Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : યુનિવર્સલ સ્કૂલની નજીક ગેસ લીકેજથી દોડધામ, 700 બાળકોનો જીવ જોખમમાં મૂકાયો!

ગેસ લીકેજ થયો ત્યાં જ સ્ક્રેપનું ગોડાઉન પણ આવેલું હોવાથી આગની ઘટના બની હોત તો મોટી હોનારત થવાની સંભાવનાઓ વર્તાઈ હતી.
bharuch   યુનિવર્સલ સ્કૂલની નજીક ગેસ લીકેજથી દોડધામ  700 બાળકોનો જીવ જોખમમાં મૂકાયો
Advertisement
  1. Bharuch નાં મકતમપુર યુનિવર્સલ સ્કૂલની નજીક ગેસ લીકેજથી શાળા સંચાલકોની ચિંતા વધી
  2. સ્કૂલનાં 700 બાળકોને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈ રજા આપવી પડી
  3. જેટકો કંપનીની લાઇન નાખવાની કામગીરી વેળાએ JCB થી ગેસલાઇન લીકેજ થતા દુર્ગંધ ફેલાઈ

ભરૂચ (Bharuch) મકતમપુર વિસ્તારમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ જાતની સેફટી પણ રાખવામાં આવતી નથી. તેવા સમયમાં જેટકો કંપની (Jetco Company) દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું તે દરમિયાન ગેસ લીકેજ થતા માત્ર 10 મીટરની હદમાં જ આવેલી સ્કૂલનાં બાળકોને ગેસની દુર્ગંધથી શાળા સંચાલકો તાત્કાલિક બાળકોને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયા હતા અને તાત્કાલિક રજા આપી દેવાની નોબત આવતા 700 બાળકોનું જીવનું જોખમ ટળ્યું હતું. સાથે જ જ્યાં ગેસ લીકેજ થયો ત્યાં જ સ્ક્રેપનું ગોડાઉન પણ આવેલું હોવાથી આગની ઘટના બની હોત તો મોટી હોનારત થવાની સંભાવનાઓ વર્તાઈ હતી

Advertisement


ભરૂચનાં (Bharuch) પૂર્વ પટ્ટી વિસ્તારમાં મકતમપુરમાં મકતમપુર પાટિયાથી યુનિવર્સલ સ્કૂલ (Universal School) સુધી આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આથી, રોડ વાહન વ્યવહાર માટે બંધ છે અને એક જ રસ્તો ચાલુ હતો અને તે રસ્તા પર જેટકો કંપનીનું કામ ચાલુ હતું. દરમિયાન, જેસીબીથી ખોદકામ વેળાએ ગુજરાત ગેસની લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હોવાનાં કારણે ગેસ પવનમાં ઊડી માત્ર 10 મીટરની હદમાં આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં જતાં બાળકોને ગેસની અસર થતા શાળા સંચાલકો ચિંતામાં મુકાયા હતા અને તાત્કાલિક 700થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલની પાછળ આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાની નોબત પણ આવી ગઈ હતી. ગેસ લીકેજની (Gas Leakage) ઘટનામાં આગ લાગી હોત તો નજીકમાં જ ભંગાણનો ગોડાઉન પણ આવેલું છે, જેના કારણે મોટી હોનારતનો ભય ઊભો થયો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : છત્રપતિ શિવાજી મહારાજનું જીવન, કુશળ નેતૃત્વ આજે પણ પ્રેરણાદાયી છે : ડૉ. વિવેક કુમાર ભટ્ટ

Advertisement

બાબતે એ છે કે જેટકો કંપનીનું (Jetco Company) કામ ચાલુ હોવા છતાં JCB વાળા એ પણ ગેસ લીકેજ થયો હોવા છતાં ગુજરાત ગેસને (Gujarat Gas) જાણ કરવાની તસ્દી ન લીધી. સ્થાનિકોએ તાત્કાલિક ગુજરાત ગેસનો સંપર્ક કરતા ગુજરાત ગેસની ગાડી ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને ગેસ લાઇન લીકેજ હોય તેનું તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો - Vadodara : PT શિક્ષકે વિદ્યાર્થિની છેડતી કરી, શાળાએ માત્ર ટર્મિનેટ કર્યો, પો. ફરિયાદ અંગે આચાર્યે કહી આ વાત

ગેસ લીકેજ થતા બાળકોને ગ્રાઉન્ડમાં લઈ જઈ રજા આપી :- મુસ્તાક મલેક, પ્રિન્સિપાલ

પવનનાં કારણે સ્કૂલની બહાર ગુજરાત ગેસની પાઇપલાઇન જેસીબી વાળાથી તૂટી ગઈ હતી. આથી, ગેસની દુર્ગંધથી બાળકોને શિક્ષકોએ જાણ કરતા તાત્કાલિક તમામ બાળકોને સ્કૂલની પાછળ શાળાનું જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં લઈ ગયા હતા. ત્યાંથી તેમને રજા આપવાની ફરજ પડી છે. પરંતુ, સેફટી વિના કામ થતું હોય જેથી તંત્ર એ પણ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ. જેસીબીવાળાએ ગેસ લાઇનમાં પંચર કર્યું છતાં પણ શાળાઓમાં જાણ કરી નહીં અને આજુંબાજુંવાળાને જાણ નહીં કરતા આખરે દુર્ગંધ આવતા અમોએ પોતે ગુજરાત ગેસનો (Gujarat Gas) સંપર્ક કર્યો હતો. સમય સૂચકતાનાં કારણે મોટી હોનારત ટળી ગઈ છે. તેમ શાળાનાં આચાર્ય મુસ્તાક મલેકે કહ્યું હતું.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Khyati Hospital Scam : GMC ની મિટિંગમાં મોટો નિર્ણય, આ બે ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×