BANASKANTHA: કામ માટે નીકળેલી જૈન સાધ્વી સાથે છેડતીનો પ્રયાસ, બૂમાબૂમથી નરાધમો ભાગી છૂટયા
- BANASKANTHA ના ભાભરમાં ભર બપોરે જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ
- બપોરે કામ અર્થે બહાર નીકળેલ સાધ્વીની બે લોકો એ કર્યો છેડતીનો પ્રયાસ
- સાધ્વીએ બુમાબુમ કરતા છેડતી કરનાર અજાણ્યા બે લોકો ભાગી છૂટ્યા
- સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા તપાસના ચક્રો થયા ગતિમાન
BANASKANTHA માંથી ખૂબ જ ચોંકાવનારી ઘટના હાલ સામે આવી રહી છે. BANASKANTHA ના ભાભરમાં જૈન સાધી સાથે છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ ખરેખર ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે, આપણે વાત કરીએ છે મહિલા સુરક્ષાની ત્યારે આવી ઘટનાઓ સમાજની માનસિકતાને છત્તી કરે છે.હજી તો કોલકાતામાં ડૉક્ટર સાથે બનેલી ઘટનાને લઈને ઠેર ઠેર ભારતમાં વિરોધ ચાલુ જ છે તેના વચ્ચે આવા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતીના અનુસાર, ભાભરમાં બપોરે કામથી બહાર નીકળેલા જૈન સાધ્વી સાથે બે લોકોએ છેડતીનો પ્રયાસ કર્યો હતો. જો કે સાધ્વીના બૂમાબૂમ કરતાં આ નરાધમો ભાગી છૂટયા હતા.ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
માત્ર જૈન સમાજ જ નહીં અન્ય સમાજમાં પણ આક્રોશ
બનાસકાંઠાના ભાભરમાંથી આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે.બનાસકાંઠાના ભાભરમાં જૈન સાધ્વી કામ અર્થે બહાર નીકળ્યા હતા ત્યારે બે લોકોએ તેમની છેડતીનો પ્રયાસ કર્યો હતો.સાધ્વીએ પોતાનો બચાવ કરવા માટે બૂમાબૂમ કરી હતી, જેના બાદ આ છેડતી કરનાર નરાધમો ભાગી છૂટયા હતા.આ ઘટનાને લઈને લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. ફક્ત જૈન સમાજ જ નહીં પરંતુ દરેક સમાજના લોકો આ વાતનો સખત વિરોધ કરી રહ્યા છે.
છેડતીનો પ્રયાસ કરનારા શખ્સોને પકડવા તપાસ તેજ
Banaskantha માં Jain સાધ્વીની છેડતીનો પ્રયાસ | Gujarat First@GenibenThakor @SP_Banaskantha #GenibenThakor #JainSadhvi #SexualHarassment #Statement #LegalAction #SocialJustice #VictimSupport #HarassmentCase #GujaratNews #PublicStatement #EthicalConduct #gujaratfirstlive pic.twitter.com/JNLQx1DS6c
— Gujarat First (@GujaratFirst) August 20, 2024
જૈન સાધ્વી સાથે બનેલી આ ઘટનાને લઈને આચાર્ય વિજય સોમસુંદરસુરીજીએ ચિંતા વ્યક્ત કરી છે. વધુમાં સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસના અધિકારી સહીત ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : AHMEDABAD : અમદાવાદની ટ્રાફિક સમસ્યાઓમાં સતત થઈ રહ્યો છે વધારો, ટ્રાફિક પોલીસે કોર્ટમાં કર્યો સ્વીકાર