Dwarka: નાગેશ્વરમાં સર્જાયા સુંદર દ્રશ્યો, ખુદ મેઘરાજાએ શિવલિંગને કર્યો જળાભિષેક
Dwarka: ભારે વરસાદના કારણે દ્વારકા (Dwarka)ના નાગેશ્વરમાં સુંદર દ્રશ્યો સર્જાયા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નોંધનીય છે કે, મેઘરાજાએ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શિવલિંગને જળાભિષેક કર્યો છે. આ સાથે સાોથે વરસાદી પાણી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે વરસાદી પાણી મંદિર સુધી પહોંચ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો
દ્વારકા (Dwarka:)માં નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમારના કારણે સુંદર દૃશ્યો સર્જાયા છે. નોંધનીય છે કે, ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોઈ તેવા દૃશ્યો સામે આવ્યા છે. અહીં દ્વારકામાં આવેલા નાગેશ્વર જ્યોતર્લિંગ મંદિરમાં શિવલિંગને મેઘરાજાએ જળાભિષેક કર્યો હતો. વરસાદી પાણી નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિરના ગર્ભગૃહ સુધી પહોચ્યા હતા. ભારે વરસાદના કારણે મંદિરમાં પહોચ્યા હતા વરસાદી પાણીનો વીડિયો સામે આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં અત્યારે અતિભારે વરસાદ વરસ્યો છે
નોંધનીય છે કે, ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહીં સૌરાષ્ટ્રમાં અત્યારે અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ સંતાકુકડી રમી રહ્યો છે. હાથતાળી આપતા અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત માં સારા વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. દ્વારકામાં અત્યારે અદભૂત દ્રશ્યો સામે આવ્યા છે.
24 જુલાઈ સુધી વરસાદનું ભારે જોર રહશે
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ચોમાસાની ગતિ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નબળી જોવા મળી રહી છે. પરંતુ જ્યાં બનાસકાંઠા સાઈડ જે વરસાદ ઓછો છે ત્યાં આજથી 24 જુલાઈ સુધી વરસાદનું ભારે જોર રહશે તેવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે જે પ્રકારે વરસાદ થઈ રહ્યો તેના કારણે નર્મદા ડેમની સપાટીમાં સારો વધારો અને નર્મદા નદીમાં નવા નીરની આવક બધું પ્રમાણમાં વધશે તેવી આગાહી કરવામાં આવી છે.