Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch પાંચબત્તી વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન

ભરૂચ શહેરને માય લીવેબલ બનાવવા માટે જિલ્લા કલેકટર તનતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ ભરૂચ નગરપાલિકાનો સહકાર નથી કારણ કે છેલ્લા 10 દિવસથી ગટરના પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળતા દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી પવિત્ર રમજાનમાં રોજા રાખતા મુસ્લિમ...
08:46 PM Apr 15, 2023 IST | Viral Joshi
Bharuch overflowing sewage

ભરૂચ શહેરને માય લીવેબલ બનાવવા માટે જિલ્લા કલેકટર તનતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ ભરૂચ નગરપાલિકાનો સહકાર નથી કારણ કે છેલ્લા 10 દિવસથી ગટરના પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળતા દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી પવિત્ર રમજાનમાં રોજા રાખતા મુસ્લિમ બિરાદરોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગંદા પાણીમાંથી ઘણા લોકો ઈંટો મૂકીને પણ પસાર થઈ રહ્યા છે.

Bharuch overflowing sewage

ભરૂચ શહેરમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોડના પેચિગ વર્ગ અને સફાઈને લઈને ૨ દિવસ અગાઉ જ વિપક્ષીઓએ પવિત્ર રમજાન માસને ધ્યાનમાં રાખી સ્વચ્છતા બાબતે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસ અને રૂબરૂ રજૂઆત કરી હતી પરંતુ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પણ હવે જાડી ચામડીના થઈ ગયા છે અને વિપક્ષીઓની વાતોને પણ નજર અંદાજ કરી રહ્યા છે કારણકે ભરૂચ શહેરના હાથ સમા વિસ્તાર અને રાહદારીઓ અને વાહન ચાલકોથી ધમધમતા પાંચબત્તીમાં જ ગટર ચોકઅપ થઈ જવાના કારણે છેલ્લા 10 દિવસથી ગટરના પ્રદૂષિત મળ મૂત્ર વાળા પાણી જાહેર માર્ગો ઉપર જ ઉભરાય ઊઠ્યા છે ત્યારે જાહેર માર્ગો ઉપર ઉભળાયેલા પાણીના કારણે નગરપાલિકા સામે વિપક્ષી હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ગંભીર આક્ષેપ કરી પવિત્ર રમજાન માસમાં ગટરના પ્રદૂષિત પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી છે.

Bharuch overflowing sewage

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ શહેરમાં ગંદકીના સામ્રાજ્યના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં વાયરલ ઇન્ફેક્શન સાથે તાવ શરદી સહિતના દર્દીઓ થી ભરૂચ સિવિલ હોસ્પિટલ પણ ઉભરાઈ રહ્યું છે અને સાથે ખાનગી ક્લિનિકોમાં પણ દર્દીઓ દવા સાથે સારવાર લઈ રહ્યા છે પરંતુ ભરૂચમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોવાનો નમૂનો શહેરના હાથ સમાવ વિસ્તાર પાંચ બત્તીમાંથી જોવા મળ્યો છે ગટરના સતત પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળતા મચ્છરોના ઉપદ્રવ સાથે દુર્ગંધથી પરેશાન લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ગંદકીધામ ગાંધીધામને ઈન્દોરના તર્જ પર સ્વચ્છ બનાવવા સર્વે શરૂ

Tags :
BharuchBharuch Municipalitybharuch newsClean BharuchDisorderGujaratGujarati NewsPanchbatti AreaSewage
Next Article