Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : સરકારના ત્રણ મહત્વના પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદનમાં વર્તનની માંગ સાથે 7,000 પોસ્ટકાર્ડ લખી વિરોધ દર્શાવ્યો

અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે તેમજ કોરીડોરની યોજનામાં ખેડૂતોની જમીન સંપાદનમાં વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે, અને દિવાળી પૂર્ણ થતા રાજપૂત છાત્રાલય ખાતે 28 ગામના ખેડૂતોએ હાજર થઈ...
bharuch   સરકારના ત્રણ મહત્વના પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદનમાં વર્તનની માંગ સાથે 7 000 પોસ્ટકાર્ડ લખી વિરોધ દર્શાવ્યો
અહેવાલ - દિનેશ મકવાણા
ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે તેમજ કોરીડોરની યોજનામાં ખેડૂતોની જમીન સંપાદનમાં વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે, અને દિવાળી પૂર્ણ થતા રાજપૂત છાત્રાલય ખાતે 28 ગામના ખેડૂતોએ હાજર થઈ 7,000 થી વધુ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને સંબોધિત લખી વળતરની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં જમીન સંપાદનની પ્રક્રિયામાં ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળતા 28થી વધુ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો. તમામ ખેડૂતોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી પોતાના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી છે.
Image preview
અસરગ્રસ્ત ખેડૂતે જણાવ્યુ હતું કે, ખેડૂતો વિકાસના વિરોધી નથી. પરંતુ NHAI ની ગાઈડલાઇન પ્રમાણે અન્ય જીલ્લામાં પર હેક્ટર 3 કરોડ 75 લાખ સુધીનું વળતર આપવામાં આવ્યું છે. જે ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પણ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉપરાંત વર્ષ 2015માં સરકારે ખેડૂતોના રક્ષણ માટે સ્પેશ્યલ ઓર્ડિનન્સ પાસ કરી કાયદો પસાર કર્યો હતો. જોકે, આજ દિન સુધી તેની અમલવારી નહીં થતાં ઉણપ રહી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. જેથી ભરૂચ જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો તેમજ મહિલા આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી પોતાની માંગણીઓ સંતોષાય તેવી લાગણી વ્યક્ત કરી છે. અને નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરનાર હોવાની પણ ચીમકી આપવામાં આવી છે.
Image preview
ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે તેમજ કોરીડોરની યોજનામાં ખેડૂતોની જમીન સંપાદનમાં વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે અને દિવાળી પૂર્ણ થતા રાજપૂત છાત્રાલય ખાતે 28 ગામના ખેડૂતોએ હાજર થઈ 7,000 થી વધુ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને સંબોધિત લખી વળતરની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે.
Advertisement
Tags :
Advertisement

.