Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Crime News: પાટણ બાદ હવે બનાસકાંઠામાં બાળ તસ્કરીનો કેસ! એક વર્ષ વીતી ગયું પરંતુ....

Crime News: ડીસામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બાળ તસ્કરી થઈ હોવાનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, એક વર્ષ થઈ ગયું હોવા છતાં પણ હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
crime news  પાટણ બાદ હવે બનાસકાંઠામાં બાળ તસ્કરીનો કેસ  એક વર્ષ વીતી ગયું પરંતુ
Advertisement
  1. ડીસાની ખાનગી હોસ્પિટલમાં બાળ તસ્કરીનો થયો ખુલાસો
  2. એક વર્ષ બાદ પણ હજુ સુધી નથી થઇ કોઇ કાર્યવાહી
  3. પોલીસે બોગસ ડોક્ટર સહિત 4 લોકો સામે નોંધી હતી ફરિયાદ
  4. ફરિયાદ નોંધાઈ પરંતુ કાર્યવાહીના નામે માત્ર મીંડું

Crime News: ઉત્તર ગુજરાત અત્યારે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પાટણમાંથી ઝડપાયેલા બોગસ ડૉક્ટર સુરેશ ઠાકોર પર બાળ તસ્કરીનો આરોપી લાગ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ આવી જ એક ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પાટણ બાદ હવે બનાસકાંઠામાં પણ બાળ તસ્કરીનો કેસ સામે આવ્યો છે. ડીસામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બાળ તસ્કરી થઈ હોવાનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, એક વર્ષ થઈ ગયું હોવા છતાં પણ હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે શા માટે કોઈ કાયદાકીય પગલા લેવામાં નથી આવ્યાં?

આ પણ વાંચો: Surat: સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના ભેદી મોત મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં

Advertisement

બાળકને 30 હજારમાં વેચી દેવામાં આવ્યું પરંતુ...

વિગતો એવી જાણવા મળી છે કે, ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં મહિસાએ એક વર્ષ પહેલા ડિલિવરી કરાવી હતી. જો કે, ત્યારે હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું કે, બાળકનું મોત થઈ ગયું છે. પરંતુ એ પીડિત મહિલાના બાળકને 30 હજારમાં વેચી દેવામાં આવ્યું હતું. આ મામલે ડીસાના ઉત્તર પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ફરિયાદ કર્યાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે વખતે પોલીસે બોગસ ડૉક્ટર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધી હતી.

Advertisement

આ પણ વાંચો: Patan: બાળ તસ્કરી કેસમાં સૌથી મોટો ખુલાસો, જમીનમાં અન્ય બાળક દાટ્યાનું ખૂલ્યું

એક વર્ષ બાદ પણ પોલીસની કાર્યવાહીના નામે માત્ર મીંડું

એક વર્ષથી ડીસા પોલીસે ડીએનએનો ટેસ્ટ એફએસએલમાં મોકલ્યો છે, જેની હજી પણ રાહ જોઈ રહીં છે? ડિલિવરી બાદ બાળકને વેચી દેવાની ઘટના છતાં ચાર આરોપીઓ સામે એક વર્ષ બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એક વર્ષથી પોલીસ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે. એફએસએલ નો રિપોર્ટ આવે ત્યાર બાદ કાર્યવાહી થશે. પરંતુ આ એક વર્ષમાં આરોપીઓ ક્યા હશે? તે મામલે કોણ જવાબદારી લેશે? પોલીસની કામગીરી સામે પણ અત્યારે અનેક પ્રકારના સવાલ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Patan: 10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ, દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ

આખરે શા માટે પોલીસ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી?

નોંધનીય છે કે, પાલનપુર ચિલ્ડ્રન હોમની મદદથી હોસ્પિટલમાં સારવાર રહી રહેલ બાળકને તેની માતાને સોંપાયું હતું. પરંતુ અત્યાર સુધી પોલીસ કેમ ઊંઘતી રહીં? શહેરમાં એક બાળ તસ્કરીનો કેસ નોંધાય છે, તેની ફરિયાદ પણ થાય છે અને પોલીસ એક વર્ષ સુધી કોઈ કાર્યવાહી જ નથી કરતી! આખરે શા માટે પોલીસ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવી? બાળ તસ્કરી એ કોઈ નાનો ગુનો નથી. પરંતુ પોલીસે શા માટે કાર્યવાહી ના કરી તે એક મોટો સવાલ છે.

Tags :
Advertisement

.

×