Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંકિત મોદી ખંડણી અને વ્યાજખોરીના ગુનામાં અમદાવાદથી ઝડપાયો

અહેવાલ -દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં વ્યાજખોરોની ડ્રાઈવ ઘણા દેવાદારો માટે આર્શીવાદરૂપ સાબિત થઈ છે ત્યારે ઘણાં વ્યાજખોરોએ દેવાદારોને ઊંચા વ્યાજે રૂપિયા આપી પાયમાલ કર્યા છે ત્યારે માતાના લાઇસન્સ ઉપર પાવર એટર્ની ઊભી કરી કરોડપતિ બનવાનું સપનું જોતો અંકિત મોદી...
06:53 PM May 06, 2023 IST | Hiren Dave

અહેવાલ -દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચ જિલ્લામાં વ્યાજખોરોની ડ્રાઈવ ઘણા દેવાદારો માટે આર્શીવાદરૂપ સાબિત થઈ છે ત્યારે ઘણાં વ્યાજખોરોએ દેવાદારોને ઊંચા વ્યાજે રૂપિયા આપી પાયમાલ કર્યા છે ત્યારે માતાના લાઇસન્સ ઉપર પાવર એટર્ની ઊભી કરી કરોડપતિ બનવાનું સપનું જોતો અંકિત મોદી આખરે ભરૂચમાં બે પોલીસ મથકોમાં વ્યાજખોરિ અને ખંડણીના ગુનામાં વોન્ટેડ હતો અને એ ડિવિઝન પોલીસે આરોપીને અમદાવાદ સાસરીમાંથી ઝડપી લાવી કાયદેસરની કાર્યવાહી કરી છે

ભરૂચના ટ્રાવેલ્સ સંચાલકે ગત તારીખ ૯/૦૩/૨૦૨૩ના રોજ ધવલ પટેલનાઓએ અંકિત મોદી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને ઊંચા વ્યાજ સહિત રૂપિયા પરત પણ ચૂકવી આપ્યા હતા પરંતુ ફરિયાદીની ઓફિસમાં પહોંચી ઓફિસમાં અગત્યના દસ્તાવેજો અને પ્રિન્ટર ઉઠાવી લઈ ધમાલ મચાવી હતી તેવા આક્ષેપ થયા હતા અને દેવાદાર ફરિયાદીના કોરા ચેકમાં મોટી રકમ ભરી કોર્ટ કેસ કરી હેરાન ગતી થતી હોવાના આક્ષેપ સાથે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલી હતી જેના પગલે આરોપી અંકિત મોદી ફરાર થઈ ગયો હતો અને પોલીસ ચોપડે વોન્ટેડ રહ્યો હતો

રૂદલ પોલીસ મથકમાં પણ અંકિત મોદી વોન્ટેડ હતો

ભરૂચ રૂરલ પોલીસ મથકમાં પણ તારીખ ૨૯/૩/૨૦૨૩ના રોજ ફરિયાદી બસીર ફોજદારીએ નોંધાવી હતી જેમાં આક્ષેપ કર્યા હતા કે માત્ર રૂપિયા એક લાખની સામે કોળા ચેક લીધા હતા અને રૂપિયા ચૂકવી આપ્યા બાદ પણ કોરા ચેક નો ગેરકાયદેસર ઉપયોગ કરી તેમાં મોટી રકમ એટલે કે એક ચેક માં ૧૫ લાખ અને એક ચેકમાં એક લાખ મળી ૧૬ લાખના ખોટા કેસ કર્યા હતા જેના પગલે પોલીસે અંકિત મોદી સામે રૂરલ પોલીસ મથકમાં પણ વ્યાજખોર સામે ખંડણી અને વ્યાજકોરીનો ગુનો દાખલ કર્યો હતો અને રૂદલ પોલીસ મથકમાં પણ અંકિત મોદી વોન્ટેડ હતો

 

ભરુચ એ ડિવીઝન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી

ભરૂચ શહેરમાં જ ૧૫ દિવસમાં અંકિત મોદી સામે ખંડણી અને વ્યાજખોરિના બે ગુના દાખલ થયા હતા અને બંને ગુનામાં અંકિત મોદી વોન્ટેડ હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન ભરુચ એ ડિવીઝન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે અમદાવાદમાં તેની સાસરીમાં રોકાયો છે જેના આધારે ભરૂચ એ ડિવીઝન પોલીસનો ડિ સ્ટાફ તાબડતોબ અમદાવાદ ખાતે રવાના થયો હતો અને સાસરીમાંથી અંકિત મોદીને પોલીસે અટકાયત કરી ભરૂચ લાવી તેના કોરોના ટેસ્ટ કરવા સાથે ફરિયાદીઓના મુદ્દા માલ જપ્ત કરવા માટે રિમાન્ડની તજવીજ આરંભી છે

 

વ્યાજખોર અંકિત મોદી દેવાદાર વ્યક્તિનું પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટનો જ ચેક એક્સેપ્ટ કરતો હતો..?
માતાના લાઇસન્સ ઉપર કરોડપતિ બનવાનું સપનું જોનાર અંકિત મોદી દેવાદારોના જોઈન્ટ એકાઉન્ટ ના ચેક કોરા મેળવતો અને દેવાદાર સાથે તેની પત્નીને પણ કોર્ટના ચક્કર ખાવા પડે તે રીતે કોર્ટમાં ફરિયાદ કરતો હતો પણ કહેવાય છે ને પાપનો ઘડો ભરાઈ જાય તો તે છલકાઈ જાય બસ આવું જ કંઈક અંકિત મોદી સાથે થઈ ગયું પાપનો ઘડો ઉભરાઈ ગયો અને એ ડિવિઝન પીઆઈએ નાણા ધિરધાની કચેરીમાંથી માતાના પાવર એટર્ની ઉપર દીકરો વ્યવસાય કરી શકે ખરો..? તેનો અભિપ્રાય મેળવી અંકિત મોદી સામે કાર્યવાહી કરી છે

કયા ૨ પોલીસ મથકમાં કઈ કલમ હેઠળ ગુનો દાખલ થયો છે
એ ડિવિઝન પોલીસ મથક :-કલમ ૩૮૬. ૩૮૪.૫૦૪.૫૦૬(૨) તથા ગુજરાત નાણાં ધીરધાર ની કલમ ૪૦. ૪૨(એ)(ડી)(ઇ) મુજબ..
રૂરલ પોલીસ મથક :- કલમ ૩૮૬.૩૮૪ નાણા ધિરધારની કલમ ૩૩(૩) ૪૦.૪૨(એ)(ડી)

 

માતાના લાઇસન્સ ઉપર વ્યાજખોરી કરનાર પુત્રની ફરિયાદના પગલે લાઇસન્સ રદ કરવાની કવાયત..
ભરૂચમાં નીલકંઠ નગર સોસાયટીમાં રહેતા અંકિત મોદી કે જેઓ તેની માતાના નાણા ધિરધારના લાયસન્સની પાવર એટર્ની કરી પોતે ઉંચા વ્યાજે રૂપિયા ફેરવતો હતો અને તે ગેરકાયદેસર હોય તે અંગેની ફરિયાદ પણ નાણાં ધીરધાર કચેરીમાં મળી હતી જેના કારણે કોઈપણ લાયસન્સ ધારક તેના લાયસન્સ અંગે અન્ય વ્યક્તિને પાવર એટર્ની કરી આપી ન શકે જેના કારણે અંકિત મોદીની માતાના નામ પર રહેલું નાણાં ધીરધારનું લાયસન્સ રદ કરવાની પણ કવાયત નાણા ધિરધાર કચેરી દ્વારા થયો હોવાની માહિતી મળી રહી છે

આ પણ  વાંચો- તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો

Tags :
Ahmedabad PoliceAnkit ModiBharuchRansomUsury
Next Article