Banaskantha : BJP નાં સિનિયર મહિલા નેતાએ જાહેરમંચ પરથી આપ્યું વિવાદાસ્પદ નિવેદન! જુઓ Video
- Banaskantha નાં ભાભરમાં ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન
- ભાજપનાં પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન
- નૌકાબેને અનામતની સરખામણી માથાના દુ:ખાવા સાથે કરી
- અનામત માથાના દુખાવા સમાન: નૌકાબેન પ્રજાપતિ
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો (Banaskantha) છેલ્લા ઘણા સમયથી કોઈ ન કોઈ બાબતે ચર્ચામાં છે. પહેલા વાવ પેટાચૂંટણી (Vav by-election) પછી જિલ્લા વિભાજનનો (Banaskantha Division) મુદ્દો અને હવે જિલ્લામાં વધુ એક એવી ઘટના બની છે જેના કારણે વિવાદ સર્જાઈ શકે છે. ભાભરમાં નગરપાલિકાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા BJP નાં સિનિયર મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો - અભિનેતા Aamir Khan એકતાનગર પહોંચ્યા, સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિહાળી અભિભૂત થયા
બનાસકાંઠાના ભાભરમાં ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન
ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન
નૌકાબેને અનામતની સરખામણી માથાના દુખાવો સાથે કરી
અનામત માથાના દુખાવા સમાન: નૌકાબેન પ્રજાપતિ
વોટબેંક માટે અનામતનો થાય છે ઉપયોગ: નૌકાબેન પ્રજાપતિ
બનાસકાંઠાની ભાભર નપાના… pic.twitter.com/me7pbKi8dg— Gujarat First (@GujaratFirst) January 26, 2025
BJP નાં પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન
જણાવી દઈએ કે, ભાભર તાલુકામાં (Bhabhar) નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની (76th Republic Day) ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા ભાજપનાં સિનિયર મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિ (Naukaben Prajapati) પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, જાહેરમંચ પરથી નૌકાબેને અનામત વ્યવસ્થાની સરખામણી માથાનાં દુ:ખાવા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, અનામત માથાના દુ:ખાવા સમાન છે. વોટબેંક માટે અનામતનો ઉપયોગ થાય છે. વોટબેન્કને સાચવવા માટે અનામત આજે પણ દૂર થઈ શક્યું નથી.
આ પણ વાંચો - DRI એ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવ્યો, દીપડાના ચામડા-નખ જપ્ત કર્યા
અનામતને ભાજપનું મજબૂત સમર્થન તો નૌકાબેન વિરોધમાં કેમ ?
જાહેરમંચ પરથી ભાજપનાં પ્રદેશ મંત્રી અને વરિષ્ઠ મહિલા નેતા ( Naukaben Prajapati) દ્વારા આ પ્રકારનું નિવેદન અનેક સવાલ ઊભા કરે છે. એક તરફ જ્યાં ભાજપ અનામતનું મજબૂત સમર્થન કરે છે ત્યારે બીજી તરફ પાર્ટીનાં મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિ કેમ અનામતનો વિરોધ કરી રહ્યા છે ? તેવા સવાલ થઈ રહ્યા છે. ભાજપનાં મહિલા નેતાનું આ નિવેદન પાર્ટી માટે મુશ્કેલીઓ ઊભી કરશે તેવી ચર્ચાઓ પણ વેગવંતી થઈ છે. ત્યારે હવે આ મામલે પાર્ટી દ્વારા શું પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર છે. પરંતુ, આ ઘટના બાદ બનાસકાંઠામાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાય તેવા એંધાણ છે.
આ પણ વાંચો - Ahmedabad : બાવડામાં ગત રાતે ઘરમાં લાગી વિકરાળ આગ, ઘરવખરી-રોકડ-દાગીના બળીને ખાખ