Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ANANT - RADHIKA PRE WEDDING FUNCTION : બોલીવુડના સ્ટાર્સનો જમાવડો જામનગરમાં જામ્યો

જામનગરમાં આજથી પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનનો પ્રારંભ થઇ ગયો છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ (1થી 3 માર્ચ) સુધી ચાલશે. આ વર્ષે અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. લગ્ન...
07:12 PM Mar 01, 2024 IST | Harsh Bhatt

જામનગરમાં આજથી પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનનો પ્રારંભ થઇ ગયો છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ (1થી 3 માર્ચ) સુધી ચાલશે. આ વર્ષે અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. લગ્ન પહેલા જ જામનગરમાં ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનો પ્રારંભ થયો છે. આ ભવ્ય કાર્યક્રમમાં સ્ટાર્સનો પણ મેળાવડો જોવા મળ્યો છે. બોલિવૂડ, હોલિવૂડ અને ક્રિકેટ જગતના સ્ટાર્સ પહોંચ્યા છે. આ દરમિયાન બોલિવૂડ સેલિબ્રિટી પણ અહીં પહોંચ્યા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

હવે અક્ષય કુમાર, શ્રદ્ધા કપૂર, સોનાલી બેન્દ્રે, રાજકુમાર હિરાની, દિશા પટ્ટણી, સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, વેદાંગ રાયના, ખુશી કપૂર
આદિત્ય રાય કપૂર પણ આ ઈવેન્ટનો ભાગ બનવા માટે જામનગર ખાતે પહોંચ્યા છે.

અક્ષય કુમાર 

ખિલાડી કુમાર અક્ષય કુમાર પણ હવે આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે જામનગર ખાતે પહોંચી ગયા છે. તેઓ બ્લેક આઉટફિટમાં ઘણા શોભી રહ્યા છે.

શ્રદ્ધા કપૂર  

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ હવે આ ઈવેન્ટ માટે જામનગર આવી પહોંચી છે. તે વ્હાઇટ આઉટફીટમાં ઘણી સુંદર લાગી રહી છે.

સોનાલી બેન્દ્રે

આ સેલેબ્સની યાદીમાં સોનાલી  બેન્દ્રેનું નામ પણ સામેલ છે. તેઓ તેમના પતિ સાથે જામનગર ખાતે પહોંચ્યા હતા. 

રાજકુમાર હિરાની

શાહરુખ ખાન સાથે સુપર હિટ બનાવનાર રાજકુમાર હીરાની પણ તેમની પત્ની સાથે આ ઈવેન્ટમાં પહોંચ્યા હતા.

દિશા પટ્ટણી અને આદિત્ય રોય કપૂર 

બોલીવુડના સ્માર્ટ હીરો આદિત્ય રૉય કપૂર પણ અનંત અને રાધિકાના ઈવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

બોલીવુડના પાવર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ આ ઈવેન્ટનો ભાગ બનવા માટે જામનગર ખાતે પહોંચ્યા હતા.

ત્રણ દિવસનો ભવ્ય પ્રી વેડિંગ ઈવેન્ટ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં પહેલા દિવસને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે. બીજા દિવસને ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’નું આયોજન કરવામાં આવશે.  ત્યારે ત્રીજા દિવસે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે – ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હસ્તાક્ષર’. પહેલી ઇવેન્ટ આઉટડોર ઇવેન્ટ હશે જ્યાં મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણશે અને અંતિમ ઇવેન્ટ માટે તેઓ ‘હેરીટેજ ઇન્ડિયન એટાયર’ પહેરશે.

આ શાહી લગ્નમાં થયો 1000 કરોડનો ખર્ચ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં 1-3 માર્ચ દરમિયાન પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઈવેન્ટમાં ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી ખાસ ખાસ મહેમાનો હાજર રહેવાના છે. આ ખાસ મહેમાનોના આવકાર માટે અંબાણી પરિવારે મહેમાનો માટે શાહી વ્યવસ્થા કરી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની આ આખી ઉજવણી ગુજરાતના જામનગરમાં અંબાણીના ઘરે 3,000 એકરમાં ફેલાયેલા બગીચામાં થશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પર લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પણ વાંચો : મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ’ ડાન્સનો વિડીયો થયો વાયરલ

 

Tags :
aditya roy kapoorakshay kumarAnant AmbaniDISHA PATANIJamnagarKiara Advanipre weddingRADHIKA MERCHANTRAJKUMAR HIRANIshraddha kapoorSIDDHARTH MALHOTRASONALI BENDRE
Next Article