Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છોટાઉદેપુરના વસેડી ગામ પાસે એક ST બસને નડ્યો અકસ્માત

અહેવાલ - તૌફિક શૈખ છોટાઉદેપુરના વસેડી ગામ પાસે નડ્યો એક એસટી બસ ને અકસ્માત. બાઈક સવારને બચાવવા જતા બસ રોડ ઉપરથી નીચે ઉતરી પડી હતી. 17 મુસાફરો બસમાં સવાર હતા. બસમાં એકાએક અકસ્માત સર્જાતા પ્રાથમિક તબક્કે મુસાફરો હેબતાઈ ગયા હતા....
છોટાઉદેપુરના વસેડી ગામ પાસે એક st બસને નડ્યો અકસ્માત

અહેવાલ - તૌફિક શૈખ

Advertisement

છોટાઉદેપુરના વસેડી ગામ પાસે નડ્યો એક એસટી બસ ને અકસ્માત. બાઈક સવારને બચાવવા જતા બસ રોડ ઉપરથી નીચે ઉતરી પડી હતી. 17 મુસાફરો બસમાં સવાર હતા. બસમાં એકાએક અકસ્માત સર્જાતા પ્રાથમિક તબક્કે મુસાફરો હેબતાઈ ગયા હતા. જોકે સવાર મુસાફરોમાં એક વૃદ્ધ મહિલા સિવાય કોઈને ઈજા થઈ ન હતી. ઇજાગ્રસ્ત મહિલાને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ હતી.

છોટાઉદેપુર બસ ડેપોની છોટાઉદેપુર થી મોરબી તરફ જતી એસટી બસ નંબર.. જી. જે.૧૮- ઝેડ ૭૨૧૧ અને એક બાઈક સવાર વચ્ચે આજરોજ સવારના ૧૦.૪૫ વાગ્યા ના સુમારે અકસ્માત સર્જાયો હતો. એસટી બસમાં ૧૭ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ તમામ મુસાફરો સલામત હોવાનું એસટી તંત્ર તરફથી જણાવ્યું હતું. સદર અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા ને સામાન્ય ઇજાઓ થતા તેને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

Advertisement

બનાવની મળેલ વિગત પ્રમાણે વાત કરીએ તો છોટાઉદેપુર થી મોરબી તરફ વાયા દેવગઢબારિયા થઈ મોરબી તરફ જવા નીકળેલ છોટાઉદેપુર બસ ડેપો ની એસટી માં ૧૭ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે એક બાઈક સવાર સામે આવી જતા એસટી બસમાં ચાલક દ્વારા બાઈક સવારને બચાવવા માટે ના પ્રયત્નો કરાતા એસટી બસ જાહેર માર્ગ ઉપરથી નીચે ઉતરી પડતા ખાડામાં ધકેલાઈ હતી.

જોકે બસ પલટી મારી ન હતી. જેને લઇ એસટી બસમાં સવાર તમામ મુસાફરોનો તેમજ ચાલક અને પરિચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. સદર અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા પણ સવારી કરી રહ્યા હતા. તેઓને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળી આવેલ છે. સદર ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

Advertisement

જો કે વિશ્વાસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર સદર એસટી બસ નો ઉપાડવાનો સમય કરતા બસ લગભગ એક કલાક જેટલી મોડી ઉપડી હોવાનું પણ જાણવા મળી આવેલ છે. જો હકીકતમાં આવુ બન્યુ હોય તો ક્યાંક ને ક્યાંક બસની ગતિ તેજ હોવાના કારણે પણ નકારી શકાય તેમ નથી. એકંદરે મુસાફરો પ્રાથમિક તબક્કે બનેલ ઘટનાને લઇ ગભરાઈ ગયા હતા. જોકે તમામનો અકસ્માતમાં આબાદ બચાવ થતાં તમામ મુસાફરોએ રાહતમાં શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો - સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સમાજનું છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે ચીટનીશને આવેદન પત્ર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.