Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha: ‘શિષ્યવૃત્તિ જોઈતી નથી’ વિદ્યાર્થીએ શાળાના આચાર્યને લખ્યો પત્ર

બાળકોને મળતી શિષ્યવૃતિમાં લાલિયાવાડી સામે આવી શિષ્યવૃતિ માટે બાળકો અને વાલીઓને કચેરીના ધરમધક્કા શિષ્યવૃતિ માટે પડતી હાલાકીને લઈ વિદ્યાર્થીઓેએ લખ્યો પત્ર આધારકાર્ડ અને ડોક્યુમેન્ટ અપડેટ માટે ખાવા પડે છે ધક્કા Banaskantha: સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે....
banaskantha  ‘શિષ્યવૃત્તિ જોઈતી નથી’ વિદ્યાર્થીએ શાળાના આચાર્યને લખ્યો પત્ર
  1. બાળકોને મળતી શિષ્યવૃતિમાં લાલિયાવાડી સામે આવી
  2. શિષ્યવૃતિ માટે બાળકો અને વાલીઓને કચેરીના ધરમધક્કા
  3. શિષ્યવૃતિ માટે પડતી હાલાકીને લઈ વિદ્યાર્થીઓેએ લખ્યો પત્ર
  4. આધારકાર્ડ અને ડોક્યુમેન્ટ અપડેટ માટે ખાવા પડે છે ધક્કા

Banaskantha: સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. પરંતુ તેના માટે ડોક્યુમેન્ટ જોડવાના હોય છે તે પ્રક્રિયાથી એક માતા-પિતા એટલા કંટાળી ગયા કે વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ લેવાની જ ના પાડી દીધી છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના સૂઇગામના મસાલી ગામના વિદ્યાર્થીએ શાળાના આચાર્યને પત્ર લખ્યો છે. જેને લઈને અત્યારે ભારે ચર્ચાઓ થઈ રહીં છે. વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ નથી જોઈતી તેવો આચાર્યને પત્ર લખ્યો છે.

Advertisement

વિદ્યાર્થીએ આચાર્યના લખેલા પત્રમાં લખ્યું કે, “શિષ્યવૃત્તિ માટે એટલા બધા કાગળને આધાર પુરાવા અપડેટ માંગવામાં આવે છે કે, મારા માતા પિતા વારંવાર તાલુકા અને બેંકના ધક્કા ખાધા છતાં પુરૂ થતું નથી. તેથી કંટાળીને મારા માતાએ કહ્યું છે કે, આપણે શિષ્યવૃત્તિ જોઈતી નથી.”

આ પણ વાંચો: Surat પોલીસે અસામાજિક તત્વોને ભણાવ્યો મજબૂત પાઠ, લિંબાયતમાં કાઢ્યું સરઘસ

Advertisement

સૂઈગામ અને મસાલી ગામના વિદ્યાર્થીઓનો આચર્યને પત્ર

નોંધનીય છે કે, આધારકાર્ડ અપડેટ અને અન્ય બીજા ડોક્યુમેન્ટ માટે વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવાથી વિદ્યાર્થી કંટાળ્યો હતો. સરકારી કચેરીના ધક્કા ખાવાથી કંટાળેલા વિદ્યાર્થીએ આચાર્યને પત્ર લખ્યો કે, મારે શિષ્યવૃત્તિ લેવાના ના પાડી દીધી છે. માતા-પિતા એટલા ધક્કા ખાય છે કે, મળતી શિષ્યવૃત્તિ કરતા વધુ ધક્કા ખાવાનો ખર્ચ લાગે છે. એટલું જ નહીં પરંતુ કચેરીઓમાં જઈ અને શિષ્યવૃતિના કાગળો માટે કરગરવું પડે છે અને ધક્કા ખાવા પડે છે. જેથી કંટાળેલા વિદ્યાર્થીએ આચાર્યને પત્ર લખી નાખ્યો છે.

આ પણ વાંચો: Rajkot: દારૂના કેસમાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનુ નામ બહાર આવ્યું

Advertisement

વિદ્યાર્થીઓએ પત્ર લખીને પડતી મુશ્કેલીઓ આચાર્યને જણાવી

ચોંકાવનારી વાત એ છે કે, જિલ્લામા શિષ્યવૃત્તિ આપવામાં મોટા ભાગમાં લાલિયા વાડી ચાલી રહી છે તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શિષ્યવૃત્તિ કરતા તો તેના કાગળિયા કરવામાં વધારે ખર્ચ થાય છે. જેથી વિદ્યાર્થીએ આચાર્યને પત્ર લખીને પોતાની પરેશાની બતાવી છે. આખરે ક્યારે આ તંત્ર સુધરશે અને લોકોના કામ સરળતાથી થશે. એક તો કહેવા માત્ર જેટલી શિષ્યવૃત્તિ મળે છે અને તેના માટે પણ વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. જેથી આ વિદ્યાર્થી કંટાળી ગયો અને શિષ્યવૃત્તિ લેવાની ના પાડી દીધી.

આ પણ વાંચો: Valsad: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બાઈકર્સના જીવલેણ સ્ટંટ, આયોજક સહિત 9 સામે ગુનો

Tags :
Advertisement

.