Child Trafficking : દિલ્હીમાં બાળ તસ્કરીના રેકેટ પર CBI નું મેગા ઓપરેશન
Child Trafficking in Delhi : દિલ્હી-NCR (DEKHI) માં બાળ તસ્કરીને રેકેટ (Child Trafficking in Delhi) પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ વિસ્તારોમાં સીબીઆઇની ઓફિસરની ટીમો દ્વારા રેડ કરવામાં આવી છે. જેમાંથી 8 બાળકોને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી છે. બીજી તરફ આ મામલાની ઉંડાણ પૂર્વક તપાસ હાથ અંતે મોટુ કૌભાંડ ખુલવાની આશંકા સેવાઇ રહી છે.
નામ સાંભળતા જ ગુનેગારો થરથર કાંપવા માંડે
દેશ-દુનિયાના કોઇ પણ ખુણામાં છુપાયેલા ગુનેગારોને દબોચી લેવામાં દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) નું નામ મોખરે આવે છે. ભ્રષ્ટાચારનો મામલો હોય કે પછી મની લોન્ડરીંગનો કે પછી અન્ય કોઇ સીબીઆઇનું નામ સાંભળતા જ ગુનેગારો થરથર કાંપવા માંડે છે. આજરોજ સીબીઆઇની અલગ અલગ ટીમો દ્વારા દિલ્હી-NCR માં ચાલતા બાળ તસ્કરીના રેકેટ પર મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ મેગા ઓપરેશનમાં 8 બાળકોને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી
સુત્રોએ ઉમેર્યું કે, દિલ્હીના કેશવપુરમમાંથી બાળકો મળી આવ્યા છે. તપાસમાં એક ખાસ વાત ધ્યાને આવી કે, હોસ્પિટલોમાંથી બાળકોની ચોરી કરતી ગેંગ દ્વારા આ કારસ્તાન કરવામાં આવે છે. જેમાં હોસ્પિટલના વોર્ડ બોય અને અન્ય સ્ટાફની સંડોવણીની શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને સીબીઆઇ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તપાસ તેજ કરી દેવાઇ
સુત્રોએ વધુમાં ઉમેર્યું કે, સીબીઆઇ દ્વારા આ ઘટનામાં સંડોવણીની આશંકાએ કેટલાક લોકોની અટકાયત કરી તેમની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને આવનાર સમયમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે. સીબીઆઇ દ્વારા બાળકોને હોસ્પિટલમાંથી ચોરી કરીને કેવી રીતે અન્ય સુધી પહોંચાડવામાં આવતા હતા, તેના બદલામાં શું મળતું હતુ, સહિતના અનેક સવાલોને જવાબ મેળવવા માટે તપાસ તેજ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો --VADODARA : RSS ના વડા મોહન ભાગવતનું આગમન