ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Deesa: યુવકે પોતાના પ્રેમના વિરહમાં પોતાની જીવનલીલા સંકેલી, કહ્યું કે...

યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો વાયરલ કરી દર્દ ભરી કહાની જણાવી નારી સંરક્ષણ ગૃહમાં પોતાની પ્રેમિકા દુઃખી થતી હોવાનો રંજ સમાજના જ વ્યક્તિઓ ધમકી આપતા હોવાથી આપઘાત કર્યો Deesa: ઉત્તર ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બનાસકાંઠાના Deesa ના...
08:38 PM Sep 06, 2024 IST | VIMAL PRAJAPATI
Deesa Young Man
  1. યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો વાયરલ કરી દર્દ ભરી કહાની જણાવી
  2. નારી સંરક્ષણ ગૃહમાં પોતાની પ્રેમિકા દુઃખી થતી હોવાનો રંજ
  3. સમાજના જ વ્યક્તિઓ ધમકી આપતા હોવાથી આપઘાત કર્યો

Deesa: ઉત્તર ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બનાસકાંઠાના Deesa ના એક યુવકે પોતાના પ્રેમના વિરહમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકે છેલ્લા પોતાની આપવીતી જણાવતો વીડિયો વાયરલ કર્યો અને બાદમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ડીસા તાલુકાના એક ગામના યુવકે પોતાના જ સમાજમાં પ્રેમ કર્યો હતો. ત્યારબાદ તે યુવક પોતાના જ સમાજની સગીરવયની યુવતીને ભગાડીને લઈ ગયો હતો તેવી વિગતો સામે આવી છે.

આ પણ વાંચો: ‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ

મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહીં હતીઃ મૃતક પ્રેમી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ બન્ને પોલીસ ઝડપી પાડ્યા હતાં. એટલું જ નહીં પરંતુ પોલીસ બન્નેને પકડીને યુવકને જેલમાં મોકલ્યો અને સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી. મૃતક પ્રેમી વીડિયોમાં એવું પણ કહીં રહ્યો છે કે, નારી સંરક્ષણ કેન્દ્રમાં પોતાની પ્રેમિકા દુઃખી થઈ રહીં છે. એટલું જ નહીં પરંતુ સમાજના કેટલાક વ્યક્તિઓ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યા છે. જાનથી મારી નાખવાની ધમકીના કારણે આત્મહત્યા કરી હોવાનું યુવક વીડિયોમાં કહીં રહ્યો છે.

આ પણ વાંચો: kutch: જખૌ વિસ્તારમાંથી ડ્રગ્સના 11 પેકેટ મળ્યા, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

શું પોતાના સમાજમાં પ્રેમ કરવો એ પણ ગુનો છે? મૃતક પ્રેમી

Deesa આ યુવકે પોતાનો છેલ્લો વીડિયો બનાવતા કહ્યું કે, ‘અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ કરવો ગુનો છે, પરંતુ શું પોતાના સમાજમાં પ્રેમ કરવો એ પણ ગુનો છે?’ મૃતક પ્રેમીએ એવું પણ કહ્યું છે કે, તેની પ્રેમિકાની ઉંમર નાની નથી, પરંતુ તેના પરિવાર વાળાએ ડોક્યુમેન્ટમાં ઉંમર નાની લખાવી છે. વાયરલ વીડિયો પ્રમાણે વાત કરવામાં આવે તો, મૃતક પ્રેમીએ એવું પણ કહ્યું છે કે, ‘શું પ્રેમ કરવો ગુનો છે?’ પોતાની પ્રેમિકાને ના મળી શક્યો હોવાના દુઃખ સાથે અને પ્રેમિકાને કોઈ દુઃખી ના કરે તેવું કહીં તેણે એસિડ પીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Rajkot: ઉપલેટામાં વરસાદથી ખેડૂતોને નુકસાન, સર્વે કરી વળતર ચુકવવા ખેડૂતોની માંગ

Tags :
BanaskanthaCrime NewsDeesaDeesa ManDeesa NewsDeesa Young ManGujaratGujarati NewsLatest Gujarati News
Next Article