Banaskantha : સંભલ મસ્જિદ વિવાદમાં મુખ્ય અરજદાર મહંત ઋષિરાજગીરી મહારાજ અંબાજીની મુલાકાતે
- સંભલ જામા મસ્જિદ કેસનાં મુખ્ય યાચિકાકર્તા મહંત અંબાજી મંદિરની મુલાકાતે (Banaskantha)
- મુખ્ય યાચિકાકર્તા મહંત ઋષિરાજગીરી અંબાજી માતાજીનાં દર્શન કર્યા
- ઉત્તરપ્રદેશ પોલીસ કમાન્ડો સાથે અંબાજી મંદિરમાં દર્શન કર્યા
- મસ્જિદમાં મંદિર હોવાનાં પુરાવા મળ્યા બાદ કોર્ટમાં ગયા હતા
- ગબ્બર આશ્રમમાં મહંત ઋષિરાજગીરી 6 વર્ષ સેવક તરીકે રહ્યાં હતા
Banaskantha : ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) સંભલમાં આવેલી જામા મસ્જિદ વિવાદ કેસમાં મુખ્ય યાચિકાકર્તા મહંત ઋષિરાજગીરી મહારાજ આજે યાત્રાધામ શક્તિપીઠ અંબાજીની મુલાકાતે પહોંચ્યા અને માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉત્તરપ્રદેશ પોલીસ કમાન્ડો સાથે મહંતે અંબાજી મંદિરમાં માતાજીનાં (Ambaji Temple) દર્શન કર્યા હતા. મસ્જિદમાં મંદિર હોવાનાં પુરાવા મળ્યા બાદ મહંત ઋષિરાજગીરીએ (Mahant Rishiraj Giri) કોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો - સેવકોને મળ્યું સન્માન...વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સેવકો સાથે આઈસ્ક્રીમની મોજ માણી
સંભલની જામા મસ્જિદ કેસનાં મુખ્ય યાચિકાકર્તા મહંત અંબાજીની મુલાકાતે
ઉત્તર પ્રદેશનાં સંભલમાં આવેલી જામા મસ્જિદમાં મંદિર હોવાનાં પુરાવા મળ્યા બાદ (Jama Masjid in Sambhal Case) કોર્ટમાં અરજી કરનાર મહંત ઋષિરાજગીરી આજે શક્તિપીઠ અંબાજી ધામ પહોંચ્યા છે. સુરક્ષાનાં ભાગરૂપે તેમની સાથે ઉત્તરપ્રદેશ પોલીસ કમાન્ડોની ટીમ પણ હતી. મહંતે અંબાજી મંદિરમાં દર્શન કરી માતાજીનાં આશીર્વાદ મેળવ્યા હતા. માહિતી અનુસાર, મહંત ઋષિરાજગીરી મહારાજ ગબ્બર આશ્રમમાં 6 વર્ષ સુધી સેવક તરીકે પણ રહી ચૂક્યા છે. હાલ, તેઓ ઉત્તર પ્રદેશનાં પ્રસિદ્ધ કૈલાદેવી મંદિરમાં મુખ્ય મહંત તરીકે ફરજ બજાવે છે.
આ પણ વાંચો - Nursing Exam Scam : મોટી સંખ્યામાં ઉમેદવારોનો ગાંધીનગરમાં 'હલ્લાબોલ'! કરી આ માગ
ગબ્બર આશ્રમમાં મહંત ઋષિરાજગીરી 6 વર્ષ સેવક તરીકે રહ્યાં હતા
આજે મહંત ઋષિરાજગીરીએ (Mahant Rishiraj Giri) ઉત્તર પ્રદેશ પોલીસનાં 2 કમાન્ડો સાથે માતાજીનાં દર્શન કર્યા હતા. ત્યાર બાદ વિશ્વનાં સૌથી મોટા શ્રીયંત્રનાં પણ દર્શન કર્યા હતા. મહંતે અંબાજી માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ પણ બંધાવ્યું હતું. જણાવી દઈએ કે, જામા મસ્જિદ વિવાદ કેસમાં (Jama Masjid Dispute Case) યાચિકાકર્તા તરીકે જોડાયા બાદ મહંત ઋષિરાજગીરી મહારાજને ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) તરફથી 24 કલાક સુરક્ષા આપવામાં આવી છે. મહંત ઋષિરાજગીરીજી અવારનવાર અંબાજી માતાજીનાં દર્શન કરવા માટે આવતા હોય છે.
આ પણ વાંચો - Gandhinagar : ગૃહમાં ગૌવંશ સંવર્ધન વિધેયક સર્વાનુમતે પસાર, જાણો કાયદા-દંડની જોગવાઈ વિશે