડી ડ્ર્ગ્સની તપાસ ચાલી રહી છે

Bharuch:ભરૂચ(Bharuch)ના રહાડપોર ગામે સ્કૂલવાનમાં ડ્ર્ગ્સની પડીકી વેચતો હોય તેવી બાતમીના આધારે પોલીસે સ્કૂલવાન ચાલક(school van driver)ને ઝડપી પાડી કાર્યવાહી કરતા સ્કૂલવાન ચાલક એમડી ડ્ર્ગ્સનો વ્યવસાય કરતો નથી અને તે અંગેના કોઈ પુરાવા નહિ મળતા અને સ્કૂલવાન ચાલક ગામના કૌભાંડ અંગે આરટીઆઈ માંગતા હોય અને સરપંચે તેઓને ફસાવ્યો હોય તેવી કેફિયત રજુ કરતા પોલીસે જીણવટ ભરી તપાસ કરતા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી અને ગામના હાલના સરપંચ ના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચએ પોતાના પાપા છુપાવવા 4 લાખની સોપારી ડ્ર્ગ્સ મુકવા માટે આપી હોવાનું કૌભાંડ ખુલ્લું પડયું છે.

Advertisement

સ્કૂલવાન ચાલકને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા

બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ(Bharuch)ના રહાડપોર ગામે સ્કૂલવાન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં એમડી ડ્ર્ગ્સ 62 ગ્રામ તથા 5-5 ગ્રામની ડ્ર્ગ્સ પેક કરવાની થેલી તથા વજન કાંટો હોય અને તે ડ્ર્ગ્સની પડીકીઓ વેચતો હોય તેવી બાતમી એસઓજી પોલીસને મળતા પોલીસે થોડા દિવસ અગાઉ સ્કૂલવાન ચાલકને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડમાં પણ સ્કૂલવાન ચાલક પ્રકાશ પટેલ પાસેથી એમડી ડ્ર્ગ્સનો વ્યવસાય કરતો હોય અથવા તો ડ્ર્ગ્સ જેની પાસેથી લાવતો હોય તેવા કોઈ પુરાવા મળી આવ્યા ન હતા અને આખરે આની ગાડીમાં એમડી ડ્ર્ગ્સ આવ્યું કેવી રીતે તેની તપાસ પોલીસે કરતા અને પ્રકાશ પટેલને ગામના સરપંચે ફસાવ્યો હોવાની કેફિયત રજુ કરી હતી.

Advertisement

છેલ્લા બે મહિનાથી કાવતરું રચાયું હતું

સ્કૂલવાન ચાલક પાસેથી મળી આવેલા અમેડી ડ્ર્ગ્સ સહિતના મામલે પોલીસે જીણવટ ભરી તપાસ કરતા રહાડપોર ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ અને હાલના ભરૂચ ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલ રહે.રહાડપોરને પોલીસે બોલાવી કડક પૂછપરછ કરતા તેમજ તેના પણ મોબાઈલની સીડીઆર સહીત જીણવટભરી રીતે તપાસ કરવામાં આવતા આખરે તેઓ પડી ભાંગ્યા હતા અને પ્રકાશ પટેલ સ્કૂલવાન ચાલકની ગાડીમાં ડ્ર્ગ્સ સહિતની સામગ્રી મુકવા માટે છેલ્લા બે મહિનાથી કાવતરું રચાયું હતું અને તેની સ્કૂલવાનમાં સામગ્રી મુકવા માટે રહાડપોર ગામના આસ્યાના પાર્કમાં રહેતા અહેમદખાન ઉર્ફે શાહરુખ સોકત ખાન પઠાણને 4 લાખ રૂપિયા આપવાનું નક્કી કરી 3.50 લાખ રૂપિયા ડ્ર્ગ્સ સહિતની સામગ્રીઓ મુકવા માટે આપ્યા હોય જેથી પોલીસે સ્કૂલવાન ચાલકની ગાડીમાં ડ્ર્ગ્સ મુકનાર અહેમદખાન ઉર્ફે શાહરુખ સોકત ખાન પઠાણની ઘરપકડ કરતા તે ડ્ર્ગ્સનો જથ્થો વડોદરાના પટેલ ફળીયા હાથીખાના ફતેપુરાના રહીશ આફતાબ ઉર્ફે અપ્પુ સિકંન્દર શેખ પાસેથી ખરીદયું હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ ઘરપકડ કરી સમગ્ર મામલે આખરે 4 લોકોની ધરપકડ કરી છે જેમાં પ્રકાશ પટેલ સ્કૂલવાન ચાલક નિર્દોષ હોવાનો ખુલાસો થયો છે.

આ પણ  વાંચો-VIDEO:મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે:ગેનીબેન ઠાકોર

Advertisement

શું રહાડપોરમાં થતા કૌભાંડો ખુલ્લા પાડવા અને આરટીઆઈ માહિતી મંગાવી ગુનો છે?

જો તમે ગામના કૌભાંડો ખુલ્લા પાડતા હોયતો ચેતજો કારણ કે રહાડપોર ગામે પૂર્વ ડેપ્યુટી સરપંચ અને હાલ જે સરપંચ મહિલા છે તેના પતિ તેમજ ભાજપના લઘુમતિ મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલએ પોતાના કૌભાંડો છુપાવવા આરટીઆઈ હેઠળ માહિતી મેળવનારને ડ્ર્ગ્સ પ્રકરણમાં ફસાવી દીધો હોય તેવી ચર્ચાઓ વચ્ચે હાલ ભરૂચ (Bharuch)પોલીસે આખું કૌભાંડ ખુલ્લું પાડી શકે છે.

આ પણ  વાંચો-Gondal Lok Mela: લોકમેળાને સંતો, મહંતો,ધારાસભ્ય, ડે. કલેકટરના હસ્તે ખુલ્લો મુકાયો

ભાજપના  લઘુમતિ મોરચાના મહામંત્રીનો ભાંડો ફોટયો

પ્રકાશ પટેલ આમ આદમી પાર્ટીનો કાર્યકર હોય અને તેના મોબાઈલમાં બે ગૃપ પણ મળી આવ્યા હતા જેના પગલે આમ આદમી પાર્ટી એમડી ડ્ર્ગ્સમાં વિવાદમાં હોય તેવો ખુલાસો થતા તપાસમાં ભાજપના જ લઘુમતિ મોરચાના મહામંત્રીએ એમડી ડ્ર્ગ્સ સહિતની સામગ્રી મુકવા માટે 4 લાખની સોપારી આપી હોવાનો ભાંડો ફૂટી જતા ભાજપની સંસ્કારી પાર્ટીના સંસ્કારો ખુલ્લા પડી ગયા છે.

આ પણ  વાંચો-તારો પતિ તને અપનાવી લેશે તેમ કહીને ભુવાઓ મહિલા પર તુટી પડયા અને....

ડ્ર્ગ્સ સંડોવણીમાં ધરપકડ થઈ છે તો સસ્પેન્ડ કરીશું :  મારુતિસિંહ અટોદરીયા

ભરૂચ(Bharuch)માં ભાજપના અનેક હોદ્દેદારોના અનેક કારનામા ખુલ્લા પડી રહ્યા છે.તેવામાં રહાડપોર ગામના હાલના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલની એમડી ડ્ર્ગ્સ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે તેમ ટેલીફોનીક વાતચીતમાં ભાજપ જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ કહ્યું હતું તો બીજી તરફ જીલ્લા પ્રમુખનો સહી વાળો લઘુમતિ મોરચામાં નિમણૂંકીનો પત્ર પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

એમડી ડ્ર્ગ્સ પેક કરવાની થેલીઓની તપાસ પણ ચાલી રહી છે

સ્કૂલવાનમાં ડ્ર્ગ્સનો જથ્થો સાથે પ્લાસ્ટિકની થેલીઓ,વજન કાંટો સહિતની સામગ્રી અહેમદખાન ઉર્ફે શાહરુખ સોકત ખાન પઠાણ ક્યાંથી લાવ્યો છે?કેટલામાં લાવ્યો છે?તે દિશામાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ ઘટના સત્તાવાર પોલીસ તરફ પણ જાહેર થઈ શકે તેમ માહિતી મળી રહી છે.

અહેવાલ -દિનેશ મકવાણા -ભરૂચ

Tags :
Advertisement

.