Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બગસરાના આ યુગલે ગાંધી વિચારધારા સાથે કર્યાં અનોખા લગ્ન

અહેવાલ - ફારૂક કાદરી, અમરેલી લગ્નમાં દિન પ્રતિદિન મોજ શોખ અને ફેશનની દુનિયા એટલી આગળ વધી ગઈ છે કે દીકરા કે દીકરીના માં બાપ દેણામા ડૂબીને પણ પોતાના દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી લોકોમાં સારું લાગે તેવા રીતે ઉજવણી કરતા હોય...
11:08 PM Apr 24, 2023 IST | Viral Joshi

અહેવાલ - ફારૂક કાદરી, અમરેલી

લગ્નમાં દિન પ્રતિદિન મોજ શોખ અને ફેશનની દુનિયા એટલી આગળ વધી ગઈ છે કે દીકરા કે દીકરીના માં બાપ દેણામા ડૂબીને પણ પોતાના દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી લોકોમાં સારું લાગે તેવા રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે અમરેલીમાં એક યુગલે ગાંધી વિચારધારા સાથેના લગ્ન કરી સમાજમાં નવો ચીલો ચિતર્યો છે.

સમાજમાં નવો ચીલો ચિતર્યો

બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે સંસ્થામા જોડાયેલ ગીતાબેન જાગાણીએ ગાંધી વાદી વિચારધારા મુજબ લગ્ન વિધી સાદગાઇથી કરી સુતરની આંટી પહેરાવી લગ્ન લગ્નગ્રંથિ જોડાયા લોકોને એક નવો રાહ ચીંધ્યો છે ને અનોખા લગ્ન એક સમાજમાં નવી રાહ ચીંધી છે.

ફુલહારને બદલે સુતરની આટી

અમરેલીના બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે ફેશનની દુનિયાને તિલાંજલિ આપી ગાંધી વિચારધારા સાથે અનોખા લગ્ન કરતા નવ યુગલ જોવા મળ્યા લગ્નમા વર કન્યાએ કોઈ ફેશનેબલ વસ્ત્રો નહીં માત્ર સાદા ખાદીના વસ્ત્રો પહેરી ફૂલના હારને બદલે સૂતરની આટી પહેરાવી લગ્ન ગ્રંથિ જોડાયા હતા ગાંધી વિચારધારા સાથે પ્રભુતામાં પગલાં પડેલા નવ દંપતીએ લગ્નમાં બેન્ડવાજા કે ડી.જે. વગર માત્ર સાદા લગ્નગીતો ગાઇ વરરાજાને લગ્ન મંડપ સુધી પોખણા કરવામાં આવ્યા.

વડોદરાથી જાન આવી

લગ્ન કરવા વડોદરાના વાઘોડિયાથી વરરાજા દર્શનભાઈ બી. પટેલ પોતાના પરિવાર સાથે જાન જોડીને આવી પહોંચ્યા હતા આ લગ્નમા વિધીમા કોઈ ભેટ સોગાદ કે કરીયાવરની આપલે કરવામાં આવી નથી તેમાં પણ જીવનમાં સારા વિચારો કેળવાય તેવા હેતુથી પુસ્તકોની ભેટ સોગંદ આપી લગ્ન વિધિ કરી આ લગ્નનુ આયોજન બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટ દેવચંદભાઈ સાવલીયાના માર્ગદર્શન હેઠળ કરાયું.

કરિયાવરમાં ગાંધી વિચારના પુસ્તકો

કરીયાવરમા ગાંધીજીના વિચારો ચિંતન લેખોના પુસ્તક આપવામાં આવ્યા લગ્નમાં સ્લમ વિસ્તારના બાળાઓએ લગ્ન ગીત સુંદર પરંપરાગત સંગીતમા ગાયા ત્યારે વરરાજાએ લગ્ન કરી લોકોને એક નવો રાહ સિંધી સંદેશો પાઠવ્યો છે. નવવધૂ સાથે લગ્નના બંધનમાં બંધાયેલા દર્શનભાઈ બી.પટેલ વાઘોડિયાના છે. આ ગાંધી વિચારીને અનુરૂપ નવતરને અનોખા લગ્ન બગસરા માટે નવી પ્રેરણા આપનારા બન્યા હતા.

આ પણ વાંચો : રાઇટ ટુ ઇટ ચેલેન્જમાં પ્રથમ નંબર લાવવા માટે સુરતે કમર કસી, ગત વખતે આ સ્પર્ધામાં બીજા નંબરે રહ્યુ હતું

Tags :
AmreliBagasaraGandhi IdeologyGujaratMahatma GandhiUnique Marriage
Next Article