ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શહેરમાં ફરી એક મોલ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી

રાજકોટ TRP ગેમજોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે રાજ્યભરમાં તમામ કોમ્પલેક્સ અને બિલ્ડિંગ (all complexes and buildings) માં ફાયર સેફ્ટી (Fire Safety) ને લઇને તપાસ હાથ ધરાઈ છે. રિજનલ ફાયર ઓફિસર રાજકોટ ઝોન (Regional Fire Officer Rajkot...
11:50 PM Jun 13, 2024 IST | Hardik Shah
mall sealing operation

રાજકોટ TRP ગેમજોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે રાજ્યભરમાં તમામ કોમ્પલેક્સ અને બિલ્ડિંગ (all complexes and buildings) માં ફાયર સેફ્ટી (Fire Safety) ને લઇને તપાસ હાથ ધરાઈ છે. રિજનલ ફાયર ઓફિસર રાજકોટ ઝોન (Regional Fire Officer Rajkot Zone) તરફથી મળેલ સૂચના મુજબ ગોંડલ શહેરમાં જે બિલ્ડીંગોને ગોંડલ નગરપાલિકા ફાયર ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમની સમય મુદત પૂર્ણ થતાં બિલ્ડીંગ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે સાંજે ટાઉન હોલ સામે આવેલ ભારત ભંડાર નામના મોલને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો

થોડા દિવસ પહેલા ગોંડલ જેલચોક રોડ પર આવેલ સી.એમ પ્લાઝા કોમ્પ્લેક્ષની તમામ દુકાનો, જેલચોક પી.માર્ટ કોમ્પ્લેક્ષની દુકાનો સાથે સાથે બસ સ્ટેન્ડ રોડ પર આવેલ કોલેજીયન મોલની દુકાનોને પણ સીલ કરવામાં આવ્યા હતા જેમની મુદત પૂરી થતાં આજે ત્રણ કોમ્પ્લેક્ષના સીલ તોડી ને ફાયર ફિટિંગ અને NOC આવ્યા બાદ રેગ્યુલર પોતાનો બિઝનેસ ચાલુ કરી શકશે. સમગ્ર સીલ મારવાની કામગીરી આજે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. જેમાં ગોંડલ શહેર પોલીસનો બંદોબસ્ત વચ્ચે ફાયર ઓફિસર સંજયભાઈ વાછાણી, જુનિયર ટાઉન પ્લાનર કે.ડી. ચૌહાણ, સર્વેયર બીમલભાઈ જેઠવા, પી.જી.વી.સી.એલ સ્ટાફ સહિતના કામગીરીમાં જોડાયો હતો.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત, મહિલા શિક્ષિકાને લીધા હડફેટે, Video

આ પણ વાંચો - રાજુ સોલંકીની જયરાજસિંહ અને ગણેશ ગોંડલને ચેલેન્જ, કહ્યું- એક અઠવાડિયું તેઓ બજારમાં…

Tags :
all complexes and buildingsfire safetyGondalGujaratGujarat FirstGujarat NewsInvestigationmallmall sealing operationRajkot ZoneRajokt TRp GamezoneRegional Fire Officer
Next Article