Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : વાગરા તાલુકાના ઓચ્છણ ગામે નજીવી બાબતે હુમલો

Bharuch : ભરૂચ (Bharuch)  જીલ્લાના વાગરા તાલુકાના ઓચ્છણ ગામના રામજી મંદિરના પાછળના ભાગે નજીવી બાબતે ધીંગાણુ કરનારા 11 હુમલાખોરો સામે Bharuch પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે યુવકોને ટોકતા હુમલો વાગરા પોલીસ મથકમાં ફરિયાદી કિશનભાઈ કૈલાશચંદ્ર કુમાવતે પોલીસ ફરિયાદ...
bharuch   વાગરા તાલુકાના ઓચ્છણ ગામે નજીવી બાબતે હુમલો

Bharuch : ભરૂચ (Bharuch)  જીલ્લાના વાગરા તાલુકાના ઓચ્છણ ગામના રામજી મંદિરના પાછળના ભાગે નજીવી બાબતે ધીંગાણુ કરનારા 11 હુમલાખોરો સામે Bharuch પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે

Advertisement

યુવકોને ટોકતા હુમલો

વાગરા પોલીસ મથકમાં ફરિયાદી કિશનભાઈ કૈલાશચંદ્ર કુમાવતે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે આક્ષેપ કર્યા છે કે તે મંદિરના નીચેના ભાગે પાછળ તરફ ખંડમાં અનાજ, કરીયાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઓચ્છણ વાંટા ફળિયામાં રહેતા અબ્દુલ મહંમદ પટેલના છોકરાઓ અમારી દુકાને આવી બારોબાર ચોકલેટની બરણીઓ કાઢી તેમની જાતે જ દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા અને રાત્રે 10 વાગ્યાના અરસામાં હું તથા મારી પત્ની દુકાને હાજર હતા તે દરમિયાન અબ્દુલ પટેલનો છોકરો તલ્હા તથા તેહજીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવતા જોર જોરથી ગાળો બોલતા હોવાથી મે તેમને ટોક્યા હતા.

Advertisement

આગચંપીનો પ્રયાસ

ત્યારબાદ આ બંને યુવકો અન્ય લોકોને ભેગા કરી અંદાજે 15 થી 20 જેટલાનું ટોળાએ ધસી આવી ગાળો બોલી આ કાફિરોને મારો સાલાઓને બહારથી આવીને દાદાગીરી કરે છે તેમ કહી હુમલો કર્યો હતો અને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી શર્ટના બટન તોડી નાંખી પથ્થરો નાંખી હુમલો કરી આગચંપીનો પ્રયાસ કરતા કોથળા અને પુઠ્ઠા સળગી ઉઠ્યા હતા. ઈજાગ્રસ્તોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કવાયત કરી હતી. મા પોલીસે 11 લોકો સામે ગુનો દાખલ કરી ઘણા હુલાખોરોની ધરપકડ કરી લીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

Advertisement

પોલીસ કાફલો ખડકી દેવાયો

આ બાબતે ડીવાયએસપી પી એલ ચૌધરીએ જણાવ્યું કે અબ્દુલ પટેલના છોકરાઓ દુકાન નજીક ગાળા ગાળી કરતા હોય તે બાબતે ટોકતા તેમના છોકરાઓ તથા અન્ય લોકોએ દોડી આવી એક સંપ થઈ મંડળી બનાવી દુકાનમાં સળગતો કાંકરો નાંખી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હોય જે બાબતે પોલીસને માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી મામલા ઉપર કંટ્રોલ મેળવ્યો હતો અને હુમલાખોરોને ઝડપી પાડયા હતા. હાલ સ્થળ ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો------ BHARUCH : ફિલ્મી સ્ટાઇલમાં પોલીસને ચકમો આપી “તીસ માર ખાન” ફરાર

આ પણ વાંચો----- VADODARA : પીઝા હટ, ન્યુ અલકા રેસ્ટોરેન્ટ સહિત 8 જગ્યાના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર

આ પણ વાંચો----- VADODARA : વાઘોડિયા બેઠક પર દબંગ મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસને ટેકો જાહેર

Tags :
Advertisement

.