Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : જરૂરિયાતમંદોને રૂ.10-15 હજારની લાલચ આપી એક જ બેંકમાં 42 ખાતા ખોલાવ્યા, કૌભાંડનું નેટવર્ક દુબઈ સુધી

ભરૂચમાં (Bharuch) એક સાથે 42 બેંક એકાઉન્ટ ખુલતા રેલો દુબઈ સુધી પહોંચ્યો રૂ.10 હજારની લાલચ આપી લોકો પાસેથી ડોક્યુમેન્ટ લીધા ભેજાબાજોએ બેંક ખાતાનો ઉપયોગ વિદેશી મૂડીની હેરાફેરી માટે કર્યો કેસનાં તાર દુબઈ સુધી પહોંચ્યા, એકની ધરરપકડ કરાઈ, તપાસ જારી...
bharuch   જરૂરિયાતમંદોને રૂ 10 15 હજારની લાલચ આપી એક જ બેંકમાં 42 ખાતા ખોલાવ્યા  કૌભાંડનું નેટવર્ક દુબઈ સુધી
  1. ભરૂચમાં (Bharuch) એક સાથે 42 બેંક એકાઉન્ટ ખુલતા રેલો દુબઈ સુધી પહોંચ્યો
  2. રૂ.10 હજારની લાલચ આપી લોકો પાસેથી ડોક્યુમેન્ટ લીધા
  3. ભેજાબાજોએ બેંક ખાતાનો ઉપયોગ વિદેશી મૂડીની હેરાફેરી માટે કર્યો
  4. કેસનાં તાર દુબઈ સુધી પહોંચ્યા, એકની ધરરપકડ કરાઈ, તપાસ જારી

ભરૂચમાં (Bharuch) SOG પોલીસની ઝીણવટભરી તપાસ દુબઇ સુધી પહોંચી છે. ભરૂચની એક બેંકમાં ખાતેદાર બેંક એકાઉન્ટ ખોલાવતા અને એકાઉન્ટમાં પાસબુક, ચેકબુક અને ATM મળી ગયા બાદ બેંકમાં આપેલ મોબાઈલ નંબર બંધ થઈ જતા હોવાની અરજી બેંક મેનેજરે આપતા આ તપાસ SOG પોલીસે કરતા એક મહિલાનું બેંક એકાઉન્ટ ખુલ્યું હોય અને તેણીને ગઠિયાએ 10 હજારની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવ્યા હોવાનો ભાંડો ફૂટતા સુરત અને ભરૂચ સાથે દુબઈ (Dubai) સુધી રેલો પહોંચ્યો હતો. બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનો વિસ્ફોટ થતા આખરે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ થયો છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch : હત્યા અને હત્યાનાં પ્રયાસમાં BJP અગ્રણીનાં પતિને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

એક જ બેંકમાં 42 ખાતા ખુલ્યા, પછી મોબાઇલ નંબર બંધ થઈ જતાં શંકા થઈ

આનંદ ચૌધરી SOG PI એ જણાવ્યું કે, ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં (PNB) 42 બેંક એકાઉન્ટ ખુલ્યા હતા. આ બેંક એકાઉન્ટ્સ જેમના નામથી ખોલવામાં આવ્યા હતા, તેમને ATM ની કીટ, પાસબુક અને ચેકબુક સહિત તમામ સામગ્રી મળી ગયા બાદ, ATM કાર્ડ એક્ટિવ થયા બાદ ભેજાબાજોએ જે રજિસ્ટ્રર્ડ નંબરથી બેંક ખાતા ખોલ્યા હતા તે બંધ કરીને મોટું કૌભાંડ આચર્યું હોવાની શંકા જતાં બેંક મેનેજરે SOG પોલીસને (Bharuch OG Police) લેખિત જાણ કરી હતી. આ કેસમાં 4 મહિનાથી પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન, ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી મીનાબેન વસાવાનાં નામે એક બેંક ખાતું ખુલ્યું હોવાનું જણાતા મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મહિલા અને તેમના બનેવી અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, સુરતનાં (Surat) ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તથા સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાએ કહ્યું હતું કે તમારા ઓળખિતામાં કોઈ બેંક એકાઉન્ટ ખોલાવશે તો તેમને 10 હજાર રૂપિયા એકાઉન્ટ ખુલી ગયા બાદ મળશે. તેવી લાલચે બનેવીએ ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Junagadh : વધુ એક સિનિયર નેતાનો બળાપો! કહ્યું- જૂના અને વરિષ્ઠ કાર્યકરોને દબાવી..! જુઓ Video

વિદેશી નાણાંનું ટ્રાન્ઝેક્શન કરવા કૌભાંડ આચર્યું

સમગ્ર મામલે SOG પોલીસે સુરતના વરાછામાં માતૃશક્તિ સોસાયટી, પુણા ગામનાં રહીશ સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાની ઘરપકડ કરી હતી. તપાસમાં તેને કબુલ્યું હતું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ટાર્ગેટ કરી તેમના દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી, જેના ડોક્યુમેન્ટ લીધા હોય તેમને 10-15 હજાર જેવી રકમ આપી તેમના એકાઉન્ટોનો વિદેશી નાણાંનાં ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરી રૂપિયાની હેરાફેરીનાં કૌભાંડ સાથે મોટું નેટવર્ક ચલાવતા હતા. તેની સાથે સુરત કામરેજનાં ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તથા દશરથ ધાંધલિયા પણ આ પ્રકરણમાં સંડોવાયેલા હતા અને દુબઈ, બેંગકોક ખાતેથી મોટી રકમનું વિડ્રોલ કરીને કૌભાંડ આચરતા હતા. આ પ્રકરણમાં દુબઈનાં રહીશ વૈભવ પટેલ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતો હોવાનું સામે આવ્યું હતું. SOG પોલીસે (Bharuch) આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી કૌભાંડ કેટલા સમયથી ચાલતું અને ચલાવતા અને કેટલી રકમનું ટ્રાન્જેક્શન કેવી રીતે અને ક્યાં થતું ? તેમ જ આ નાણાં ક્યાં વપરાતા જેવા તમામ ભેદ ઉકેલવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.

Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Chotaudepur : જિલ્લા કલેક્ટરને પત્ર લખી સાંસદ કરગર્યા! લખ્યું- અધિકારીઓ સમયસર..!

Tags :
Advertisement

.