Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ: પરિણીતાની હત્યાની આશંકાએ PM માટે કબરમાંથી લાશ કાઢી

હવે દીકરી સાસરીમાં પણ સુરક્ષિત નથી આવો એક કિસ્સો વાગરા તાલુકાના ખોજબલ ગામેથી સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીની હત્યા કરી પરિવારની મદદગારીથી તેની અંતિમ વિધિ કરી નાખી પરંતુ મૃતકના માતા-પિતાને હત્યાની શંકા ઉપજતા તેઓએ ફરિયાદ કરતા દફન કરેલો મૃતદેહ...
ભરૂચ  પરિણીતાની હત્યાની આશંકાએ pm માટે કબરમાંથી લાશ કાઢી

હવે દીકરી સાસરીમાં પણ સુરક્ષિત નથી આવો એક કિસ્સો વાગરા તાલુકાના ખોજબલ ગામેથી સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીની હત્યા કરી પરિવારની મદદગારીથી તેની અંતિમ વિધિ કરી નાખી પરંતુ મૃતકના માતા-પિતાને હત્યાની શંકા ઉપજતા તેઓએ ફરિયાદ કરતા દફન કરેલો મૃતદેહ બહાર કાઢતા દીકરીનું મોત શ્વાસ રૂંધાઇ જવાના કારણે થયું હોવાનું સામે આવતા મૃતકના પતિએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો. સાથે મદદગારી કરનાર પરિવાર સામે પણ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો દાખલ કર્યો છે

Advertisement

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખોજબલ ગામે સાસરીમાં પરિણીતાનું મોત થયું હોવાની જાણ સાસરીયાઓએ હૃદય રોગના હુમલાથી થયું હોવાનું પિયરીયાઓને કહ્યું હતું જેના પગલે એક વર્ષ પહેલા લગ્નમાં સાસરીયે વળાવેલી દીકરીના મોતના સમાચારથી મૃતકના માતા પિતા દીકરીની સાસરીમાં પહોંચી ગયા હતા અંતિમ સંસ્કારમાં મૃતકની ગુસલ એટલે (સ્નાન) કરાવતી વખતે મૃતકના ગળા અને મોઢાના ભાગે મારામારીના ઈજાના નિશાન મૃતકની માતાને જોવા મળ્યા હતા પરંતુ અંતિમ વિધિમાં ખલેલ ન પહોંચે તે માટે મૃતકની માતા મૌન રહી હતી પરંતુ અંતિમવિધિ બાદ મૃતકની માતાએ ઘરે જઈ પોતાના પતિને તેની દીકરીની હત્યા કરવામાં આવી હોય અને તેના શરીર ઉપર ઈજા હોવાનું જણાવ્યું હતું

Image preview

Advertisement

કહેવાય છે ને કે દીકરી ને સૌથી વધારે કોઈ પ્રેમ કરતો હોય તો તે છે પિતા અને પિતા એ પણ દીકરીના મોતનું સાચું કારણ શોધવા માટે પહોંચી ગયા પોલીસ મથકે અને તેમની દીકરીની હત્યા થઈ હોવાની શંકા ઉપજાવી હતી અને ફરિયાદ આપતા પોલીસ વિભાગ દ્વારા પણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરીથી કબ્રસ્તાનમાં દફન કરેલા મૃતદેહને બહાર કઢાવ્યો હતો અને વાગરા મામલતદાર અને વાગરા પોલીસ મથકના પીએસઆઇ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓની હાજરીમાં દફન કરેલા મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી હતી તે દરમિયાન જ મૃતદેહ કબ્રસ્તાનમાંથી બહાર નીકળે તે પહેલા જ મૃતકનો પતિ પોલીસ મથકે પહોંચી ગયો હતો અને તેની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી

Advertisement

કબ્રસ્તાનમાં દફનાવેલ મૃતક રોઝમીનાને પેનલ પીએમ માટે વાગરાના સીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું પીએમ કરવામાં આવતા તેનો શ્વાસ રૂંધાઇ જવાના કારણે મોત થયું હોવાનું તબીબોએ પ્રાથમિક અનુમાન રજૂ કર્યું હતું જેના પગલે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈ મૃતકના પતિ સહિત સાસરિયાંઓ સામે હત્યા અને પુરાવાના નાશ નો ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી જ્યારે સાસરીયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

હત્યાને હદય રોગના ગુનામાં કપાવનાર કોણ કોણ છે ગુનેગાર..?
મૃતકનો પતિ આદિલ રફીક અલી હાજી
મૃતકના સસરા રફીક અલી હાજી
મૃતકની સાસુ ખદીજા રફીક અલી હાજી
મૃતકનો જેઠ એજાજ રફીક અલી હાજી
મૃતકની જેઠાણી ફજીલા એજાજ હાજી :- તમામ રહે હાજી ફળિયુ ખોજબલ વાગરા તાલુકો જિલ્લો ભરૂચ નાઓ સામે ગુનો દાખલ કરાયો છે

મૃતકની હત્યા બાદ શરીરના નિશાન દૂર કરવા ગરમ પાણીનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ..
એક ગુનો છુપાવવા ગુનેગાર અનેક ગુનાઓ કરી બેસે છે આવો જ એક કિસ્સો વાગરા તાલુકાના ખોજબલ ગામેથી સામે આવ્યો છે જેમાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી તેને સાસરિયાઓની મદદથી હૃદય રોગનો હુમલો આવવાનું કહી દફનવિધિ કરાવી હતી પરંતુ મૃતકના પતિએ પત્નીની હત્યા બાદ તેના શરીર એટલે કે ગળાના ભાગે રહેલા નિશાનોને દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ પણ કરાયો હોય તેવા આક્ષેપો પણ મૃતકના પરિવારજનો કરી રહ્યા છે કારણ કે મૃતકના શરીર ઉપર ગરમ પાણીનો ઉપયોગ કરાયો હોવાના ફોલ્લા પડેલા નિશાનો જોવા મળી રહ્યા છે

મૃતકના પતિને તેના વિસ્તારમાં રહેતી અન્ય યુવતી સાથે નાજાયઝ સંબંધ હોવાના ફરિયાદમાં આક્ષેપ..
મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં મૃતકના પતિ આદિલ હાજીના તેના વિસ્તારમાં જ રહેતી એક છોકરી સાથે ના જાય સંબંધ ધરાવતો હોય જેના કારણે ફરિયાદીની દીકરીને મારી નાખવામાં આવી હોય તેવા આક્ષેપ કર્યા છે ત્યારે આ મૃતકના પતિએ હત્યાને આકસ્મિક કપાવવાના પ્રકરણમાં પોતાના પરિવારની મદદથી દફનવિધિ પણ કરાવી હતી પરંતુ આખરે મૃતકના પતિ અને તેના પરિવારે કરેલું કૃત્ય ખુલ્લું પડી ગયું છે

2  મેના રોજ મૃતકની તેની માતા સાથે અંતિમ ટેલિફોનિક વાત થઈ હતી
2  મેના રોજ મૃતક રોઝમીનાનો રાત્રિના ૧૧ : ૦૦ વાગ્યાના અરસામાં તેની માતા ઉપર ફોન આવ્યો હતો અને મૃતકની માતા રુકસાનાએ દીકરી સાથે વાત કરી હતી જેમાં શંકા ઉપજી હતી અને છોકરી તથા જમાઈ વચ્ચે ઝઘડો થયેલ હોય તેવું લાગતું હતું અને દીકરીનું અચાનક હદય રોગના હુમલાથી મોત થયું હોવાનું સાસરિયાંઓએ બીજા દિવસે ત્રીજી મેના રોજ જણાવતા મૃતકના પરિવારજને શંકા ઉપજી હતી પરંતુ માતાએ પોતાની દીકરી સાથે અંતિમ વાત કરી હતી

આ પણ  વાંચો- સુરત સિવિલની ઘોર બેદરકારી, કેન્દ્રએ કરોડોના ખર્ચે ફાળવેલા વેન્ટીલેટર ધૂળ ખાઇ રહ્યા છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ- દિનેશ મકવાણા ,ભરૂચ

Tags :
Advertisement

.