Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Aravalli : ખેડૂતની અનોખી ખેતી, ૩ વીઘામાં વાવ્યા જિરેનિયમ છોડ

Aravalli : અરવલ્લી જિલ્લાના ખેડૂતે જિલ્લાની જમીન ઉપર પ્રથમ વખત અનોખી રીતે ખેતી કરી ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે. ખૂબ જ ઓછા ખર્ચમાં ઓછી માવજતે તૈયાર થતી જેરીનીયમની બાગાયતી ખેતી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થવાની આશા...
04:21 PM Feb 03, 2024 IST | Hardik Shah

Aravalli : અરવલ્લી જિલ્લાના ખેડૂતે જિલ્લાની જમીન ઉપર પ્રથમ વખત અનોખી રીતે ખેતી કરી ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે. ખૂબ જ ઓછા ખર્ચમાં ઓછી માવજતે તૈયાર થતી જેરીનીયમની બાગાયતી ખેતી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થવાની આશા વ્યક્ત કરી છે.

ખેડૂતે કરી સુગંધિત છોડ જિરેનિયમની ખેતી

અરવલ્લી જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ જિરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ખેડૂતે ૩ વીઘામાં જિરેનિયમ છોડ વાવ્યા છે. અને તેમાંથી સુગંધિત ત્તરલ પ્રવાહી કાઢવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે. જેમાં ખેડૂતને મબલખ આવક મળે છે. આ ખેડૂતે પ્રથમ વખત જિરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરી છે. જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે. જિરેનિયમ એક સુગંધિત છોડ છે. આ છોડને ગરીબોનું ગુલાબ કહેવામાં આવે છે. જિરેનિયમ તેલની આજકાલ બજારમાં ભારે માંગ છે. જિરેનિયમના ફુલોથી તેલ કાઢી શકાય છે. જે ઔષધીની સાથે અન્ય કામોમાં પણ આવે છે.

વધતી ઉંમરને પણ રોકે છે

જિરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી હોય છે. આનો ઉપયોગ એરોમાથેરાપી, સૌંદર્ય પ્રસાધન, સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે. જિરેનિયમ તેલ એક ઔષધીય છે. અલ્ઝાઈમર, તંત્રિકા વિકૃતિ અને વિકારોને રોકે છે. આ સાથે તે ખીલ, સોજો અને એક્જિમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ વધતી ઉંમરને પણ રોકે છે. આ સાથે માંસપેશીઓ અને ત્વચા, વાળ તથા દાંતોને થનારા નુકસાનમાં સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે આ તેલ એક લીટર દીઠ 9 થી 10 હજાર પ્રમાણે બજારમાં વેચાઈ છે. બીજી તરફ આ ખેતીમાં દવા ખાતરનો પણ ખર્ચ થતો નથી, માત્ર જીવામૃત છાંટી તૈયાર થાય છે અને આ ખેતી સળંગ ત્રણ વર્ષ સુધી ચાલે છે. ત્યારે આ ખેડૂત દ્વારા જેરીનીયમની ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે રાહ ચીંધી છે.

અહેવાલ - વિપુલ રાણા

આ પણ વાંચો - Danta: મોડેલ રોકેટ્રી વર્કશોપ હેઠળ સપનાની ઉડાન.

આ પણ વાંચો - Vejalpur : યુવાનોને આગળ વધારવા પ્રથમવખત ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AravalliAravalli NewsfarmfarmerFarmer's unique cultivationGeraniumGeranium plants plantedGujaratGujarat FirstGujarat News
Next Article