Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BANASKANTHA : ડીસાની ઠાકોર સમાજની મહિલાએ એવું તે શુ કર્યું કે સરકારે ડ્રોન દીદી બનાવી....

ડ્રોન દીદી : પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે ,પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં  ડ્રોનનો ઉપયોગ...
07:20 PM Feb 09, 2024 IST | Harsh Bhatt

ડ્રોન દીદી : પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે ,પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં  ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

યોજના અંતર્ગત મહિલાઓને ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા

ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઑ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત મહિલાઓને ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે.

ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ હતી.જે 15 દિવસની પૂનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા આ મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રીક્ષા આપવામાં આવી છે જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે.

તેજલબેન ઠાકોર બન્યા ડ્રોન દીદી 

સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોર્ટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન સોલંક. તેજલબેન ઠાકોર સમાજ માંથી આવે છે અને આ જીલ્લામાં ઠાકોર સમાજને રૂઢિચુસ્ત સમાજ તરીકે ઓળખવામાં આવે છે. ઠાકોર સમાજમાં મહિલાઓ મોટાભાગે ઘરના કામ કાજ કરતી હોય છે અને ઘૂઘટ ઓઢીને રહેતી હોય છે. પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેનને પુના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

સરકારે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ આપ્યું બિલકુલ નિઃશુલ્ક

તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વહીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત સમાજની આ મહિલા અત્યારે ટેકનૉલોજિની મદદથી આધુનિક ખેતી તરફ વળી ખેતીમાં ટેકનૉલોજિનો ઉપયોગ કરી રહી છે.  ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ સોલંકી ગર્વ અનુભવી રહી છે તેમજ આ આધુનિક ડ્રોન આપવા માટે સરકાર અને પ્રધાનમંત્રીનો આભાર માની રહી છે તેમજ આ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ સેવી રહી છે તો ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી બનીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા કટિબધ્ધ બનશે.

અહેવાલ - સચિન શેખલીયા

આ પણ વાંચો -- અમદાવાદના SVPI એરપોર્ટે 10 મિલિયન પેસેન્જરનો માઈલસ્ટોન કર્યો હાંસલ

 

Tags :
BanaskanthaDeesadroneDRONE DIDIFAEMERfarmingGOVERMENT SCHEMEGujaratWOMEN EMPOERMENT
Next Article