Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : ભરૂચમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પરાકાષ્ઠાએ, ચૈતર અને મનસુખ વસાવા ફરી આવ્યા સામ-સામે

BHARUCH : ભરૂચ ( BHARUCH ) લોકસભા બેઠક પર જોરદાર રાજનૈતિક ઘમાસાણ જામ્યું છે.  ભરૂચ ( BHARUCH )  બેઠક પર આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પરાકાષ્ઠાએ પહોંચી છે. મનસુખ વસાવાએ હવે ફરી ચૈતર વસાવા પર કરીને સંગીન આરોપ લગાવ્યા છે, તેના સામે ચૈતર...
bharuch   ભરૂચમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ પરાકાષ્ઠાએ  ચૈતર અને મનસુખ વસાવા ફરી આવ્યા સામ સામે

BHARUCH : ભરૂચ ( BHARUCH ) લોકસભા બેઠક પર જોરદાર રાજનૈતિક ઘમાસાણ જામ્યું છે.  ભરૂચ ( BHARUCH )  બેઠક પર આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પરાકાષ્ઠાએ પહોંચી છે. મનસુખ વસાવાએ હવે ફરી ચૈતર વસાવા પર કરીને સંગીન આરોપ લગાવ્યા છે, તેના સામે ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા પર મોટો આરોપ લગાવ્યો છે. હવે ભરૂચના બે નેતાઓએ એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ લગાવતા હવે રાજનીતિનો માહોલ ગરમાયો છે.

Advertisement

'ચૈતર વસાવાએ બંધ કેબિનમાં TDOને ધમકાવ્યા' - મનસુખ વસાવા

ભરૂચના ( BHARUCH ) સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યા છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર ડેડિયાપાડાના TDO ને માર મારવાનો લગાવ્યો આરોપ લગાવ્યો છે. મનસુખ વસાવાએ આરોપ લગાવતા કહ્યું હતું કે, ચૈતર વસાવાએ બંધ કેબિનમાં TDO ને ધમકાવ્યા છે અને તેમના ડરથી TDO પણ ભાગી ગયા છે અને જેના કારણે તાલુકા પંચાયતમાં ખૂબ જ ડરનો માહોલ છે. મને જાણ થઈ એટલે હું તત્કાલ ડેડિયાપાડા પહોંચી ગયો હતો. મનસુખ વસાવાએ આરોપ લગાવતા વધુમાં કહ્યું હતું કે, ચૈતર વસાવા 100-150 લોકોના ટોળા સાથે આવી ચડ્યા હતા. હવે આવા ભયના માહોલમાં વિકાસના કાર્યો કેવી રીતે થાય.

Advertisement

'મનસુખ વસાવાએ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી'  - ચૈતર વસાવા

મનસુખ વસાવાના લગાવેલા આ આરોપ પર ચૈતર વસાવાએ તેમના સામે જ પ્રત્યારોપ લગાવ્યા હતા. ચૈતર વસાવાએ મનુસખ વસાવાને ટાંકીને કહ્યું હતું કે, મનસુખ વસાવાએ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. મે યોજનાકીય બાબતોને લઈને TDO સાથે ચર્ચા કરી હતી અને ફક્ત TDO સાથે મારા મત વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોનો હિસાબ માગ્યો હતો. ત્યારે મનસુખ વસાવાએ અહીં આવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. આમ ભરૂચ લોકસભા બેઠકના આ બને ઉમેદવારો હવે ચૂંટણી બાદ એકબીજા સામે આવ્યા છે. અહી નોંધનીય છે કે, આ વર્ષે લોકસભા 2024 ની ચૂંટણીમાં ભરૂચની બેઠક ઉપરથી મનુસખ વસાવા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા જ્યારે સામે પક્ષે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી તરફથી મેદાને આવ્યા હતા. ભરૂચની આ બેઠક ઉપર ચૂંટણી બાદ પણ બે ઉમેદવારો વચ્ચે હજી ઘમાસાણ ચાલુ છે.

આ પણ વાંચો : બેન્ક ઓફ બરોડાના કર્મીઓએ વીમા પોલિસીને સાથે રાખી કરોડોનું કૌભાંડ આચર્યું

Advertisement

Tags :
Advertisement

.