Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : સુરતની પીપોદરા GIDC માં કારીગરોનો હોબાળો

Surat : સુરતની (Surat) પીપોદરા GIDC માં ગઇકાલે મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો. જેથી મિલ માલિક દ્વારા મારવામાં આવેલા કારીગરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પીપોદરા GIDC માં કારીગરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કારીગરો દ્વારા મોટો...
01:30 PM Jan 13, 2024 IST | Maitri makwana

Surat : સુરતની (Surat) પીપોદરા GIDC માં ગઇકાલે મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો. જેથી મિલ માલિક દ્વારા મારવામાં આવેલા કારીગરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પીપોદરા GIDC માં કારીગરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.

કારીગરો દ્વારા મોટો હોબાળો કરવામાં આવ્યો

આ સમગ્ર ઘટનામાં પીપોદરા GIDCના કારીગરાઓ સપ્તાહમાં એક દિવસ માટે રાજાની માંગ કરી રહ્યા હતા. પરંતુ તેને મિલ માલિકો દ્વારા સ્વીકારવામાં આવતી ન હતી. જેથી કારીગરો દ્વારા મોટો હોબાળો કરવામાં આવ્યો હતો.

સુરત જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો

ત્યારબાદ આ હોબાળાને લઈને સુરત જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને મિલ માલિકોની અટકાયત કરવામાં આવી છે. અહીં આ GIDCમાં માર મારવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. અને પોલીસને ઉશ્કેરાયેલા લોકોનું ટોળું દોડતું વિડીયો સામે આવ્યો હતો.

સુરત જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી

આ સાથે જ પોલીસની ગાડીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે સુરત (Surat) જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot : જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GIDCGujaratGujarat FirstGujarat Newsmaitri makwanaPipodara GIDCSurat
Next Article