Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BANASKANTHA : પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંત, ભાઈએ જ ભાઈની કરી હત્યા

BANASKANTHA : BANASKANTHA માં પ્રેમ સંબંધમાં કરુણ અંજામ આપતી ઘટના સામે આવી છે. વડગામના માહી ગામે ભાભી સાથેના આડા સંબંધમાં ભાઈએ  પોતાના ભાઈની હત્યા કરી નાખી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવી દફનવિધિ કરી નાખી હતી. જોકે પરિવારને અને ગ્રામજનોને શંકા...
banaskantha   પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંત  ભાઈએ જ ભાઈની કરી હત્યા
Advertisement
BANASKANTHA : BANASKANTHA માં પ્રેમ સંબંધમાં કરુણ અંજામ આપતી ઘટના સામે આવી છે. વડગામના માહી ગામે ભાભી સાથેના આડા સંબંધમાં ભાઈએ  પોતાના ભાઈની હત્યા કરી નાખી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવી દફનવિધિ કરી નાખી હતી. જોકે પરિવારને અને ગ્રામજનોને શંકા જતા જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલે તપાસ કરવા રજૂઆત કરી હતી. જે મામલાને લઈને પોલીસે મૃતકના મૃતદેહ ને  બહાર કાઢી પીએમ રિપોર્ટ માટે મોકલ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી જેમાં હત્યા કરનાર મૃતક યુવકના ભાઈ સહિત અન્ય બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

રજોસણા હાઇવે નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો

વડગામ તાલુકાના માહી ગામે એક મહિના અગાઉ માહી ગામના નિઝામુદ્દીનભાઈ નાંદોલીયાના રજોસણા હાઇવે નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ મળી આવતા આરોપી એ પરિવારજનોએ આ ઘટના અકસ્માતમાં થઈ હોવાનું કહી મૃતકની  દફનવિધિ કરી દેવામાં આવી હતી. જોકે  આ સમગ્ર ઘટનામાં પરિવારના અન્ય સભ્યોને શંકા ગઈ હતી. જે વાત સમગ્ર ગામમાં ફેલાઈ અને ગ્રામજનોને પણ શંકા જતા તમામ ગ્રામજનો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા હતા અને આ અકસ્માતની ઘટના પાછળ હત્યાનું કારણ આપ્યું હતું.

ત્રણેય ઈસમોએ હત્યા કરી હોવાનું કબૂલ્યું

Advertisement

આ સમગ્ર મામલે તપાસ કરવા માટેની ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરતા જિલ્લા પોલીસવડાએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોધી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી તેમજ છાપી પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે શંકાના આધારે પોલીસે શંકાસ્પદ ત્રણ ઇસમોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા આ ત્રણેય ઈસમોએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. સમગ્ર પ્રકરણમાં ભાભી સાથેનો આડો સંબંધ હોવાની કારણે કાવતરું રચવામાં આવ્યું હતું. મૃતક નિઝામુદ્દીન હનીફભાઈ નાદોલીયાની પત્નીને મૃતકના ભાઈ સાથે આડો સંબંધ હતો જેની જાણ પરિવારને થઈ હતી અને જેના કારણે અવારનવાર પરિવારમાં ઝઘડા થતા હતા.
ખુદ ભાઈએ જ ભાઈની હત્યા કરી
ત્યારે આડા સંબંધમાં ભાઈનું કાસલ કાઢવા માટે આરોપી અલ્તાફ હનીફ નાંદોલીયા એ તેમના તબેલામાં કામ કરતા રહીમખાન ઈમામખાન બલોચ તેમજ સલમાનખાન અયુબખાન બલોચની મદદથી બાઈક ઉપર જઈ રહેલા નિઝામુદ્દીનને ટ્રેક્ટરથી નીચે પાડી દઈ માથામાં ઘાતક હથિયારથી ફટકા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવી હતી અને મૃતકના મૃતદેહને અંતિમ વિધિ કરી દીધી હતી. જોકે આ સમગ્ર મામલે પરિવાર અને  ગ્રામજનોને શંકા જતા પોલીસને રજૂઆત કરાતા પોલીસે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને ત્રણ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ભાભી સાથેના આડા સંબંધમાં ખુદ ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું આ સમગ્ર પ્રકરણમાં ખુલવા પામ્યું છે.
અહેવાલ : સચિન શેખલીયા
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×