Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : પ્રાથમિક શાળામાં ભણેલી ગરીબ પરિવારની આદિવાસી દિકરી વડોદરાની ડેપ્યુટી કલેક્ટર બની..

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે માતા-પિતા અભણ હોવા છતાં દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે તેના તમામ પ્રયાસો કર્યા અને આખરે માતા-પિતાના સહકારથી એક દીકરી કે જેણીને મામલતદારનો જોઈન્ટ લેટર પોસ્ટ મારફતે મોકલ્યો પરંતુ ગામ લોકોએ...
bharuch   પ્રાથમિક શાળામાં ભણેલી ગરીબ પરિવારની આદિવાસી દિકરી વડોદરાની ડેપ્યુટી કલેક્ટર બની
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ 
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે માતા-પિતા અભણ હોવા છતાં દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે તેના તમામ પ્રયાસો કર્યા અને આખરે માતા-પિતાના સહકારથી એક દીકરી કે જેણીને મામલતદારનો જોઈન્ટ લેટર પોસ્ટ મારફતે મોકલ્યો પરંતુ ગામ લોકોએ તેને જાણ ન કરતા આખરે આ દીકરીએ ડેપ્યુટી કલેક્ટર બનવા માટે પણ તનતોડ મહેનત કરી અને 19 મી ડિસેમ્બરે ગરીબ પરિવારની દીકરી વડોદરામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ લેનાર છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે રહેતા ભરતભાઈ રાઠોડ કે જેઓ એક પણ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો નથી, અને તેમની પત્નીએ પણ માત્ર 4 ધોરણનો અભ્યાસ કર્યો છે. જેના માતા પિતાએ ઊંચો અભ્યાસ ન મેળવ્યો હોય અને તેની દીકરી જ્યારે ડેપ્યુટી કલેક્ટર બને તો કેટલી ખુશી હોય. બસ આવી જ ખુશી આદિવાસી પરિવારમાં જોવા મળી રહી છે. ભરતભાઈ રાઠોડની દીકરી ઊર્મિલા રાઠોડ ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છે.
Image preview
તેણીનો જન્મ 12 એપ્રિલ 2000 માં થયો 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ જીતાલી ગામની પ્રાથમિક શાળામાં કર્યો, અને તેમાં પણ કોઈ ખાનગી ટ્યુશન પણ ન કર્યું. ધોરણ 8 થી 10 અંકલેશ્વરના જીતાલી ગામમાં જ કર્યું અને ધોરણ 11 12 પણ અંકલેશ્વરની જ લાઇન્સ સ્કૂલમાં કર્યું. પરંતુ 1 થી 12 ધોરણ સુધીના અભ્યાસમાં ઊર્મિલાબેન રાઠોડએ ખાનગી ટ્યુશન કર્યું જ નથી, તદુપરાંત કડકિયા કોલેજમાં પણ ગ્રેજ્યુએશન કર્યું અને તેણીનું મામલતદાર તરીકેનો નિમણૂક પત્ર પણ તેણીના જન્મ સ્થળ એટલે કે સંતરામપુરના માલણપુર ગામે ગયો હતો. ગામના કોઈ વ્યક્તિએ તે ટપાલને એક્સેપ્ટ કરી પરંતુ ઊર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તેણીએ વધુ મહેનત કરી જીપીએસ સુધી અભ્યાસ કર્યો અને ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની નિમણૂક થઈ અને તેણીની આજે વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે 19મી ડિસેમ્બર 2023 ના રોજ ચાર્જ લેનાર છે.
ડેપ્યુટી કલેક્ટર તરીકે ઊર્મિલાબેન રાઠોડ પોતાના ઘરમાં સામાન્ય બનીને રહે છે સાથે તેની માતા સાડીનું ભરતકામનું વર્ક કરે છે અને તેમાં પણ સહકાર આપે છે અને તેણીની આજે પણ પોતાના પરિવારમાં કોઈ ડેપ્યુટી કલેક્ટર તરીકેનો કોઈ પણ અહમ વિના જોવા મળે છે પરંતુ ઊર્મિલાબેન રાઠોડની પ્રગતિ પાછળ સૌથી વધારે સિંહ ફાળો માતા-પિતાનો છે અને માતા-પિતા પણ હજુ સુધી આ દીકરીને કલેકટર સુધી પહોંચવાના આર્શીવાદ પણ આપી રહ્યા છે.
Image preview
ઊર્મિલાબેન રાઠોડ કોણ છે અને તેની રહેણી કહેણી કેવી છે. આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે તેણીના ઘરે પહોંચતા તે એક સામાન્ય ગરીબ પરિવારની હોવાનું સામે આવ્યું હતું, અને એક નળિયા જેવા મકાનમાં રહેતી ઊર્મિલાબેન રાઠોડ ડેપ્યુટી કલેકટર તરીકે હાલમાં ટ્રેનિંગ અર્થે રેલવે મારફતે અવરજવર કરતા હોય અને આ વાતને લઈ માતા-પિતામાં પણ હર્ષ અને ખુશી જોવા મળી છે. પરિવાર કરતાં વધુ ખુશી તેની આસપાસના પાડોશીઓમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં શિક્ષણમાં સૌથી વધારે યુવાન કરતાં યુવતીઓ વધુ આગળ છે. ઘણી વખત માતા-પિતામાં દીકરીનો જન્મ થાય તો તે બોજ હોવાનું માની દુઃખ વ્યક્ત કરાતું હોય છે. પરંતુ, જે દીકરીને માતા પિતાએ ઉછેળીને મોટી કરી હોય અને તે જ્યારે માતા પિતાનું ગર્વથી માથું ઊંચકે તેવું કામ કરે છે,  ત્યારે માતા પિતા પણ ગર્વ મહેસુસ કરે છે. અને આવું જ એક આદિવાસી પરિવારમાં થયું છે કે, ખાનગી ટ્યુશનમાં ખર્ચ વિના અને સરકારી શાળામાં ભણી અને મોબાઈલ થકી તેણીની આજે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચી ગઈ છે.
Advertisement
Tags :
Advertisement

.