Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સુમુલ ડેરી દ્વારા અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું

સુરતના નવી પારડી ખાતે સુમુલ ડેરી દ્વારા અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અને આસ્ક્રીમ વેફલ કોર્ન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરી હસ્તે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુમુલ ડેરી પ્લાન્ટ ખાતે સુમુલ...
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સુમુલ ડેરી દ્વારા અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું  ઉદ્ઘાટન કરાયું

સુરતના નવી પારડી ખાતે સુમુલ ડેરી દ્વારા અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અને આસ્ક્રીમ વેફલ કોર્ન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરી હસ્તે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Advertisement

સુમુલ ડેરી પ્લાન્ટ ખાતે સુમુલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું

સુરતના કામરેજ તાલુકાના નવી પારડી ગામે આવેલ સુમુલ ડેરી પ્લાન્ટ ખાતે સુમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું હતું, સાથે જ આઈસ્ક્રીમ વેફલ કોર્ન મેકીંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કાર્યક્રમ પણ યોજાયો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા,નાળા મંત્રી કનુ દેસાઈ,વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ,આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ,શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા સહિત સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મંત્રીઓએ નવનિર્મિત પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને તેનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂક્યો હતો.

Advertisement

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સહકારી આગેવાનો ઇલુ ઇલુ કરતાં હતાં - પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં સહકારી ક્ષેત્રને લઈ પ્રતિક્રિયા પણ આપી હતી. સી આર પાટીલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સહકારી આગેવાનો ઇલુ ઇલુ કરતાં હતાં,અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગઢબંધન કરી નાખતા હતા. જેથી તેની ખરાબ અસર પાર્ટી ઉપર પડતી હતી,પાર્ટીની ચૂંટણી હોય,તાલુકા પંચાયત હોય,નગર પાલિકા હોય,મહાનગર પાલિકા હોય કે પછી વિધાનસભા કે લોક સભાની ચૂંટણી હોય તેની આડઅસર ચૂંટણીમાં આવતી હતી.

Advertisement

જો સહકારી ક્ષેત્રે ગઠબંધન કરે તો એ જ ભાજપ પાર્ટીના ઉમેદવારને તેનું નુકશાન થતું હતું. ત્યારે સી આર પાટીલે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ચૂંટણી ન લઈ તેવું નક્કી કરાયું જો ફોર્મ ભરે તો એના પર ડીસિપ્લિંન અંગે એક્શન લેવાનું નક્કી થયું. આનું પરિણામ આવ્યું કે, ચૂંટણીમાં ભાજપના લોકો જીત્યા જેના કારણે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ.અંતે સુમુલ ડેરી દ્વારા થઈ રહેલા કાર્યની સી.આર.પાટીલે પ્રસંશા કરી હતી અને સુમુલ ડેરી હજી પણ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સુમુલ ડેરીના સારા પ્રયાસો બાદ પ્રોડક્ટના ઉત્પાદનમાં વધારો થયો

નવી પારડી ખાતે સુમુલ ડેરી પ્લાન્ટમાં કાર્યરત અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં આ પ્લાન્ટ ૨૦ હજાર લિટર પ્રતિદિનની ક્ષમતાથી ચાલતો હતો ત્યારે હાલ તેને વધારી અત્યારે પ્લાન્ટ ૧ લાખ કિલો લિટર થયો છે. શરૂઆતમાં પ્લાન્ટમાં ૧૮ જેટલી પ્રોડક્ટો બનતી હતી. તેને વધારીને હવે પ્લાન્ટ માં ૧૧૧ જેટલી પ્રોડક્ટો બનાવવામાં આવે છે. સુમુલ ડેરી દ્વારા ચાલતા પ્લાન્ટની વેચાણની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ માં પ્લાન્ટનું વાર્ષિક વેચાણ ૧૩ કરોડનું હતું જે વધી ને વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં ૧૩૨ કરોડ થયું છે. ડેરીના સારા પ્રયાસો બાદ પ્રોડક્ટના ઉત્પાદનમાં વધારો થયો છે અને તેનું વેચાણ પણ વધ્યું છે જેનો સીધો ફાયદો સુમુલ દ્વારા સભાસદોને થવાનો છે.

અહેવાલ - ઉદય જાદવ 

આ પણ વાંચો : Dhrangadhra Bank Crime: બેંકના મેનેજરે કંપનીના માલિક સાથે મળી આટલા લાખની કરી ઉચાપત

Tags :
Advertisement

.