ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોશિયલ મીડિયા ઉપર હિન્દુ દીકરીને ફસાવવા આદિલ બન્યો આર્ય પટેલ

દિનેશ મકવાણા ભરૂચ | ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઇડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર...
11:19 PM Jan 05, 2024 IST | Harsh Bhatt

દિનેશ મકવાણા ભરૂચ | ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઇડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર ખંડણી માંગતા આખરે વિધર્મી યુવકનો ભાંડો તેણીની પત્નીએ જ ખોલી નાખતા આખરે પતિ ન રહ્યો ઘરનો અને ન રહ્યો ઘાટનો.

આદિલ

 

ભરૂચ રૂરલ પોલીસ મથકમાં પીડીતાએ ફરિયાદ નોંધાવી

ભરૂચ રૂરલ પોલીસ મથકમાં પીડીતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે હું કોલેજમાં અભ્યાસ કરતી હતી તે વખતથી ઈન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામના આઈડી ઉપરથી એક યુવક સાથે સંપર્ક થયો હતો. તેમની સોશિયલ મીડિયા ઉપર જ ચેટીગ ચાલી રહી હતી. જે યુવક આર્ય પટેલ તરીકે ઈન્સ્ટાગ્રામ ઉપર આઈડી હતી તે હિન્દુ તરીકે હોય અને તે પોતે હિન્દુ હોવાની ઓળખ પણ ફરિયાદીને આપી હતી અને બંને વચ્ચે મિત્રતા કેળવતા બંને હિંદુ જ હોય તેમ યુવકે પણ પોતાની અસલી ઓળખ છુપાવી.

હિન્દુ યુવતી ફરિયાદી સાથે સતત ભરૂચ જિલ્લાના તમામ અલગ અલગ મંદિરોમાં પણ પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. તે વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતા અને હિન્દુ તરીકે જ યુવતી સાથે રહેતો હતો. હિન્દુ તરીકેની ઓળખ ઊભી કરી યુવક ફરિયાદીના ઘરે લગ્નનું માંગુ લઈને પણ પહોંચ્યો હતો.

એકાદ માસ અગાઉ સોશિયલ મીડિયા એટલે કે ઈન્સ્ટાગ્રામ ઉપર એક આઈડી ઉપરથી ફરિયાદી ઉપર મેસેજ ગયા હતા અને જે આઈડી ઉપરથી મેસેજ ગયા હતા તેની પ્રોફાઇલમાં આર્ય પટેલ તરીકે ફરિયાદી સાથે મિત્રતા કેળવનાર અંગે આઇડી ઉપરથી મેસેજ આવ્યો હતો તેની સાથે વાત કરતા પ્રોફાઈલમાં જે ફોટો છે તે આર્ય પટેલ છે તો ફરિયાદીએ કહ્યું તમે કેવી રીતે ઓળખો ત્યારે પત્નીની આઈડી ઉપરથી જ ફરિયાદીને જવાબ મળ્યો કે આ મારો પતિ છે અને તેનું નામ આદિલ અબ્દુલ પટેલ છે થોડા સમય માટે ફરિયાદી ના પગતળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો આ સમગ્ર વાતને લઈ ફરિયાદીએ આર્ય પટેલ તરીકે ઓળખ આપનાર આદિલ પટેલને ફોન કરતા તેણે ફરિયાદી સમક્ષ માફી માંગતો એક વિડિયો ઉઠક-બેઠક કરતો બનાવી ફરિયાદીને મનાવવાના પ્રયાસ કર્યા હતા અને ત્યારબાદ પણ સતત ખોટી ઓળખ આપનારે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દેતા આખરે ફરિયાદી પણ પોલીસના દ્વારે પહોંચી હતી.

 સોશિયલ મીડિયા ઉપર કરતો પૈસાની માંગ 

ખોટી ઓળખ આપી ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવનારે મોટર સાયકલ ખરીદવા માટે 50,000 ની માંગણી પણ કરી હતી પરંતુ ફરિયાદીએ તેનો અસલી ચહેરો સામે આવી જતા રૂપિયા આપવાની ના પાડી હતી જેના કારણે આરોપી આદિલ અબ્દુલ પટેલ કે જેણે ફરિયાદીને આર્ય પટેલ તરીકે ઓળખ આપી હતી તેણે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને 50000 રૂપિયા નહીં આપે તો તું જ્યાં નોકરી કરે છે ત્યાં આવી હું જીવતો સળગી જઈશ અને આ સમગ્ર ઓડિયો પણ કેદ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં તેના ઘરે લગ્નનું માંગુ લેવા સાથે તેના પરિવારને પણ મારી નાખવાની ધમકી સુધા આપી હોવાના ચોકાવનારા ઓડિયો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

 સોશિયલ મીડિયા ઉપર ખોટી ઓળખ આપી ફરિયાદી સાથે રમત રમતો 

સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યા બાદ ફરિયાદી સાથે ખોટી ઓળખ આપનાર સાથે ફોન પર વાત થતી હતી અને તે દરમિયાન ફરિયાદી સાથે તેની માતાએ પણ માફી માગી હતી અને આવું ચાલ્યા કરે તેમ કહી ફરિયાદીને દબડાવવાના પ્રયાસ કર્યા હતા. વાત પત્યા બાદ આરોપી તરફે ફોન કટ કરવાનો રહી જતા ફોન ચાલુ રહ્યો હતો અને આરોપી આર્ય પટેલ પણ અભદ્ર ગાળો ભાંડી રહ્યો હોય અને તેને બચાવવા માટે તેની માતાએ સુધારવાના પ્રયાસ કરવાના બદલે વિવિધ તાલુકાઓમાં કે ગામોમાં ભુવા જાગરીયા કરવાની સલાહ આપી હતી જેનો ઓડિયો પણ પોલીસ મથકે રજૂ કરવામાં આવ્યો છે

હિન્દુ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવનાર અનેક મંદિરે પહોંચ્યો હતો..

આદિલ અબ્દુલ પટેલ વિધર્મી હોવા છતાં તેણે પોતાની ઓળખ છુપાવી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી સોશિયલ મીડિયા ઉપર આર્ય પટેલ તરીકેની આઈડી બનાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોય અડપલા કર્યા હોય ખંડણી માંગી હોય તેવા ગંભીર પ્રકારના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાય છે અને હિન્દુ તરીકે ઓળખ આપી યુવતી સાથે વિવિધ મંદિરો જેવા કે ભરૂચનું સુપ્રસિદ્ધ ઓસારા મંદિર પાવાગઢ કાવી કંબોઈનું સ્તંભેશ્વર મંદિર અનેક મંદિરોમાં પણ યુવતી સાથે ફોટા પડાવ્યા હોવાના ફોટા પણ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે

પત્નીએ પણ પત્નીનો ભાંડો ફોડવા નકલી આઈડી બનાવી હોવાની માહિતી..

સોશિયલ મીડિયા ઉપર ઈન્સ્ટાગ્રામ માં પત્નીએ પતિના કારણે ખોલવા માટે સેમ નામની એક આઈડી બનાવી હતી અને આ આઈડી ઉપરથી પતિ એક યુવતી સાથે પ્રેમજાળમાં હોય તેના આધારે તે યુવતીને મેસેજ કર્યા હતા અને તેમાં પ્રોફાઈલ પણ આદિલ અબ્દુલ પટેલ અને તેની પત્નીનો મૂકવામાં આવ્યો હતો જેના કારણે હિંદુ યુવતી આ ફોટો જોઈને અચંબામાં મુકાઈ ગઈ હતી અને તપાસ કરતા આખરે જે હિન્દુ તરીકે ઓળખ આપી હિંદુ યુવતી સાથે દુષ્કર્મ અને અડપલા કરતો હતો તેનો ભાંડો ફોડી નાખ્યો હતો. પરંતુ એક પત્નીએ એક યુવતીનું જીવન બરબાદ થતાં બચાવી લીધું હોય તેમાં ખોટું આઇડી બનાવવું કંઈ પાપ ન કહેવાય..

હિન્દુ યુવતીને હિંમતને આપવી પડે દાદ, ઝુમાના દિવસે પહોંચી ગઈ યુવકના ઘરે અને કરી લાફા વાળી..

ગત શુક્રવારે જુમાના દિવસે જેનો અસલી ચહેરો સામે આવી ગયો હતો તે હિન્દુ યુવતીને દબાવવાના પ્રયાસ કરતો હતો પરંતુ હિન્દુ યુવતીને પણ યુવકને ભારે પડી ગઈ હતી અને યુવતી યુવકના ઘરે પહોંચી ગય હતી અને ખોટી ઓળખ આપી હોવાનું માની ઘરમાં જ લાફા વાળી કરી મોટો હંગામો કર્યો હતો જેના કારણે સમગ્ર ગામનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

આ પણ વાંચો -- Junagadh : 22 જાન્યુઆરી માટે દિવ્યાંગોએ કરી આ ખાસ તૈયારી

 

 

Tags :
AadilAARYA PATELBharuchfakeFAKE NAMEHindu-Muslimidentitylovelove jihadSocial Media
Next Article