Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Savar Kundla ની જમીન પર જોવા મળ્યું અયોધ્યાનું રામ મંદિર

Savar Kundla : અયોધ્યામાં રામમંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ ઉમંગ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા (Savar Kundla) શહેર જાણે રામમય બની ગયું હોય તેમ સોળે કળાએ શણગાર સજેલા સાવરકુંડલા (Savar Kundla) ની નાવલી નદીના પટ્ટમાં...
12:44 PM Jan 21, 2024 IST | Hardik Shah

Savar Kundla : અયોધ્યામાં રામમંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ ઉમંગ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા (Savar Kundla) શહેર જાણે રામમય બની ગયું હોય તેમ સોળે કળાએ શણગાર સજેલા સાવરકુંડલા (Savar Kundla) ની નાવલી નદીના પટ્ટમાં એક અદ્ભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે. આંખોને આંજી દે તેવી અયોધ્યા મંદિર (Ayodhya Mandir) ની આબેહૂબ જમીનમાં રંગોળી પર રામ મંદિર 10 કલાકની જહેમત બાદ તૈયાર કરાયું છે.

હાથમાં રામ મંદિરની કલાકૃતિ ચિત્ર રાખીને કલર દ્વારા જમીન પર રંગોળીના સર્જકકારે અયોધ્યામાં બિરાજતા ભગવાન રામના રામ મંદિરને કલાકારે લાંબી મહેનત બાદ આખું તૈયાર કરવામાં આવ્યું તે કાબિલેદાદ છે. બપોરથી લઈને મોડી રાત્રી સુધી રંગોળી કારે ખડેપગે આખું રામ મંદિર બનાવ્યું ને બાજુમાં રામ મંદિરમાં પ્રવેશતા ભગવાન રાઘવેન્દ્ર જેમ કલાકૃતિ જમીન પર કંડારીને નીચે જય સીયારામ લખીને કલાકૃતિ તૈયાર કરાઈ જેને જોવા હજારો માનવ મેદની નદીના કાંઠે અયોધ્યા જેમ જ તૈયાર થયેલ રામ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

સાવરકુંડલાની જમીન પર અયોધ્યાનું રામ મંદિર (Ram Mandir) જોઈને દર્શનાર્થીઓ તો અકલ્પનીય કલાકૃતિની સરાહના કરી રહ્યું છે ને અયોધ્યામાં રામ મંદિર દર્શન માટે જ્યારે જવાય પણ અત્યારે ઘર બેઠા ગંગા સમાન રામ મંદિર સાવરકુંડલાની ધરતી પર મઢનાર કલાકાર પણ માત્ર ઈશ્વરની કૃપાથી આ કાર્ય કરી રહ્યો છે. રંગોળી પર રામ મંદિર કંડારનારા કલાકાર રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરનો પૂજારી છે ને રંગોળી પર મંદિરો આબેહૂબ બનાવવાનો શોખ આજે એક મુઠી ઊંચેરા માનવી જેમ રંગોળી કલાકાર ધન્યતા અનુભવી રહ્યો હતા.

20 વર્ષ પહેલાં સોમનાથ મંદિર (Somnath Temple), બાદ 12 જ્યોતિલિંગ અને બદ્રીનાથ બાદ અયોધ્યામાં ભગવાન રામ (Lord Ram) બિરાજતા હોય તો કેમ સાવરકુંડલા અયોધ્યા ના બને તે માટે 10 કલાકની જહેમત બાદ આબેહૂબ અયોધ્યાનું નવનિર્મિત રામ મંદિર (Ram Mandir) સાવરકુંડલાની નાવલી નદીમાં સાકાર પામ્યું છે. જે કલાકારની ભગવાન રામ પ્રત્યેની ભાવના ઉજાગર કરે છે. ત્યારે સાવરકુંડલાને અયોધ્યા બનાવવાનો વિચાર એક મહિલાને આવ્યો ને સાવરકુંડલા અયોધ્યા મય બન્યું હતું.

દરેકના રોમે રોમમાં રામ વસતા હોય ત્યારે અયોધ્યા જેવી જ અદભુત કલાકૃતિ સાવરકુંડલાની નાવલી નદીમાં આકાર પામી ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના ભાજપના નેતાઓ પણ અયોધ્યાના રામ મંદિરના દર્શન સાવરકુંડલા ખાતે કરીને સાવરકુંડલા રામમાં લિંન થયું હોવાનો સનાતની અહેસાસ અનુભવી રહ્યો છે ને આખું સાવરકુંડલા રામ મય ના રંગે રંગાઈ ગયું છે.

અહેવાલ - ફારૂક કાદરી

આ પણ વાંચો - Jay Shree Ram ના નારા સાથે ભગવાન રામની લંડનમાં નીકળી શોભાયાત્રા

આ પણ વાંચો - શ્રી રામની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ના દિવસે PM Modi શું કરશે? આ રહી સંપૂર્ણ વિગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AyodhyaGujaratGujarat FirstGujarat Newsjay shree ramJay Shri Ramram mandirram mandir newsRam templeSavar KundlaSavar Kundla NewsShri Ram
Next Article