Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : સાંસદ મનસુખ વસાવાનો CM ને પત્ર, પોલીસ અધિકારી સામે કર્યા ગંભીર આક્ષેપ

પોલીસ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવતા હોવાનો આરોપ પણ કર્યો છે.
bharuch   સાંસદ મનસુખ વસાવાનો cm ને પત્ર  પોલીસ અધિકારી સામે કર્યા ગંભીર આક્ષેપ
Advertisement
  1. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર (Bharuch)
  2. નબીપુર તેમ જ આમલેથાનાં પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યાં
  3. ચૂંટાયેલ પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવતા હોવાનો કર્યો દાવો
  4. અંગ્રેજોનાં શાસન કરતા પણ વધારે અત્યાચાર ગુજારે છે : મનસુખ વસાવા

Bharuch : સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. નબીપુર પોલીસ સ્ટેશન (Nabipur Police Station) અને આમલેથા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ કાયદાની ઉપરવટ જઈને કૃત્ય કર્યાનો સાંસદ મનસુખ વસાવા પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોલીસ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવતા હોવાનો આરોપ પણ કર્યો છે. જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સાંસદે (MP Mansukh Vasava) માગ કરી છે.

આ પણ વાંચો - Surat : લસકાણામાં Hit and Run નો મામલો, મુખ્ય આરોપી સહિત 3 હાલ પણ ફરાર

Advertisement

Advertisement

નબીપુર તેમ જ આમલેથાનાં પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ

માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાનાં (Bharuch) નબીપુર પોલીસ સ્ટેશન તેમ જ નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનાં (Amletha Police Station) અધિકારી સામે સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે. મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ આક્ષેપ કર્યા છે. સાંસદે પત્રમાં આરોપ સાથે લખ્યું કે, નબીપુર તેમ જ આમલેથાનાં પોલીસ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઇ પણ ગુના વગર ખોટી રીતે ધમકાવી હેરાન કરે છે. અંગ્રેજોનાં શાસન કરતા પણ વધારે પોલીસ અધિકારો અત્યાચાર ગુજારતા હોવાનો આરોપ કરાયો છે. આ સાથે સાસંદે બુટલેગરો અને રીઢા ગુનેગારોને પોલીસ છાવરે છે તેવો પણ ગંભીર આરોપ કર્યો છે.

આ પણ વાંચો - Rajkot : શાળાનાં પ્રવાસે બસનો અકસ્માત, ડ્રાઇવર નશામાં ધૂત હોવાનો આરોપ

નિર્દોશ પર ત્રાસ ગુજારે છે અને ગુનેગારોને છાવરે છે : મનસુખ વસાવા

સાંસદ મનસુખ વસાવાએ (MP Mansukh Vasava) લખ્યું કે, પોલીસ અધિકારીઓ નિર્દોશ પર ત્રાસ ગુજારે છે અને ગુનેગારોને છાવરે છે. ન્યાયપ્રિય સરકારમાં આવું ન જ થવું જોઈએ. બન્ને પોલીસ સ્ટેશનનાં અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી સરકારને માગ કરી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ કરાઈ છે. લોકસભા સાંસદ મનસુખ વસાવાએ આ પત્રને તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ પણ કર્યો છે.

આ પણ વાંચો - Junagadh: વંથલીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન, સાંસદ મનસુખ માંડવિયા રહ્યા ઉપસ્થિત