Crime News : ગુજરાતમાં દારૂ ઘુસાડનાર બુટલેગર Bharuch LCB પોલીસના સકંજામાં
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રહી છે. મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વાગે કરનાર અને ત્રણ વર્ષથી ગુજરાત પોલીસની પકડથી દૂર રહેતા લિસ્ટેડ બુટલેગર અને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી છે ગુજરાતના 11 પોલીસ મથકોમાં તે વોન્ટેડ હોવાની માહિતી સામે આવી છે.
બુટલગેરના ઘરે દરોડો
ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લામાં વડોદરા ચીખલી તાપી સહિત અન્ય જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર લીસ્ટેડ બુટલેગર નિયામત અલી ઉર્ફે મુન્ના રાજને ઝડપી પાડવા માટે અને ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પોલીસ ચોપડે વોન્ટેડ પ્રોહિબિશનના આરોપીની શોધમાં પોલીસ હતી અને કોર્ટ દ્વારા પણ સીઆરપીસી કલમ 70 મુજબ ઇસ્યુ કરવામાં આવતા ભરૂચ LCB પોલીસે ગુજરાતના અન્ય જિલ્લાની પોલીસના ચોપડે વોન્ટેડ અને ભરૂચનો રહીશ લિસ્ટેડ બુટલેગર નિયામત અલી ઉર્ફે મુન્ના રાજને ઝડપી પાડવા માટે છેલ્લા ઘણા સમયથી તપાસમાં હતા તે દરમિયાન પોલીસે ત્રણ વર્ષથી વોન્ટેડ બુટલેગર અને ઝડપી પાડવા માટે તેના ઘરે પણ છાપો માર્યો હતો.
10 ગુનાનો વોન્ટેડ આરોપી
તપાસ દરમિયાન લિસ્ટેડ બુટલેગરને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો હતો તેની સામે ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં બે ગુના દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં એક દહેજ પોલીસ સ્ટેશનમાં એક નેત્રંગ પોલીસ સ્ટેશનમાં એક જંબુસર પોલીસ સ્ટેશનમાં એક આમોદ પોલીસ સ્ટેશનમાં એક મળી સાત ગુના દાખલ થયા છે ઉપરાંત ભરૂચ જિલ્લા સિવાય વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક તથા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં એક તેમજ તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં એક મળી ત્રણ ગુના દાખલ થયેલા હોવાની માહિતી સામે આવતા 10 ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. છે.
ગુનાઈત ઈતિહાસ
ઝડપાયાનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવતા તે અગાઉ પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને 11 ગુનામાં તેની સામે કાર્યવાહી પણ થઈ છે સાથે પાલનપુર જેલમાં પાસા હેઠળ સજા પણ કાપી ચૂક્યો હોવાની માહિતી સપાટી ઉપર આવી છે ભરૂચ એલસીબી પોલીસે આખા ગુજરાતની પોલીસ છેલ્લા ત્રણ વર્ષથી જે લિસ્ટેડ બુટલેગરને શોધી રહી હતી તે લિસ્ટેડ બુટલેગર નિયામત અલી ઉર્ફે મુન્નો અહેમદ રાજ રહે મદીના પાર્ક સોસાયટીનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : 3 કિલો ગાંજા સાથે ઝડપાયા બે શખ્સો, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.