Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskatha:વાવ વિધાનસભાની ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે:ગેનીબેન ઠાકોર

ગેનીબેન ઠાકોરે કરી મોટી ભવિષ્યવાણી કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગ કરી વિધાનસભાની પેટા ચૂંટણી થઈ શકે છે જાહેર   Banaskatha:બનાસકાંઠા(Banaskatha)ના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે તેવી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor)આગાહી કરી છે. 10 થી 15...
banaskatha વાવ વિધાનસભાની ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે ગેનીબેન ઠાકોર
  • ગેનીબેન ઠાકોરે કરી મોટી ભવિષ્યવાણી
  • કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગ કરી
  • વિધાનસભાની પેટા ચૂંટણી થઈ શકે છે જાહેર

Advertisement

Banaskatha:બનાસકાંઠા(Banaskatha)ના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે તેવી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor)આગાહી કરી છે. 10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.

Advertisement

ગેનીબેને કરી મોટી ભવિષ્ય વાણી

ગેનીબેને ભાભરની લોકનિકેતન છાત્રાલયમાં યોજાયેલી કોંગ્રેસના કાર્યકોરની બેઠકમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું કે, વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની 15 દિવસમાં જ જાહેરાત થઈ જશે. એટલે જેને પણ ટિકિટ મળે તેને જીતાડવાના છે. ગેનીબેને આ બેઠકમાં કહ્યું કે, બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. મતલબ કે વાવ બેઠકમાં કોંગ્રેસ મોવડી મંડળ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપે તેવી લાગણી ગેનીબેન ઠાકોર વ્યક્ત કરી રહ્યાં છે. જી હા...ગેનીબેને આડકતરી રીતે ગુલાબસિંહના નામનો સંકેત આપ્યો છે.

Advertisement

વાવની પેટા ચૂંટણીમાં  ઉમેદવાર કોણ ?

ગેનીબેન ઠાકોરે કહ્યું કે, હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને તમે વાવની પેટા ચૂંટણીમાં જે પણ ઉમેદવાર આવે તેને જીતાડજો. આ બેઠકમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હાજર હતા અને તેમની હાજરીમાં ગેનીબેને કહ્યું કે બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. આનો મતલબ એ પણ થાય કે વાવ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે.

Tags :
Advertisement

.