Aravalli પોલીસ પર લાંછન લગાવતી વધુ એક ઘટના! 2 TRB, 1 GRD જવાનની કરતૂત જાણી ચોંકી જશો!
- Aravalli માં પોલીસનાં જવાનનો વધુ એક દારૂકાંડ!
- બે TRB અને એક GRD જવાનની મોટી કરતૂત આવી સામે
- રૂ. 1.96 લાખની કિંમતની 1239 બોટલો સગેવગે કરી હોવાનો આરોપ
- ઉચ્ચ અધિકારીઓએ બે સુરક્ષાકર્મીઓની ધરપકડ કરી
અરવલ્લી પોલીસ (Aravalli Police) પર લાંછન લગાવતી વધુ એક ઘટના સામે આવી છે. અરવલ્લીમાં એક બાદ એક દારૂનો વહીવટ કરતા પોલીસ જવાનની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે ધનસુરામાં આવેલા રહીયોગ ગામમાં પોલીસ કોન્સ્ટેબલનાં ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આજે બે TRB અને એક GRD જવાનની મોટી કરતૂત સામે આવી છે. સુરક્ષાકર્મીઓએ લાખો રૂપિયાનો દારૂ સગેવગે કર્યો હોવાનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓએ 2 સુરક્ષાકર્મીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હજું 3 લોકો ફરાર છે.
આ પણ વાંચો - Surat : માંગરોળ ખાતે ત્રિપલ અકસ્માત, આઇશર ટેમ્પોનો કચ્ચરઘાણ, ચાલકનું મોત
બુટલેગર સાથે તોડ કર્યો, રૂ. 1.96 લાખનો દારૂ સગેવગે કર્યો!
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી (Aravalli) જિલ્લાનાં ધનસુરાનાં કોલવડા ગામની સીમમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. જો કે, આ જથ્થામાંથી સુરક્ષાકર્મીઓએ રૂ. 1.96 લાખની કિંમતની 1239 બોટલોને સગેવગે કરી હોવાની માહિતી સામે આવી હતી. પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને એવી પણ માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હેઠળ કામ કરતા બે TRB અને એક GRD જવાને દારૂ પકડવા મામલે કાર્યવાહી કરવાના બદલે આરોપી સાથે તોડ કર્યો હતો અને એક ખાનગી વ્યક્તિ સાથે મળીને લાખો રૂપિયાનો દારૂ ગૌચરમાં છુપાવ્યો હતો.
આ પણ વાંચો - Rajkot : આશારામના પૂર્વ વૈદ્ય અમૃત પ્રજાપતિની હત્યાનો મામલો, આરોપીનાં રિમાન્ડ મંજૂર
બે સુરક્ષાકર્મીઓની ધરપકડ, 3 હાલ પણ ફરાર
આ મામલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધનસુરા પોલીસ સ્ટેશને (Dhansura police station) પહોંચ્યો હતો અને કાર્યવાહી આદરી બે સુરક્ષાકર્મીઓની ધરપકડ કરી હતી. જો કે, દારૂની હેરફેર કરતો વાહનચાલક, એક TRB જવાન અને ખાનગી વ્યક્તિ હાલ પણ ફરાર છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસકર્મીઓ જ દારૂને સગેવગે કરી બુટલેગરોને વેચતા હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
આ પણ વાંચો - Rajkot : ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર! ખાદ્યતેલની કિંમતોમાં થયો આટલો વધારો