BANASKANTHA : ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વોર્ડન વિદ્યાર્થીઓને હેરાન કરતા હંગામો મચાવતા તંત્ર દોડતું થયું
અહેવાલ - સચિન શેખલીયા બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર સહિત મોડી રાત્રે વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. બનાવને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી, સ્થાનિક પોલીસ, શહેર મામલતદાર...
04:06 PM Dec 30, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ - સચિન શેખલીયા
બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર સહિત મોડી રાત્રે વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. બનાવને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી, સ્થાનિક પોલીસ, શહેર મામલતદાર સહિતની ટીમો વિદ્યાલયમાં પહોંચી વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે. જ્યાં અંતરિયાણ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિના મૂલ્યે અભ્યાસ કરવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી છે અને અત્યારે અહીં 100 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન જ્યોતિ દરજી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવે છે,તેના જન્મદિવસની ઊજવણી માટે વિદ્યાર્થિનીઓ પાસેથી પૈસા ઉઘરાવી છે,એટલું જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવરજવર કરતો હતો. ત્યારે વારંવાર વૉર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિનઅધિકૃત રીતે શાળામાં અવરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ભારે હંગામા મચાવ્યો હતો.
કસ્તુરબા ગાંધી વિદ્યલયના વોર્ડન છેલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતી વિદ્યાર્થીનીઓને હેરાન કરતા વિદ્યાર્થીનીઓ ખૂબ જ પડી ભાંગી હતી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. અસહ્ય ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ વિદ્યાલયના પ્રાંગણમાજ ધરણા પર બેસી ગઈ હતી અને જ્યાં સુધી વોર્ડનની બદલી કરી તેની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બનાવ અંગે વાલીઓએ જિલ્લા કલેકટરને જાણ કરતા જ જિલ્લા શિક્ષણ અધિકારી, સ્થાનિક પોલીસ, શહેર મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક વિદ્યાલય ખાતે પહોંચી હતી અને સતત બે કલાક સુધી એક પછી એક વિદ્યાર્થીની અને વાલીઓની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તરત જ વોર્ડનને રજા પર ઉતારી દઇ તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલય માં મોડી રાત્રે વિદ્યાર્થીઓને વોર્ડન હેરાન પરેશાન કરતા હતા જેને લઇ વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો, તેના પગલે સમગ્ર તંત્ર દોડી આવ્યું હતું અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સમજાવી આ મામલો થાળે પાડ્યો હતો.
Next Article